Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઈરાનના મિસાઈલ-ડ્રોન ઠેકાણાઓ પર હુમલાનો VIDEO જાહેર કર્યો:ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા, કહ્યું- યુદ્ધવિરામનું ઉલ્લંઘન US ભોગવશે

    3 days ago

    અમેરિકાએ શુક્રવારે ઈરાન પર લગભગ એક કલાક સુધી હુમલા કર્યા. અમેરિકી સેનાએ મિસાઈલ-ડ્રોન ઠેકાણાઓ અને દરિયાકાંઠાની રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાને યુદ્ધવિરામ તોડ્યો, તેથી જવાબી કાર્યવાહી કરવામાં આવી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, 25 જૂને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં સિંગાપોરના કાર્ગો શિપ ‘એમવી એવર લવલી’ પર ડ્રોન હુમલો કર્યો હતો. બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ની નૌકાદળે દાવો કર્યો છે કે તેણે જવાબમાં ક્ષેત્રમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનની સંસદના સભ્ય ઈબ્રાહિમ અઝીઝીએ X પર લખ્યું કે અમેરિકાએ ફરી એકવાર વાતચીત વચ્ચે ઈરાન પર હુમલો કર્યો છે. યુદ્ધવિરામનું આ ઉલ્લંઘન અમેરિકા માટે પીછેહટ અને પસ્તાવાનું કારણ બનશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… NATO દેશો પર ઈરાનનો નિશાન- ઈરાને આરોપ લગાવ્યો કે અમેરિકા અને ઈઝરાઈલના હુમલામાં સાથ આપનારા NATO સભ્ય દેશોને જવાબદાર ઠેરવવામાં આવવા જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દેશોએ જણાવવું જોઈએ કે તેમણે આ સૈન્ય કાર્યવાહીનું સમર્થન શા માટે કર્યું. હોર્મુઝમાં જહાજ પર હુમલો, દરિયાઈ સુરક્ષા પર ફરી સંકટ- ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝ સ્ટ્રેટમાં એક માલવાહક જહાજ પર અજ્ઞાત હથિયારથી હુમલો થયો. જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું, જો કે, કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્રે 11 હજાર નાવિકોને બહાર કાઢવાનું અભિયાન હાલ પૂરતું રોકી દીધું છે. લેબનાનમાં ફરી તણાવ વધ્યો- ઈઝરાઈલી સેનાએ દક્ષિણી લેબનાનના અલ-મન્સૂરી વિસ્તારમાં લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી. બીજી તરફ, હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમે જણાવ્યું કે ઈઝરાઈલે લેબનાનની સંપૂર્ણ જમીન પરથી બિનશરતી હટી જવું પડશે અને સંગઠન કોઈ પણ સંજોગોમાં ઈઝરાઈલ સાથે સંબંધો સામાન્ય નહીં કરે. ઈરાન-અમેરિકા સમજૂતીની દિશામાં વાતચીત આગળ વધી- અમેરિકા અને ઈરાન વચ્ચે ટેકનિકલ સ્તરની વાર્તા પૂર્ણ થઈ. બંને દેશોએ ચાર સંયુક્ત સમિતિઓ બનાવવા અને 60 દિવસમાં અંતિમ સમજૂતીનો રોડમેપ તૈયાર કરવા પર સહમતી વ્યક્ત કરી. રશિયાએ પણ કહ્યું કે અંતિમ સમજૂતી થવા પર તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેને સમર્થન આપશે. પરમાણુ કાર્યક્રમ અને તેલ બજાર બંને પર નજર- IAEA એ કહ્યું કે તેમની ટીમ ટૂંક સમયમાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓની મુલાકાત લેશે. બીજી તરફ, હોર્મુઝમાં તણાવના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો, જ્યારે ભારતે કોમર્શિયલ LPGના સપ્લાય પર લાદેલા પ્રતિબંધો હટાવીને પુરવઠો સામાન્ય કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન પીસ ડીલ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    FIFA refused France’s request to wear black armband for Didier Deschamps’ mom
    Next Article
    કાટમાળમાં દટાયેલા 18 દિવસના બાળકનું રેસ્ક્યુ:ધ્વસ્ત ઇમારતોમાં હજુ અનેક ફસાયેલા લોકો; રસ્તા પર રાહત શિબિર; વેનેઝુએલા ભૂકંપના PHOTOS-VIDEOS

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment