Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિન્નરોના જૂથે માર મારી યુવા કિન્નરના વાળ કાપ્યા, VIDEO:નવસારીમાં કિન્નરોમાં આંતરિક જૂથવાદ, ઘુંટણિયે બાસાડી ₹5 લાખની માંગ સાથે ₹10 લાખનો દાવો કર્યો

    6 days ago

    નવસારીના વિજલપોર ફાટક પાસે 21 ઓગસ્ટે કથિત ગેરકાયદે નાણાંની ઉઘરાણી મુદ્દે કિન્નરોનો જૂથે એક યુવાન કિન્નર પર હુમલો કરી તેના જાહેરમાં વાળ કાપી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, આ વિવાદને લઈ હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી ન હોવાનું પીઆઇએ જણાવ્યું હતું. અખાડા અને ગુરૂના નામ ગેરકાયદે ઉઘરાણી અખાડા સાથે જોડાયેલા એક યુવાન કિન્નરે આંતરિક મનદુ:ખના કારણે જૂથમાંથી અલગ થયો હતો. ત્યારબાદ અખાડા અને ગુરૂના નામનો ખોટો ઉપયોગ કરી યુવાન કિન્નર વેપારીઓ અને નાગરિકો પાસેથી લાખો રૂપિયાની ગેરકાયદે ઉઘરાણી કરી રહ્યો હતો. જેને લઈને બંને પક્ષો સામસામે આવી જતાં તીવ્ર વિવાદ સર્જાયો હતો. ઘૂંટણ પર બેસાડી કિન્નરના વાળ કાપ્યા વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક કિન્નરોએ જાહેર રસ્તામાં યુવાન કિન્નરને ઘૂંટણ પર બેસાડી દીધો હતો અને તેના વાળ પકડી રાખ્યા હતા. વીડિયોમાં એક કિન્નરે તેની પાસેથી 5 લાખની ઉઘરાણી તેમજ 10 લાખના દાવા પેટે નાણાં લેવાના નીકળતા હોવાનો દાવો કર્યો હતો. ઉગ્ર વિવાદ થતાં કિન્નરોએ યુવકને લાફા મારીને માર માર્યો હતો. ત્યારબાદ સજાના ભાગરૂપે જાહેરમાં જ કાતર વડે તેના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. કોઈપક્ષ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી નથી: પીઆઇ આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનના પીઆઈ સચિન પવારે જણાવ્યું હતું કે, આ વિવાદ સંબંધે હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જો કોઈ પણ પક્ષકાર આ અંગે ફરિયાદ લઈને પોલીસ સમક્ષ આવશે, તો તેમની ફરિયાદ નોંધીને નિયમાનુસાર આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં નાગરિકોમાં ભારે રોષ આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જાહેરમાં કાયદો હાથમાં લઈને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતાં સ્થાનિક નાગરિકો અને કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, જગ વીંધી યુવકના પેટની આરપાર નીકળી:સુરતમાં પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા અચાનક ટ્રિગર દબાયું, 15 ફૂટ દૂર લારીધારકને વાગી
    Next Article
    Ground Report | દુષ્કાળના ભણકારા ! | ઝેરી દારુએ પીંખી દીધો પરિવાર ! | Poisonous Liquor | Prime Time

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment