Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહની પજવણીનો VIDEO વાઇરલ:ધારીના સફારી પાર્કમાં બાઈક-બોલેરો સિંહ પાછળ દોડાવી; વન કર્મચારીઓ દ્વારા જ કૃત્ય કરાયાનો આક્ષેપ; PCCFએ તપાસનો આદેશ આપ્યો

    2 days ago

    અમરેલી જિલ્લાના ધારી પાસે ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા આંબરડી સફારી પાર્કમાં બાઈક અને બોલેરો પાછળ દોડાવી સિંહને પરેશાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિવાળીની રજાઓ દરમિયાન બનેલી આ ઘટનામાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા જ સિંહને દોડાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ખાનગી વાહનો પર પ્રતિબંધ છતાં કર્મચારીઓએ બાઈકો દોડાવી વાયરલ થયેલા વીડિયોમાં 2થી 3 બાઈકચાલકો અને બોલેરો સિંહની પાછળ દોડાવતા દેખાય છે. આંબરડી સફારી પાર્કમાં ખાનગી વાહનોને પ્રવેશવાની મંજૂરી નથી, તેમ છતાં વન વિભાગના કર્મચારીઓએ જ બાઈકો દોડાવી સિંહને પરેશાન કર્યો હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે સિંહોના હુમલાની ઘટનાઓ વધી શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. સિંહની પજવણી જુઓ 3 દ્રશ્યોમાં PCCF જયપાલસિંહ રાઠોડે ઘટના અંગે તપાસના આદેશ આપ્યા આ મુદ્દે DCF વિકાસ યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો, જ્યારે ઇન્ચાર્જ ACF મિતેષ વાણિયાએ વીડિયો સફારી પાર્કનો હોવાનું સ્વીકારી તપાસ કરવાની વાત કરી હતી. બીજી તરફ ગાંધીનગર સ્થિત વન વિભાગના વડા PCCF (અગ્ર મુખ્ય વન સંરક્ષક) )જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વીડિયો જૂનો છે, પરંતુ તેમાં વન વિભાગના ગાર્ડ અને ટ્રેકર્સ હોવાથી તપાસના આદેશ અપાયા છે અને જરૂરી કાર્યવાહી કરાશે. પ્રવાસીઓને દર્શન કરાવવા સિંહને રોકવાની કોશિશ કરાઈ હોવાનો આક્ષેપ સિંહપ્રેમી મયંક ભટ્ટે જણાવ્યું હતું કે ધારી પૂર્વના સ્ટાફના અંદરોઅંદરના ખટરાગથી સિંહોને નુકસાન થઈ રહ્યું છે અને ભૂતકાળમાં દેવળિયા પાર્કમાં આવી ઘટનામાં 1 ડ્રાઇવરનું મોત થયું હતું તથા 2 સિંહોને આજીવન કેદ થઈ હતી. કસૂરવાર કર્મચારીઓને ફરજમુક્ત કરવાની સિંહપ્રેમીએ માંગ કરી સિંહપ્રેમી મયંક ભટ્ટે વનમંત્રી તથા વન વિભાગના વડા સમક્ષ માંગ કરી છે કે આ પ્રકારની હરકત કરનારા તથા પરવાનગી આપનારા તમામ જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક દાખલારૂપ પગલાં લેવામાં આવે અને તેમને દંડિત કરીને ફરજમુક્ત કરવામાં આવે. આ પણ વાંચો બગસરામાં કપાસના ખેતરમાં સિંહનો ટ્રેકર પર હુમલો:18 દિવસમાં આઠ બનાવ, વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠ્યા અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા સિંહે એક ટ્રેકર પર હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ હતી.છેલ્લા થોડા દિવસોમાં સિંહના હુમલાની આઠમી ઘટના સામે આવતાં વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. (સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    Bangladesh Tour Of South Africa 2026 Schedule: Full Fixtures, Dates, Venues And Match Timings
    Next Article
    અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો, આરોપીના કોફી શોપમાં પણ સર્ચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment