Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમિકાએ ભાગીને લગ્ન કરતા યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો, VIDEO:અમદાવાદમાં રેલીંગ પર ચડીને નદીમાં ઝંપલાવાનો પ્રયાસ, MLA ખેડાવાલા અને લોકોએ સમજાવતાં માંડ નીચે ઉતર્યો

    एक दिन पहले

    અમદાવાદમાં નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવા જનાર વધુ એક યુવકનો બનાવે સામે આવ્યો છે. આજે 26 જૂન દધીચિ બ્રિજ પર જીવન ટૂંકાવા માટે એક યુવાન રેલી પર ચડી ગયો હતો. યુવકને રેલીંગ પર ચડેલો જોતા જ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તેમજ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા. જે બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને આસપાસના લોકોએ એકઠા થઈને યુવકને સમજાવીને નીચે ઉતારી તેનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રેમિકાએ અન્ય સાથે ભાગીને લગ્ન કરતા યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. દધીચિ બ્રિજ પર યુવકે રેલીંગ પર ચડીને નદીમાં ઝંપલાવાનો પ્રયાસ કર્યો અમદાવાદના વાડજના દધીચિ બ્રિજ પર એક યુવક રેલીંગ પર ચડી નદીમાં ઝંપલાવવાની તૈયારીમાં હતો. આ દૃશ્ય જોતા જ બ્રિજ પરથી પસાર થતા લોકો એકત્ર થઈ ગયા અને યુવકને નીચે ઉતારવાના પ્રયાસો શરૂ કર્યા. તે દરમિયાન જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે મળીને યુવકને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને સ્થાનિકોએ યુવક સાથે સતત વાતચીત કરી તેને હિંમત આપી અને કોઈપણ ઉતાવળનું પગલું ન ભરવા સમજાવ્યું હતું. MLA ખેડાવાલા અને લોકોએ સમજાવતાં માંડ નીચે ઉતર્યો લાંબી સમજાવટ બાદ યુવક રેલીંગ પરથી નીચે ઉતરવા રાજી થયો હતો. ત્યારબાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને આસપાસના લોકોએ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને પોતાની કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમિકાએ અન્ય સાથે ભાગીને લગ્ન કરતા આત્મહત્યા કરવા પહોંચ્યો પ્રાથમિક માહિતી મુજબ યુવક પ્રેમ પ્રકરણમાં યુવક આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રેમ લગ્ન બાદ પ્રેમિકા છોડીને જતી રહી તો યુવક આત્મહત્યા કરવા પ્રયાસ કરી રહ્યો હતો. પ્રેમિકા અન્ય વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરતા યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જો કે અત્યારે યુવકનો જીવ બચાવ્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો છે. 'અમે ગાડી ઉભી રાખી મારા સિક્યુરિટી ગાર્ડ તરત દોડીને તેનો પગ પકડી લીધો' દિવ્યભાસ્કર સાથેની ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દધીચિ બ્રિજ પર કેટલાક લોકો ટોળું કરીને ઉભા હતા. તેમજ ચઢીને નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 'અમે તેનો જીવ બચાવી પોલીસને બોલાવીને સોંપી દીધો' ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, જેથી મે અને આસપાસના લોકોએ યુવકને સમજાવી રેલિંગ પરથી નીચે ઉતાર્યો હતો. યુવક આ પ્રકારનું પગલું ભરવા કેમ જઈ રહ્યો હતો તેવું પૂછ્યું તો તેને કહ્યું હતું કે તેને જેના સાથે પ્રેમ લગ્ન બાદ પ્રેમિકા ભાગીને અન્ય યુવક સાથે લગ્ન કરી દીધા હતા. જેથી આ પ્રકારનો પગલું ભરવા જઈ રહ્યો હતો. જો કે અમે તેનો જીવ બચાવી પોલીસને બોલાવીને સોંપી દીધો હતો. આ પણ વાંચો બ્રિજ પર લોખંડની ગ્રીલ કૂદી યુવક આપઘાત કરવા પહોંચ્યો, VIDEO 6 દિવસ પહેલાં એટલે કે 20 જૂન 2026ના અમદાવાદ શહેરના નારોલ-નરોડા હાઇવે પર આવેલા CTM-રામોલ ડબલ ડેકર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક અજાણ્યો યુવક આત્મહત્યા કરવાના ઈરાદે બ્રિજની લોખંડની સુરક્ષા ગ્રીલ કૂદીને છેક છેવાડાની પારી પર જઈને આત્મહત્યા કરવાના ઈરાદે ઊભો રહી ગયો હતો. યુવકને આ સ્થિતિમાં જોઈને ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક તેની મદદ માટે દોડી ગયા હતા. લોકોએ તેને આત્મહત્યા જેવું આત્મઘાતી પગલું ન ભરવા માટે સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેથી યુવક લોખંડીની ગ્રીલ કૂદીને બ્રિજ પર પરત ફર્યો અને યુવકનો જીવ બચ્યો હતો. જે સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતમાં યુવકનો 35 ફૂટ ઊંચા પોલ પર ચઢી હાઈવોલ્ટેજ ડ્રામા, CCTV તોડવાનો પ્રયાસ કરી બીડી ફૂંકી 22 મે,2026 રાત્રિના સમયે સુરતના પાલ-ઉમરા બ્રિજ પહેલા સત કેવલ ચોક વિસ્તારમાં એક અસ્થિર મગજનો યુવક અચાનક રસ્તાની વચ્ચે આવેલા હાઈ-ટેક CCTV કેમેરાના થાંભલા પર ચઢી ગયો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં બ્રિજથી ઝાડ પર ચઢી 25 મિનિટ સુધી યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા 2 મે, 2026ના દિવસે અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે એક યુવકે ફિલ્મી ઢબે બ્રિજ પરથી ઝાડ પર ચડી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. વાસણા વિસ્તારના આ યુવકે લગભગ 20થી 25 મિનિટ સુધી ઝાડની ટોચ પર રહીને બૂમાબૂમ કરતા સ્થાનિકો અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.વાંચો સંપૂર્ણ સમાચાર વડોદરામાં લીવ ઇનમાં રહેતા યુવકનો સાતમા માળે ચઢી હાઈવોલ્ટેજ ડ્રામા 28 માર્ચ,2026ના દિવસે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા 232 ફાટક પાસેની માતૃકા રેસીડેન્સીમાં લીવ ઈનમાં રહેતા યુવકે સાતમા માળેથી ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અઈચ્છનિય ઘટના બને તે પહેલાં પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે બે કલાકની ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રખડતા આખલાઓનો આતંક, CCTV:બાઇકસવાર પિતા અને બે વર્ષના પુત્ર પર હુમલો; જીવ બચાવવા બાઈક છોડી ઘર તરફ ભાગ્યા, માંડ-માંડ બચ્યા, સ્થાનિકોમાં રોષ
    Next Article
    England Star's Praises Sooryavanshi: "Something We've Never Seen Before"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment