Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવી રીતે કેવો અજીબોગરીબ રનઆઉટ થયો, VIDEO!:બોલ છૂટ્યો, ગુસ્સામાં લાત મારી ને થઈ ગયો અશક્ય રનઆઉટ; DPLમાં ઈતિહાસની સૌથી અનિશ્ચિત મોમેન્ટ જોવા મળી

    2 days ago

    દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં 4 ઑગસ્ટે ન્યૂ દિલ્હી ટાઇગર્સના કેપ્ટન હિંમત સિંહે એક એવો રન આઉટ કર્યો, જેને ક્રિકેટ ઇતિહાસની સૌથી વિચિત્ર મોમેન્ટમાં ગણવામાં આવી રહી છે. છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર થયેલો આ ડ્રામા સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગયો છે. મેચ ટાઈ થઈ અને સુપર ઓવરમાં ગઈ 15 ઓવરની આ મેચમાં આઉટર દિલ્હી વોરિયર્સને જીતવા માટે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર માત્ર 1 રનની જરૂર હતી. બેટરે સીધો શોટ રમ્યો અને બંને બેટર રન માટે દોડી પડ્યા. બોલ હિંમત સિંહ પાસે હતો અને તેની પાસે બેટરને સરળતાથી રન આઉટ કરવાની તક હતી. પરંતુ હિંમત સિંહથી બોલ પકડવામાં ચૂક થઈ ગઈ. આ સરળ તક હાથમાંથી જતી રહેતા તેણે ગુસ્સામાં બોલને પગથી કિક મારી દીધી. આશ્ચર્યની વાત એ રહી કે બોલ સીધો નોન-સ્ટ્રાઇકર એન્ડના સ્ટમ્પ સાથે જઈને અથડાયો. ત્યાં સુધીમાં બેટર પ્રથમ સલૂજા પોતાની ક્રિઝ સુધી પહોંચી શક્યો નહોતો અને રન આઉટ થઈ ગયો. આ વિકેટની સાથે જ મેચ ટાઈ થઈ ગઈ અને મુકાબલો સુપર ઓવરમાં પહોંચી ગયો. આ અનોખો રન આઉટ જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ પણ હેરાન રહી ગયા હતા. જોકે સુપર ઓવરમાં આઉટર દિલ્હી વોરિયર્સે બાજી મારી લીધી હતી, પરંતુ હિંમત સિંહનો આ અનોખો રન આઉટ આખી મેચની સૌથી વધુ વાઇરલ થયેલી મોમેન્ટ બની ગઈ. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને ક્રિકેટના સૌથી નસીબદાર રન આઉટમાંથી એક ગણાવી રહ્યા છે અને આ વાઇરલ વીડિયોને ખૂબ લાઇક આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    देश में 16.5 करोड़ गाड़ियों का बीमा नहीं! आपकी कार या बाइक का कभी भी कट सकता है चालान, काम आएगा ये ज्ञान
    Next Article
    પાપારાઝીને જોઈ આરાધ્યાએ હાથ જોડીને નમસ્તે કર્યું:દીકરી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા; સની દેઓલ અને પ્રીટિ ઝિન્ટા પણ દેખાયાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment