Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં બનેલા પ્રથમ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાને ઉડાન ભરી, VIDEO:વડોદરાના ટાટા-એરબસના પ્લાન્ટમાં તૈયાર થયું C-295 એરક્રાફ્ટ, જાણો મેડ ઈન ઈન્ડિયા વિમાનની ખાસિયત

    1 week ago

    ભારત માટે મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન બનાવવા માટે સ્પેન સાથે કરાર કરાયા બાદ વડોદરાના ટાટા-એરબસના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઈન ઈન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (C295) બનીને તૈયાર થઈ જતા ટેસ્ટ ફ્લાઈટ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સ્પેન સાથે ભારતના 56 વિમાન માટે કરાર થયેલા છે. જેમાં 16 એરક્રાફ્ટ સીધા સ્પેનની એરબસથી ભારત આવશે. જ્યારે બાકીના 40 ભારતમાં જ બનાવવાના છે. વડોદરાની ફાઈનલ એસેમ્બલી લાઈનથી વિમાનની ટેસ્ટ ફ્લાઈટ કરવામાં આવી વડોદરામાં ટાટા-એરબસના પ્લાન્ટમાં તૈયાર થયેલા મેડ ઈન ઈન્ડિયા C-295 એરક્રાફ્ટ તૈયાર થતા વડોદરા એસેમ્બલી લાઈનથી ટેસ્ટ ફ્લાઈટ કરવામાં આવી હતી. આ પ્રથમ ટેસ્ટ ફ્લાઈટને વિમાનના ઉત્પાદન પછીના તબક્કામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વડોદરામાં થયેલી ટેસ્ટ ફ્લાઈટનો વીડિયો એરબસ, ઈન્ડિયન એરપોર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 2024માં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કોમ્પલેક્સનું ઉદઘાટન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર 2024ના રોજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ભવ્ય રોડ શો અને ત્યારબાદ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. સ્પેન 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે કરાયો છે કરાર PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે, બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે. આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. ભારત માટે આ વિમાનો શા માટે મહત્ત્વપૂર્ણ છે? ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. C295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના HS748 એવરોસ એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ AN-32ને બદલવામાં આવશે. શા માટે C-295 એરક્રાફ્ટ ગેમ-ચેન્જર છે? C-295 એ સમકાલીન ટેક્નોલોજી સાથે 5-10 ટન ક્ષમતાનું પરિવહન વિમાન છે, જે ભારતીય વાયુસેનાના જૂના એવા એવરો-748 વિમાનોનું સ્થાન લેશે. C-295 એ 71 સૈનિક અથવા 50 પેરાટ્રૂપર્સના વ્યૂહાત્મક પરિવહન માટે અને વર્તમાન ભારે વિમાનો માટે અનુકૂળ ન હોય તેવા સ્થાનો પર લોજિસ્ટિક કામગીરી માટે વપરાતું શ્રેષ્ઠ વિમાન છે. મજબૂત અને ભરોસાપાત્ર કહેવાતું આ એરક્રાફ્ટ તમામ હવામાન પરિસ્થિતિઓમાં 11 કલાક સુધીની ઉડાન ભરી મલ્ટી કામગીરી કરી શકે છે. એ રણથી લઇને દરિયાઈ વાતાવરણમાં નિયમિત રીતે દિવસ અને રાત્રિના લડાઇ મિશનનું સંચાલન કરી શકે છે. 73 સૈનિક અથવા 48 પેરાટ્રૂપર્સ સાથે ઉડાન ભરી શકે બે પાઇલટ દ્વારા C-295 એરક્રાફ્ટ ઊડે છે. આમાં 73 સૈનિક અથવા 48 પેરાટ્રૂપર્સ અથવા 12 સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા 27 સ્ટ્રેચર મેડેવેક સાથે 4 મેડિકલ એટેન્ડન્ટ મુસાફરી કરી શકશે. એ એક સમયે મહત્તમ 9250 કિલો વજન લઈ જઈ શકે છે. એની લંબાઈ 80.3 ફૂટ, પાંખો 84.8 ફૂટ અને ઊંચાઈ 28.5 ફૂટ છે. 482 કિમી પ્રતિ કલાકની ઝડપે 4587 કિમી સુધી જઈ શકે આ એરક્રાફ્ટ 7650 લિટર ફ્યૂઅલ સાથે આવે છે. એ મહત્તમ 482 કિમી પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એની રેન્જ 1277થી 4587 કિમી છે. એ એમાં લોડ થયેલા વજન પર આધાર રાખે છે, પરંતુ ફેરી રેન્જ 5 હજાર કિ.મી. છે 13,533 ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કલ્યાણ બેનર્જીનું અલ્ટીમેટમ-મમતા નક્કી કરે મારી સાથે કે અભિષેક સાથે:TMCના ત્રીજા રાજ્યસભા સાંસદનું રાજીનામું; 20 લોકસભા સાંસદ, 58 ધારાસભ્યો પહેલાથી જ અલગ જૂથ બનાવી ચૂક્યા છે
    Next Article
    બેફામ બિલ્ડરની હિંમત તો જુઓ, હજુ પણ કામ ચાલુ:SMCને કામ બંધ કરાવતા કોની બીક લાગે છે; ભાજપના MLA મોરડિયાએ કહ્યું- બિલ્ડરોને છાવરવાનો ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment