Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક ગોઠવી 'રામ' નામ લખ્યું, ડ્રોન VIDEO:સુરતમાં 70 બાઇકર્સની કમાલ, 40 મિનિટમાં રેતી પર 'રામ' નામ, જયશ્રી રામના નારા લગાવ્યા

    4 days ago

    મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન અવસરે આખો દેશ રામમય બન્યો છે. જેથી સુરતમાં પણ ઠેર-ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે સુરતના યુવા બાઈકર્સે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો. સુરત બાઈકિંગ કમ્યૂનિટી (SBC)ના 70 થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત ડભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઈક્સ દ્વારા રેતી પર 'રામ' નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવાઈ વહેલી સવારના રમણીય વાતાવરણમાં ડભારી બીચના કિનારે આ અદભૂત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રેતી પર વિશાળ અક્ષરોમાં 'રામ' લખવા માટે બાઈક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે, બાઈકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગતું હતું. આ આયોજન અંગે વાત કરતા સુરત બાઈકિંગ કમ્યૂનિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો મહાપર્વ છે અને વિશ્વભરના 120 કરોડ સનાતનીઓ આ દિવસને ઉત્સાહભેર ઉજવે છે. અમે કંઈક એવું કરવા માંગતા હતા. જે આજના યુવાનોને આકર્ષે અને સાથે-સાથે આપણી પરંપરા અને આસ્થાને પણ ઉજાગર કરે. બીચ પર આવેલા સહેલાણીઓ જોતા જ રહી ગયા રામનવમીની રજા હોવાથી ડભારી બીચ પર સવારથી જ સહેલાણીઓની અવરજવર હતી. જ્યારે લોકોએ જોયું કે 70 જેટલા યુવાનો શિસ્તબદ્ધ રીતે બાઈક્સ ગોઠવીને 'રામ' નામ રચી રહ્યા છે, ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે અનેક લોકોએ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ બાઈકર્સની આ રામભક્તિની તસવીરો અને વીડિયો અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. આધુનિકતા અને પરંપરાનો સંગમ સામાન્ય રીતે બાઈકર્સ ગ્રુપ માત્ર એડવેન્ચર અને રાઈડિંગ માટે જાણીતા હોય છે, પરંતુ સુરતના આ યુવાનોએ સાબિત કર્યું છે કે આધુનિક જીવનશૈલીની સાથે તેઓ પોતાની સંસ્કૃતિ અને જડમૂળથી જોડાયેલા છે. રામનવમીના દિવસે ક્યાંક મહાઆરતી તો ક્યાંક મહાપ્રસાદનું આયોજન થયું હતું, ત્યારે આ 'બાઈકિંગ રામભક્તિ' એ સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી:પીવાના પાણીમાં કોકરોઝ અને કુલરોમાં શોર્ટ સર્કિટનો ભય, દર્દીઓ અને ડોક્ટરો પણ બહારથી પાણી મંગાવવા મજબૂર
    Next Article
    ગઢડા તાલુકાના ગામમાં માનસિક વિકલાંગ સગીરા પર ગેંગરેપ:6 મહિનાથી દુષ્કર્મ આચરતા હતા; 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment