Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બિગ બોસ' ફેમ બસીર અલીએ કેમેરામેનને ઢીબી નાખ્યો:દારૂ પીને એક્ટ્રેસિસ સાથે ગેરવર્તણૂક કરતા એક્ટરનો પારો ચડ્યો; પ્રિન્સ નરુલાની પાર્ટીમાં ધડબડાટી VIDEO

    15 hours ago

    'બિગ બોસ 19' ફેમ બસીર અલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક કેમેરામેનને ખરાબ રીતે માર મારતો જોવા મળી રહ્યો છે. અફરાતફરી વચ્ચે બસીર અલી ખૂબ જ આક્રમક દેખાયો. આ દરમિયાન ત્યાં પ્રિન્સ નરુલા અને શિવ ઠાકરે પણ હાજર હતા. કેમેરામેનને થપ્પડ મારીને ઢસડ્યો વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, બસીર અલીએ કેમેરામેનને થપ્પડ મારી અને તેને ઢસડ્યો, ત્યારબાદ તે વ્યક્તિએ બસીર તરફ બોટલ ફેંકી. ત્યાં હાજર લોકો પણ બંનેને અલગ કરતા જોવા મળ્યા. થોડીવાર પછી પોલીસે પહોંચીને મામલો સંભાળ્યો. આખો વિવાદ શું છે? દાવો કરવામાં આવી રહ્યો છે કે, મારપીટનો આ વીડિયો પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગનો છે. પ્રિન્સ નરુલાની પાર્ટીમાં બસીર ઉપરાંત શિવ ઠાકરે, 'સ્પ્લિટ્સવિલા' કન્ટેસ્ટન્ટ સૌંદર્યા શેટ્ટી અને કિયારા પણ હતાં. જ્યારે સૌંદર્યા અને કિયારા પાર્ટીમાં પહોંચ્યાં, તેવો જ એક કેમેરામેને બંને પર વાંધાજનક ટિપ્પણીઓ કરી. જ્યારે સૌંદર્યાએ આ વાત બસીરને જણાવી, ત્યારે તે તેની સુરક્ષા માટે તેની સાથે બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન ફરી એક-બે વાર તે કેમેરામેને ગેરવર્તન કર્યું. બસીરે આનો વિરોધ કર્યો હતો. પાર્ટી પૂરી થયા પછી જ્યારે બસીર કાર તરફ જવા લાગ્યો, ત્યારે તે કેમેરામેન તેને જોઈને ગાળો બોલવા લાગ્યો. આ જોઈને બસીરે તેને મારવાનું શરૂ કરી દીધું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પ્રિન્સ નરુલા અને શિવ ઠાકરે દૂર ઊભા રહીને ઝઘડો જોઈ રહ્યા હતા. 'બિગ બોસ 19'નો સફર વિવાદોથી ભરેલો રહ્યો એક્ટર બસીર અલી ઓગસ્ટ 2025માં ટીવી પર પ્રસારિત થયેલા રિયાલિટી શો 'બિગ બોસ 19'નો સ્પર્ધક બન્યો હતો. બાદમાં તેને શોમાંથી એલિમિનેટ કરી દેવામાં આવ્યો હતો. શો દરમિયાન તે સાથી સ્પર્ધકો સાથેના ઝઘડા અને નેહલ ચુડાસમા સાથેની મિત્રતા અને ત્યારબાદના વિવાદોને લઈને ચર્ચામાં રહ્યો હતો. 'બિગ બોસ' પહેલા તે 'એમટીવી રોડીઝ' અને 'સ્પ્લિટ્સવિલા 10' જેવા શો જીતીને લોકપ્રિયતા મેળવી હતી. તેણે ટીવી સિરિયલ 'કુંડલી ભાગ્ય'માં શૌર્ય લુથરાની ભૂમિકા પણ ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    Assembly Election Results 2026 LIVE: Amit Shah की रणनीति ,विजय की पॉपुलरिटी ने चुनाव बदला
    Next Article
    બંગાળમાં ભાજપ 187 બેઠકો પર આગળ, 11 જીતી:મમતા અને સુવેન્દુ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા; બહાર ભારે ફોર્સ તૈનાત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment