Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડોનેશિયામાં ધગધગતા લાવા સાથે ફાટ્યો ભયાનક જ્વાળામુખી, VIDEO:તેની રાખ આકાશમાં 50,000 ફૂટ ઊંચે સુધી પહોંચી, લોકોને એલર્ટ રહેવા સૂચના

    6 hours ago

    ઇન્ડોનેશિયાના માઉન્ટ અનાક ક્રાકાટોઆમાં રવિવારે જોરદાર વિસ્ફોટ થયો. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ લગભગ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ. એરપોર્ટ ઓપરેટરના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે 301 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. જેમાં 58 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ સામેલ છે. હાલમાં જાન-માલના નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી. જ્વાળામુખી વિસ્ફોટ સંબંધિત તસવીરો રાખને કારણે રનવે પરની ફ્લાઇટ્સ રોકવી પડી જ્વાળામુખીની રાખ હવા સાથે ઉડીને એરપોર્ટ સુધી પહોંચી ગઈ હતી. આ પછી, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફ્લાઇટ્સ રોકવી પડી. સિંગાપોર એરલાઇન્સે રવિવારની જકાર્તા આવતી-જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી. એરએશિયાએ પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરી અથવા રી-શેડ્યૂલ કરી. ગરુડ ઇન્ડોનેશિયાએ મુસાફરોને એરપોર્ટ આવતા પહેલાં તેમની ફ્લાઇટની સ્થિતિ અને સત્તાવાર ડિજિટલ ચેનલ તપાસવા જણાવ્યું. લોકોને સાવચેત રહેવાની સલાહ જ્વાળામુખીની રાખ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ છે. ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી BNPB એ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. લોકોને માસ્ક અને ચશ્મા પહેરવાની સલાહ આપવામાં આવી છે. ઇન્ડોનેશિયાના 5 જ્વાળામુખી એલર્ટ લેવલ-3 પર અનાક ક્રાકાટોઆમાં શુક્રવારે મોડી રાતથી સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. તે 2 જુલાઈથી એલર્ટ લેવલ-3 પર છે. ઇન્ડોનેશિયામાં આ બીજું સૌથી ઊંચું એલર્ટ સ્તર છે. આ ઉપરાંત માઉન્ટ સેમેરુ, માઉન્ટ મેરાપી, લેવોટોબી લાકી-લાકી અને સિનાબુંગ પણ એલર્ટ લેવલ-3 પર છે. રવિવારે માઉન્ટ સેમેરુમાં પણ વિસ્ફોટ થયો. તેનાથી જ્વાળામુખીની ટોચ પરથી લગભગ 1 કિલોમીટર ઉપર સુધી રાખ પહોંચી. જ્વાળામુખી મોનિટરિંગ એજન્સી PVMBG એ લોકોને તેના ક્રેટરથી ઓછામાં ઓછા 5 કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. એજન્સીએ ગરમ રાખ અને લાવાના પ્રવાહ અંગે પણ ચેતવણી આપી છે. હાલ સુનામીનો ખતરો નથી અધિકારીઓના મતે, અનાક ક્રાકાટોઆના વિસ્ફોટથી હાલ સુનામીનો ખતરો નથી. આ જ્વાળામુખી તે જગ્યાની નજીક બન્યો છે, જ્યાં ક્યારેક ક્રાકાટોઆ નામનો જ્વાળામુખી હતો. 1883માં ક્રાકાટોઆમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ સુનામી આવી હતી. તેમાં 36 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 2018માં અનાક ક્રાકાટોઆના વિસ્ફોટથી પણ સુનામી આવી હતી. જેમાં જાવા અને સુમાત્રા ટાપુઓ પર 400થી વધુ લોકોના મોત થયા હતા. દુનિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં છે ઇન્ડોનેશિયામાં 120 થી 130 સક્રિય જ્વાળામુખી છે. તેમાંથી લગભગ 69 જ્વાળામુખી એવા છે જેમની 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં આટલા જ્વાળામુખી હોવાનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તાર રિંગ ઓફ ફાયરમાં આવે છે, જ્યાં પૃથ્વીની પ્લેટોની હલચલ વધુ હોય છે. જ્વાળામુખી શું છે? જ્વાળામુખી એ પૃથ્વીની સપાટી પર હાજર કુદરતી તિરાડો છે. આના દ્વારા મેગ્મા, લાવા, રાખ વગેરે જેવા પીગળેલા પદાર્થો વિસ્ફોટ સાથે પૃથ્વીના આંતરિક ભાગમાંથી બહાર આવે છે. પૃથ્વી પર હાજર 7 ટેક્ટોનિક પ્લેટ્સ અને 28 સબ-ટેક્ટોનિક પ્લેટ્સની અથડામણને કારણે જ્વાળામુખીની રચના થાય છે. ------------------------------ આ સમાચાર પણ વાંચો: કોંગોમાં લગ્ન સમારોહમાં આગ, 22ના મોત:ઘણા ઘાયલ; બચી ગયેલા લોકો સાંકડી શેરીઓમાં ફસાયા, રસ્તા પર મૃતદેહો મળ્યા કોંગોની રાજધાની કિન્શાસામાં લગ્ન સમારોહ દરમિયાન બિલ્ડિંગમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 22 લોકોના મોત નીપજ્યાં છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. આગ શુક્રવારે રાત્રે ઉત્તરી કિન્શાસાના લિંગવાલા વિસ્તારમાં એક ઇમારતમાં લાગી હતી અને શનિવારે સવાર સુધી ચાલુ રહી હતી. આગ લાગ્યા બાદ લગ્નમાં હાજર લોકોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. બિલ્ડિંગના સાંકડા રસ્તાઓ અને ગલીઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાથી પરિસ્થિતિ વધુ વણસી હતી. લોકો એકબીજાને ધક્કા મારીને બહાર નીકળવાનો પ્રયાસ કરતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    MP Chitrakoot Flood 2026: CM Yogi ने बाढ़ पीड़ितों के लिए किया बड़ा एलान |Nepal Flod |PM Awas Yojana
    Next Article
    દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી, 1નું મોત:અનેક કાટમાળ નીચે દટાયા; તેમાં મોટાભાગના દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અહીં PGમાં રહેતા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment