Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્યા 'દંગલ' ખેલાયું ત્યાં બીજા દિવસે પણ ફફડાટ: VIDEO:ગ્રામજનોએ કહ્યું-ગામની કોઇ પણ દીકરીને ઉપાડી જવાની વાતો કરતાં; '5 દિવસ બંદોબસ્ત રાખજો', 1 હજાર સામે FIR

    1 day ago

    ભાભરના રુણી ગામના ચૌધરી સમાજની યુવતીએ ઉણ ગામના રબારી સમાજના યુવક પ્રેમ લગ્ન કરતાં ચૌધરી સમાજે દીકરીને પરત લાવવા ગઈકાલે મહાસંમેલન કર્યું હતું. જે બાદ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉણ ગામે પહોંચ્યા હતા. જ્યાં બે સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી ગાડીઓમાં તોડફોડ કરી હતી. ત્યારે આજે બીજા દિવસે પણ ગામમાં અજંપાભરી શાંતિ છે, ગામમાં 200થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત યથાવત્ છે. બીજી તરફ પોલીસે ગ્રામજનો સાથે શાંતિ સમિતિની બેઠક કરી 16 લોકો નામ જોગ છે સહિત 800થી 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. 'જે વ્યક્તિ માટે ગામમાં ધિંગાણુ થયું એ અહીં આવતો જ નથી' ગામના અગ્રણી વાલાભાઈ દેસાઈએ જણાવ્યું કે, જે વ્યક્તિ માટે ગામમાં ધિંગાણુ થયું એ વ્યક્તિ અહીં આવતો જ નથી. અમે એને કોઇ સહકાર જ નથી આપતા છતા અમારા ગામ પર હુમલો કર્યો. પોલીસ પ્રશાસને અમને સહકાર આપ્યો. બેથી ત્રણ હજાર લોકોનું ટોળુ હોવા છતાં થરા પોલીસે કોઇ અનિચ્છીય બનાવ ન બનવા દીધો એ માટે અમે પોલીસ પ્રશાસનનો આભાર માનીએ છીએ. હાલ ગામમાં શાંતિ છે. તપાસ માટે એફ.એસ.એલની મદદ લીધી છે: DySP બનાસકાંઠા DySP સી.એલ. સોલંકીએ જણાવ્યું કે, ગઇકાલે તમામ સમાજના સહકાર અને પોલીસની સમયસુચકાથી મોટો બનાવ બનતા રહી ગયો છે. હાલ શાંતિનો માહોલ છે, અમારી અપીલ છે કે સોશિયલ મીડિયામાં કોઇને અફવા ફેલાવવી નહીં. અમે ગામના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક કરી છે. તપાસના ભાગ રુપે એફ.એસ.એલની પણ મદદ લેવામાં આવી છે. ઉણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચૌધરી સમાજની દીકરી માટે જ્યા 'દંગલ' ખેલાયું તે ઉણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લોકોએ આખી રાત ભયના માહોલ વચ્ચે વિતાવી હતી. ત્યારે આજે બીજા દિવસે પણ આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું છે. ગામમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલું છે. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગ્રામજનો હજી પાંચ દિવસ ગામમાં આવી જ રીતે પોલીસ બંદોબસ્ત રહે એવી માંગ કરી રહ્યા છે. 'અમુક તત્વોને કાયદાનો કોઇ ડર નથી' ઉણ ગામના તોગુભા વાઘેલાએ જણાવ્યું કે, અમારા ગામમાં અઢારે વરણના લોકો રહે છે. ચૌધરી સમાજના અમુક યુવાનો ગઇકાલે ગામ વિશે અભદ્ર શબ્દો બોલ્યા છે, એવું બોલ્યા કે ગામની કોઇ પણ દીકરીને ઉપાડી જશું, એ વ્યાજબી નથી. આવા અમુક તત્વોને કાયદાનો કોઇ ડર નથી, એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. 'ગામના તમામ સમાજને ભય છે કે હવે આગળ શું થશે?' ગામના વી.ટી. ઝાલાએ જણાવ્યું કે, ગઇકાલે દોઢ-બે વાગ્યે ઉણ ગામ પર ટોળાએ ધોકા-લાકડીઓ લઇને હુમલો કર્યો. રબારી સમાજ નહીં પણ ગામની તમામ વરણને ભય છે કે હવે આગળ શું થશે? હાલ ગામમાં 200થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત છે પણ અમારી સરકારને વિનંતી છે કે આગામી પાંચ દિવસ કડક બંદોબસ્ત યથાવત્ રાખે. 'પોલીસ બંદોબસ્ત હતો એટલે સંયમતા રહી' ઉણ ગામના રણુભા વાઘેલાએ જણાવ્યું કે, ગઇકાલે રુણીમાં ચૌધરી સમાજના લોકો ભેગા થયા અને એ બાદ ઉણ ગામ પર હુમલો કર્યો અને એવું કહેતા હતા કે અમે ગમે એવી ઉણ ગામની દીકરી ઉપાડી જઇશું. સરકારને અમારી વિનંતી છે કે એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. ગઇકાલે ગામમાં પોલીસ બંદોબસ્ત હતો એટલે સંયમતા રહી છે, આજે ગામમાં શાંતિનો માહોલ છે. 'અચાનક ટોળુ આવ્યું અને ગામમાં મોટુ નુકસાન કર્યું' ગામના રામજીભાઇએ જણાવ્યું કે, ગઇકાલે અમને કોઇ જાણ જ નહોતી કે આવું થશે. અચાનક ટોળુ આવ્યું અને ગામમાં મોટુ નુકસાન કર્યું છે. બાજુમાં કોલેજ છે ત્યાં પરીક્ષા ચાલુ હોવા છતાં ટોળાએ ઘેરાવો કર્યો હતો. આજે આમ શાંતિ છે પણ ભયનો માહોલ છે. અમારી પોલીસ તંત્રને વિનંતી છે કે આજે તો બંદોબસ્ત છે પણ આગામી પાંચ દિવસ ગામમાં પોલીસ બંદોબસ્ત રાખે. 'પોલીસે શાંતિ સમિતિની બેઠક કરી' ઉણ ગામના પૂર્વ સરપંચ હનુભા વાઘેલાએ જણાવ્યું કે, ગઇકાલે જે બનાવ બન્યો એના અનુસંધાને પોલીસ અધિકારીઓએ આજે ગામમાં શાંતિ સમિતિની બેઠક રાખી હતી. જેમાં તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા. ગામમાં શાંતિ બની રહે એવા તમામ પ્રયાસ છે. સાંજ પડતા જ લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા ગઇકાલે બબાલ બાદ સાંજ પડતા જ ગામના તમામ લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. ગામની ગલીઓમાં કોઈ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. પોલીસે સમગ્ર સ્થિતિને કંટ્રોલ કરી લીધી હતી. ગામમાં બસ પોલીસના સાયરન જ સંભળાઈ રહ્યા હતા. બહારથી અવર-જવર પર રોક લગાવવામાં આવી હતો. હુમલાખોરો દ્વારા નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો, જેને બાદમાં પોલીસે ખુલ્લો કરાવ્યો હતો. હાઈવે પર તોડફોડ કરાયેલી ગાડીઓ પણ જોવા મળી હતી. હવે જાણો કે સમગ્ર મામલો શું છે અને ગઇકાલે ઉણ ગામમાં શું બન્યું? પાટણ જિલ્લાના રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. જેમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. જે બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેમને સંતાનમાં એક બાળક પણ છે. જોકે, હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે. આગેવાનોએ જવાબદારી લીધી હોવા છતાં ટોળુ ન માન્યું કંકુ ચૌધરીને પરત લાવવા ગઇકાલે ભાભરના રુણી ગામમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. ચૌધરી સમાજના મહાસંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનોએ દીકરીને પરત લાવવાની જવાબદારી પણ લીધી હતી. જોકે, કેટલાક લોકોના ઉશ્કેરણીભર્યા નિવેદનોને લઇને યુવાનોમાં આક્રોશ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં ટોળું ઓગડના ઉણ ગામ પહોંચ્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કર્યો હતો. કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમાર્યો કર્યો આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યા ટોળાએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ટીયર ગેસ છોડ્યો હતો. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે દિવસ પહેલા કંકુ ચૌધરીએ વીડિયો વાયરલ કર્યો હતો આ વિવાદ પહેલાં કંકુ ચૌધરીએ રબારી અને ચૌધરી સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, તેઓ 31 માર્ચ, 2024ના રોજ પોતાની મરજીથી ઘરેથી નીકળ્યા હતા અને મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા છે. તેઓ હિન્દુ રીત-રિવાજ મુજબ પરણ્યા છે અને તેમને એક વર્ષનો દીકરો પણ છે. ‘મારા દીકરાને દૂર કરી મા-બાપ વગરનો ન બનાવવામાં આવે’ કંકુબેને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે, તેમને તેમના દીકરાથી દૂર ન કરવામાં આવે અને તેને મા-બાપ વગરનો ન બનાવવામાં આવે. આગેવાનો જે પણ નિર્ણય લે તેવો લે કે તેમનો પરિવાર ન વિખેરાય. હવે જુઓ ગઇકાલની કેટલીક તસવીર.
    Click here to Read More
    Previous Article
    હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલો યુવક 5 દિવસના રિમાન્ડ પર:ઘરમાંથી 10 લાખનો વધુ 296 ગ્રામ જથ્થો મળ્યો, મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ભરી રાજકોટ લઇ આવતો હતો
    Next Article
    Exercise Amogh Jwala: Apache attack helicopters and mechanised forces unite in Army Southern Command’s latest drill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment