Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરોઈન જેવી લાગતી મોડલના મોતનો VIDEO:કાર બેકાબૂ થઈને ડિવાઈડર પર ચડી, મિત્રના ઘરેથી પાછી ફરી રહી હતી

    9 hours ago

    જયપુરમાં સોમવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં મોડેલ રહી ચૂકેલી યુવતીનું મોત થયું હતું. તે હાલ સ્ટેજ એન્કરિંગ કરતી હતી. મોડી રાત્રે તે પોતાની સહેલીના ઘરેથી પરત ફરી રહી હતી. ઘરે પરત ફરતી વખતે તેની કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર પર ચડી ગઈ અને પલટી ખાઈ ગઈ. આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. એક્સિડન્ટ પોલીસ સ્ટેશન (સાઉથ)ના હેડ કોન્સ્ટેબલ કૈલાશે જણાવ્યું કે, આ અકસ્માતમાં માનસરોવરની એસએફએસ કોલોની નિવાસી હર્ષિલ કાલિયા (30) પુત્રી અરવિંદ કાલિયાનું મોત થયું હતું. રાત્રે લગભગ 11:30 વાગ્યે યુવતી કારથી ઘરે પરત ફરી રહી હતી. શિપ્રાપથ રોડ પર નગર નિગમ કાર્યાલય પાસેના વળાંક પર કાર બેકાબૂ થઈ ગઈ, ડિવાઈડર પર ચડી અને પલટી ગઈ. માથામાં ગંભીર ઈજા થઈ હતી કાર પલટી જવાના કારણે યુવતીના માથામાં ગંભીર ઈજા થઈ હતી. રાહદારીઓની સૂચના પર શિપ્રાપથ અને એક્સિડન્ટ સાઉથ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ક્ષતિગ્રસ્ત કારને સીધી કરાવી અને ઘાયલ હર્ષિલને ગંભીર હાલતમાં જયપુરિયા હોસ્પિટલ પહોંચાડી. ત્યાં ડોકટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી. માથું ફાટવાથી થયું મૃત્યુ હર્ષિલ તેની સહેલીને મળીને પાછી ઘરે ફરી રહી હતી. કાર પલટતા માથા સહિત અડધો ભાગ બારીમાંથી બહાર આવી ગયો. શરીરનો અડધો ભાગ કારની અંદર હતો. માથું ફાટવાથી યુવતીનું મૃત્યુ થયું.
    Click here to Read More
    Previous Article
    Benne to open soon in Chowpatty; Deepika Padukone and Ranveer Singh spotted at trials for friends and family
    Next Article
    કેન્દ્ર સરકારે UDAN 2.0 યોજનાને મંજૂરી, 100 એરપોર્ટ બનશે:ઈમિગ્રેશન, વિઝા અને વિદેશી નાગરિક ટ્રેકિંગ સંબંધિત IVFRT યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment