Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાન્સ, પૂલ પાર્ટી અને મોત...VIDEO:યુવકે 4 ફૂટ ઊંડા પૂલમાં 8 ફૂટની ઊંચાઈ પરથી કૂદકો માર્યો, માથું ફ્લોર સાથે ધડાકાભેર અથડાતા જ જીવ ગયો

    1 day ago

    મહારાષ્ટ્રના સિંધુદુર્ગના એક રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં માથાભેર છલાંગ લગાવવાથી યુવકનું મોત થયું. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. મૃતકની ઓળખ શ્રીનિક મિલિંદ ટાકલે તરીકે થઈ છે. તે કોલ્હાપુર જિલ્લાનો રહેવાસી હતો. વીડિયોમાં તે લગભગ 8 થી 10 ફૂટની ઊંચાઈએથી સ્વિમિંગ પૂલમાં માથાભેર છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે. આ પછી તેનું માથું પૂલના ફ્લોર સાથે અથડાય છે. ગંભીર ઈજા થવાથી શ્રીનિકનું મોત થાય છે. ઘટનાની 3 તસવીરો… સ્વિમિંગ પૂલની ઊંડાઈ આશરે 4 ફૂટ હતી પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનિકે જે સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવી હતી, તેની ઊંડાઈ આશરે 4 ફૂટ હતી. અકસ્માત બાદ તેના મિત્રો તેને તરત જ માલવણ ગ્રામીણ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. શ્રીનિક 20 જૂને તેના 9 મિત્રો સાથે રજાઓ માણવા માલવણના વાયરી વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. આ દરમિયાન સ્વિમિંગ પૂલમાં અકસ્માત થયો હતો. અકસ્માતના થોડા સમય પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં શ્રીનિક ટાકલે તેના મિત્રો સાથે સ્વિમિંગ પૂલના કિનારે ડાન્સ કરતો જોવા મળે છે. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. -------------------------- આ સમાચાર પણ વાંચો… સિયાએ ઇશારો કર્યો અને ચેતને કેતનને ધક્કો મારી દીધો:પોલીસનો દાવો- કેતન પડતી વખતે સિયાને પકડી ન શકે એટલે તે બહાનું કરીને બેસી ગઈ પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં પોલીસે અનેક ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 18 જૂને લોહગઢ કિલ્લા પર સિયા ગોયલે પાણી પીવાના કે બૂટની દોરી બાંધવાના બહાને બેસીને ચેતન ચૌધરીને ઈશારો કર્યો હતો. ત્યારબાદ પાછળ ચાલી રહેલા ચેતને કેતનને ખાઈમાં ધક્કો મારી દીધો... પૂરા સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    India vs Ireland Highlights, 2nd T20: IRE win by 1 run to whitewash IND 2-0 in Belfast
    Next Article
    જગન્નાથજીની જળયાત્રા શરૂ, સાંજે ભગવાન મોસાળમાં જશે:સૌપ્રથમ હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યાં, અખાડાની કરતબો; જય જગન્નાથ અને ગોપાલના નાદથી વાતાવરણ ગુંજ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment