Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VIDEO: માત્ર 21 સેકન્ડમાં 26 ધોકા!:રાજકોટમાં શ્વાન ભસ્યું તે ન ગમતા પિતા-પુત્ર તૂટી પડ્યા, બચાવવા વચ્ચે પડેલી મહિલાને પણ માર મારવાની કોશિશ

    2 days ago

    રાજકોટના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાં માનવતાને પણ શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલ્યાણ પાર્ક વિસ્તારમાં પિતા-પુત્રની જોડીએ પાડોશમાં રહેતા એક શ્વાન પર લાકડી અને પાઈપ વડે અત્યંત ક્રૂરતાથી હુમલો કર્યો હતો. માત્ર 21 સેકન્ડના સમયગાળામાં હુમલાખોરોએ અબોલ શ્વાનને 26 જેટલા ઘા ઝીંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા નગરજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. શ્વાનનું ભસવું પાડોશીને ન ગમ્યું કલ્યાણનગર શેરી નંબર-4માં રહેતા ક્રિષ્નાબેને પરમારે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી આ શ્વાનને પાળી રહ્યા છે. આ શ્વાન ભસે તે બાબત પાડોશમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિરાજસિંહને પસંદ નહોતી. ગઈકાલે જ્યારે શ્વાન ઘરે ડેલા પાસે બાંધેલું હતું, ત્યારે બંને પિતા-પુત્ર એકાએક લાકડી અને પાઈપ લઈને ત્યાં ધસી આવ્યા હતા અને શ્વાન પર તૂટી પડ્યા હતા. બચાવવા ગયેલી મહિલા સાથે પણ ઝપાઝપી ક્રિષ્નાબેને અવાજ સાંભળીને બહાર આવી જોયું તો પાડોશીઓ અબોલ જીવને નિર્દયતાથી મારી રહ્યા હતા. જ્યારે તેમણે શ્વાનને બચાવવા માટે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરોએ તેમને પણ ધક્કો મારીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં શ્વાન ગંભીર રીતે ઘાયલ થયું છે. ‘અબોલ પશુને સાચવી ન શકો તો મારવાનો પણ અધિકાર નથી’ અબોલ જીવ પર થયેલા આ ઘાતકી હુમલા બાદ ક્રિષ્નાબેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટના અંગે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, "જો કોઈ અબોલ જીવને સાચવી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈને આ રીતે મારવાનો કોઈને અધિકાર નથી." અત્યારે આ સમગ્ર મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં સ્ટેડિયમ બહાર લઈ જવો પડ્યો, પંજાબને માંડ-માંડ ઓપનિંગ જોડીની વિકેટ મળી
    Next Article
    હિંમતનગર હરસિદ્ધિ માતાજી મંદિરનો 40મો પાટોત્સવ યોજાયો:ધજારોહણ અને નવચંડી હવન સાથે ભક્તિમય માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment