Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેન્કરમાંથી નીકળેલા મરેલા ઉંદરની અંતિમ યાત્રા કાઢી!: VIDEO:'હાય રે સરપંચ હાય હાય'ના નારા સાથે ગ્રામજનોનો વિરોધ; 12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી ગામ તરસ્યું

    6 days ago

    ખેડાના નડિયાદ તાલુકામાં આવેલા પીજ ગામે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની સમસ્યા ચાલી રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં પાણી ન મળતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ વચ્ચે પંચાયત દ્વારા મોકલાયેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મરેલા ઉંદરની અંતિમ યાત્રા કાઢી હતી. 'હાય રે સરપંચ હાય હાય'ના નારા લગાવી પંચાયત કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. પાણીની સમસ્યા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. 12 પંચાયતી બોર છતાં ગ્રામજનો પાણી માટે વલખા મારવા મજબૂર પીજ ગામમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓને ઘરકામમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ગામમાં 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા છતાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાણીની તંગી દૂર કરવા માટે ગ્રામજનોએ પંચાયત પાસે ટેન્કરની માંગણી કરી હતી, પરંતુ આ ટેન્કરના પાણીમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. જેથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોવાની લાગણી વ્યાપી હતી. મરેલો ઉંદર નીકળતાં જ ગ્રામજનો ચોંકી ઉઠ્યા સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પંચાયત દ્વારા જે ટેન્કર મોકલવામાં આવ્યું હતું, તેમાંથી શરૂઆતમાં અનેક પરિવારોએ પાણી ભરી લીધું હતું અને તેનો ઘર વપરાશમાં ઉપયોગ પણ કર્યો હતો. કેટલાક લોકોએ આ પાણીને પીવા માટે પણ ઉપયોગ કરી લીધો હતો. જોકે, ટેન્કરમાંથી પાણી ખાલી થવા આવ્યું ત્યારે અંદરથી મરેલો ઉંદર બહાર નીકળ્યો હતો. આ દ્રશ્ય જોઈને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા અને ગંદુ પાણી પીવાના કારણે બીમારી ફેલાવવાની દહેશત વ્યક્ત કરી હતી. કોઈ બીમાર પડશે તો જવાબદારી કોની? આ મામલે ગામના મહિલા ગૌરીબેન પંચાલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 થી 5 દિવસથી પાણીની સમસ્યાને કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ટેન્કરમાં મરેલા ઉંદરવાળા પાણીનો ઉપયોગ કરી લીધા બાદ જો કોઈ ગ્રામજન બીમાર પડશે તો તેની જવાબદારી કોણ લેશે. ઘણી વખત પાણીની આવી સમસ્યા સર્જાઈ છે. અહિં પંચાયતમાં તાળા મારેલા છે કોઈ છે જ નહીં. અન્ય એક મહિલા પ્રેમીલાબેન પંચાલે પંચાયતની કામગીરી સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, પાણી સમયસર મળતું નથી, પરંતુ વેરો ઉઘરાવવા માટે પંચાયતના માણસો સમયસર આવી જાય છે. પાણી મળતું જ નથી, અમે અત્યારે પંચાયત કચેરીમાં આવ્યા છીએ પણ અહિં સરપંચ, તલાટી કે કોઈ હાજર નથી. ગ્રામજનોએ પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા ગ્રામજન પ્રવિણ પટેલે પણ આ ઘટનાને ગંભીર ગણાવતા કહ્યું હતું કે, પંચાયતે મોકલેલા ટેન્કરમાંથી ઉંદર નીકળ્યો છે. બે ત્રણ લોકોએ પાણી પીધું છે. જો આ દૂષિત પાણીથી કોઈને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પંચાયત તંત્રની રહેશે. એક જ પટ્ટામાં બે ટાંકી બનાવેલી છે. બન્ને વચ્ચે માત્ર 18 ફૂટનું અંતર છે છતા પાણી મળતું નથી. ઉનાળો ચાલે છે ત્યારે કોઈને ત્યા પ્રસંગ હોય તો પાણી ક્યાથી લાવે. 6 મહિનાથી નવી ટાંકી બની છે પણ હજુ તેમાં પાણી નથી આવતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામજનોએ પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. માત્ર બે દિવસથી જ પાણી નથી આવતુંઃ સરપંચ બીજી તરફ આ સમગ્ર મામલે પીજ ગામના સરપંચ શીતલબેન તડવીએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા વાલ્વ જામ થઈ જવાના કારણે સર્જાઈ હતી અને તેનું સમારકામ હાલ ચાલુ છે. તેમણે ગ્રામજનોના આક્ષેપોને નકારતા કહ્યું હતું કે, પાણી પુરવઠો છેલ્લા ચાર દિવસથી નહીં પણ રવિવાર સાંજથી એટલે કે માત્ર 2 દિવસથી જ બંધ છે. હાલમાં ધીમા ફોર્સથી પાણી આપવામાં આવી રહ્યું છે જેથી લોકોને તકલીફ ન પડે. ટેન્કરમાંથી ઉંદર નીકળવાની ઘટના અંગે સરપંચે બચાવ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે પણ ક્યારેય આવો બનાવ બન્યો નથી. ટેન્કરમાં ઉંદર કઈ રીતે ગયો તે બાબત શંકાસ્પદ છે અને આ પંચાયતને હેરાનગતિ કરવાનું કોઈનું કૃત્ય હોઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ પોતે આ બાબતે રૂબરૂ તપાસ કરશે કે ખરેખર શું વિષય છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, PBKS vs GT LIVE Cricket Score: Gill-Sudharsan start for Gujarat vs Punjab in Mullanpur
    Next Article
    રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે 5 દિવસીય AI વર્કશોપ યોજાયો:AI પર શિક્ષકોને માર્ગદર્શન, કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment