Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડન ફાર્મમાં ગરબા કોમ્પિટિશનમાં દારૂડિયાઓનો હોબાળો, VIDEO:સૌરાષ્ટ્ર ઓપન ગરબા કોમ્પિટિશનની 12 વાગ્યાની પરમિશન છતાં 1 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેતા મારામારી

    1 day ago

    જૂનાગઢના ખલીલપુર ચોકડી નજીક આવેલા ગોલ્ડન ફાર્મ ખાતે ગઈકાલે(19 સપ્ટેમ્બર) થનગનાટ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્ર ઓપન ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ કોલેજો અને સંસ્થાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ગરબે ઘૂમવા માટે એકત્રિત થયા હતા. જોકે, હજારો લોકોની મેદની વચ્ચે મોડી રાત્રે અચાનક ઉગ્ર બબાલ અને છૂટાહાથની મારામારી સર્જાતાં સમગ્ર કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો હતો અને ઉપસ્થિત લોકોમાં ભારે હડકંપ મચી ગયો હતો. આયોજકો પાસે રાત્રે 12 વાગ્યા સુધી જ સત્તાવાર રીતે ગરબા અને લાઉડસ્પીકર વગાડવાની પરમિશન હતી. આમ છતાં નિયમોના ધજાગરા ઉડાડીને મોડી રાત્રે 1 વાગ્યા સુધી ગરબાનો કાર્યક્રમ ધમધમતો રાખ્યો હતો. આ સમયમર્યાદાના ભંગ વચ્ચે કેશોદથી આવેલા કેટલાક અસામાજિક અને ઉપદ્રવી ઈસમો કથિત રીતે દારૂ પીધેલી નશાની હાલતમાં ગરબા સ્થળે ઘૂસી ગયા હતા. તેમણે ગરબે રમતી યુવતીઓ અને મહિલાઓ સાથે અસભ્ય વર્તન તેમજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. ગોલ્ડન ફાર્મ ગરબામાં હોબાળાની 3 તસવીર આયોજક સાથે ઉગ્ર માથાકૂટ કરીને મારામારી કરી ​અસામાજિક તત્વોના અસભ્ય વર્તનને રોકવા માટે જ્યારે આયોજકો વચ્ચે પડ્યા, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. દારૂડિયાએ આયોજક સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને આયોજકના પત્નીને ભૂંડી ગાળો ભાંડીને તેમની સાથે મારપીટ કરી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. યુવાનોના બે જૂથો વચ્ચે જાહેરમાં છૂટાહાથની મારામારી સાથે ગાળાગાળીની વણઝાર સર્જાઈ હતી, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે અટકાયત કરી મામલો થાળે પાડ્યો ​પરિસ્થિતિ વણસતાં જાગૃત નાગરિકો અને આયોજકોએ તુરંત કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને અશાંતિ સર્જનાર તત્વોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે મોડી રાત્રે આયોજકો અને સામા પક્ષ વચ્ચે અંદરોઅંદર સમાધાનનો ખેલ ખેલાયો હતો. આયોજનની નિયત સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં રાત્રે 1 વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવા બદલ પોલીસે આયોજકો સામે જાહેરનામાના ભંગનો કોઈ ગુનો નોંધ્યો ન હતો, જેને લઈને પોલીસની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. 'કેશોદથી અમુક અજાણ્યા ઈસમો દારૂ પીધેલી હાલતમાં આવી ચડ્યા હતા' 'થનગનાટ સૌરાષ્ટ્ર ગરબા કોમ્પિટિશન'ના આયોજક ખુશી બાંભણિયાએ જણાવ્યું હતું કે, અમે નિયમ મુજબ પરમિશન લઈને જ આ સૌરાષ્ટ્ર ઓપન ગરબા કોમ્પિટિશનનું સુંદર આયોજન કર્યું હતું. પરંતુ કાર્યક્રમ દરમિયાન કેશોદથી અમુક અજાણ્યા ઈસમો દારૂ પીધેલી હાલતમાં આવી ચડ્યા હતા. તેઓ સ્થળ પર આવીને ગાળાગાળી કરવા લાગ્યા હતા અને મોટો હંગામો મચાવીને માથાકૂટ કરવા લાગ્યા હતા. આ અસામાજિક તત્વોના ઉપદ્રવને કારણે જ અમારે તાત્કાલિક પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બે પક્ષો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઘર્ષણ થયું હતું એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ખલીલપુર વિસ્તારમાં જે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં બે પક્ષો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ અને ઘર્ષણ થવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આ સમગ્ર મામલે બંને પક્ષો અને આયોજકોની પૂછપરછ હાથ ધરીને પોલીસે વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને ટામેટા મળ્યા:મેસમાં સ્ટુડન્ટ્સની રેડ, એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળી; ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા જવાબદાર સામે કાર્યવાહીની માંગ
    Next Article
    વલસાડમાં 150થી વધુ દીકરીઓ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે:31 જાન્યુઆરી, 2027ના રોજ ગુંદલાવ ખાતે 11મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment