Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધના કારણે મોરબીમાં સિરામિક પછી હવે પેપર મિલો પણ સંકટમાં:US અને ગલ્ફ દેશોમાંથી આયાત કરેલા 800 કન્ટેનરો ફસાયા, 75માંથી 54 મિલો જ કાર્યરત; ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો

    15 hours ago

    ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. મોરબીની પેપર મિલો માટે US અને GCC (ગલ્ફ દેશો)થી આયાત કરવામાં આવેલા વેસ્ટ પેપરના અંદાજે 800થી વધુ કન્ટેનરો હાલ વિશ્વના વિવિધ દરિયાઈ બંદરો પર ફસાયેલા છે. કાચા માલની આ તંગીને કારણે ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી છે. 75માંથી 54 મિલ કાર્યરત છે અને ઉત્પાદનમાં 60 ટકા જેટલું જ થઈ રહ્યું છે. ઉત્પાદનમાં 40%નો ઘટાડો મોરબી પેપર મિલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિસ્તારની કુલ 75 પેપર મિલોમાંથી હાલ માત્ર 54 મિલો જ કાર્યરત છે. ચાલુ રહેલી મિલો પણ તેમની 100% ક્ષમતા સામે માત્ર 60% ઉત્પાદન કરી રહી છે. માગના અભાવે અને કાચા માલની અછતને લીધે સરેરાશ મહિનામાં માત્ર 10 દિવસ જ કામકાજ ચાલી રહ્યું છે. ખર્ચમાં તોતિંગ વધારો અને માગમાં ઘટાડો યુદ્ધની સ્થિતિને લીધે પેપર ઉદ્યોગમાં ઈંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં વધારો થયો છે. સાથોસાથ, શિપિંગ લાઈનો દ્વારા કન્ટેનરના ભાડામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, મોરબીના અંદાજે 600 જેટલા સિરામિક એકમો અને પેકેજિંગ એકમો બંધ હોવાથી તૈયાર માલ (ક્રાફ્ટ પેપર)ની સ્થાનિક માગ પણ તળિયે પહોંચી ગઈ છે. ઉદ્યોગકારો માટે 'બેવડો માર' શ્રમિકોનો ખર્ચ: ઉત્પાદન ઓછું હોવા છતાં કુશળ શ્રમિકોને સાચવી રાખવા માટે ઉદ્યોગકારોએ પગાર સહિતના દૈનિક ખર્ચાઓ ભોગવવા પડી રહ્યા છે. બેંક લોનનું ભારણ: મોટાભાગના એકમો બેંક લોન પર કાર્યરત છે. વેપાર ઠપ્પ હોવા છતાં વ્યાજ અને હપ્તાની ચૂકવણી ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની છે. જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નૂર ભાડા (ફ્રેઈટ રેટ્સ-Freight rates)માં ઘટાડો નહીં આવે, તો મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મોટા દેવા હેઠળ દબાઈ જાય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Explained: Debate over CSAT as a ‘barrier to diversity’ in UPSC Civil Services Exam
    Next Article
    "Will Argue My Own Case": Arvind Kejriwal Seeks Judge's Recusal In Liquor Policy Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment