Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાં મહાયુદ્ધના ભણકારા:USની નાકાબંધી સામે ઈરાનનું 'ડેથ વોરંટ', હવે એક પણ બંદર સલામત નહીં રહે; પરમાણુ ડીલ પર 5 vs 20 વર્ષની શરતો વચ્ચે ખેંચતાણ

    20 hours ago

    મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ ગણાતા હોર્મુઝમાં અમેરિકાની આર્થિક નાકાબંધી સામે ઈરાને હવે ખુલ્લેઆમ 'ડેથ વોરંટ' જારી કરી દીધું છે. ઈરાનની આક્રમક ચેતવણી બાદ હવે ખાડી દેશોનું એક પણ બંદર સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે. બીજી તરફ, વર્ષોથી ચાલી રહેલી પરમાણુ ડીલ હવે શરતોની જાળમાં ફસાઈ છે. અમેરિકા જ્યાં આગામી 20 વર્ષ સુધીના કડક પ્રતિબંધો અને મોનિટરિંગનો આગ્રહ રાખી રહ્યું છે, ત્યાં ઈરાન માત્ર 5 વર્ષની શરત પર અડગ છે. આ '5 Vs 20' ની ખેંચતાણ વચ્ચે રાજદ્વારી રસ્તો બંધ થતા હવે રણશિંગા ફૂંકાય તેવા સંકેતો મળી રહ્યા છે. નાકાબંધી પર અમેરિકાને યુરોપિયન દેશોનો ટેકો નહીં નાકાબંધી પર અમેરિકાને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું નથી. ઘણા યુરોપિયન દેશોએ નાકાબંધીમાં જોડાવાનો ઇનકાર કર્યો, જ્યારે એક ઈરાની ટેન્કરે નાકાબંધીને પડકારતા રસ્તો પાર કર્યો. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયા માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી લગભગ 20% તેલનો પુરવઠો થાય છે. આ પહેલા ઈરાને પણ અહીં પશ્ચિમી જહાજોની અવરજવર રોકી દીધી હતી. સતત વધતા તણાવની અસર તેલ બજાર પર પણ દેખાઈ રહી છે. ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા સંઘર્ષ પછી કિંમતોમાં 50% સુધીનો ઉછાળો આવ્યો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું અને બાદમાં લગભગ 99 ડોલર પર આવી ગયું. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 14 April 2026: UP Workers Salary Hike & India-Russia Crude Oil Deal
    Next Article
    Iran Slams US Blockade As 'Grave Violation Of Sovereignty'

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment