Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પની ડ્રેગનને ચીમકી- ઈરાનને મદદ કરતા નહીં:આજથી હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરશે US, ઈરાનની નૌકાદળ ખતમ, 158 જહાજો તબાહ; અમેરિકા ઈરાન પર ફરી હુમલો કરી શકે

    23 hours ago

    અમેરિકા આજથી હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાગુ કરવા જઈ રહ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યાથી ઈરાનના બંદરો તરફ આવતા-જતા જહાજોને રોકવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નાકાબંધીનો હેતુ ઈરાનનું તેલ વેચાણ રોકવાનો છે. ટ્રમ્પ અનુસાર અન્ય ઘણા દેશો પણ આ પ્રયાસમાં અમેરિકાનો સાથ આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન થયું છે અને તેમનું નૌકાદળ લગભગ ખતમ થઈ ગયું છે. તેમણે કહ્યું કે 158 જહાજો તબાહ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં થયેલી વાટાઘાટો નિષ્ફળ થયા પછી અમેરિકા ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે બધા વિકલ્પો ખુલ્લા છે અને પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે. ટ્રમ્પની ચીનને ધમકી- ઈરાનને મદદ ન કરે ટ્રમ્પે ચીનને ઈરાનને મદદ ન કરવાની ધમકી આપી છે. તેમણે ગઈકાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો ચીન ઈરાનને સૈન્ય મદદ કરતું પકડાયું, તો તેના પર 50% સુધી ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે બ્રિટન અને કેટલાક અન્ય દેશો હોર્મુઝ સ્ટ્રેટમાં માઈન (બારુદી સુરંગ) હટાવનારા નૌસૈનિક જહાજો મોકલશે. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેમનો દેશ યોગ્ય સમય આવ્યે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરશે. તેઓ આ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમેરિકા લોક્ડ એન્ડ લોડેડ છે, એટલે કે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમેરિકી સેના ઈરાન પર કાર્યવાહી કરી શકે છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    અંનતની વાટે આશાતાઈ:11 વાગ્યાથી ચાહકો ને સેલેબ્સ અંતિમ દર્શન કરી શકશે, સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન થશે
    Next Article
    બંગાળ ચૂંટણી પહેલાં નેતાજીના પૌત્ર TMCમાં જોડાયા:ચંદ્ર કુમારે કહ્યું- ભાજપ ભાગલાવાદી રાજનીતિ કરે છે; આજે PMનો તમિલનાડુમાં વર્ચ્યુઅલ સંવાદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment