Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે કહ્યું- જ્ઞાનેશનું રાજીનામું લઈને જ રહીશું, ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ; ભાજપની હેટ્રિક, UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી ટળ્યો

    8 hours ago

    નમસ્તે, બિહારમાં ગંગા નદીમાં હોડી ઊંધી વળી જવાથી 13 બાળકોના મોત થયા છે. મૃતકોમાં છોકરીઓની સંખ્યા વધારે છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી સાંસદોએ ચા પર ચર્ચા કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે સરકારે UPI પેમેન્ટ્સ પર MDR લગાવવાને લઈને મોટી જાહેરાત કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મેરઠમાં વાદળી ડ્રમવાળી મુસ્કાન-સાહિલને સૌરભ હત્યાકાંડમાં સજા સંભળાવવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ ગાંધીએ કહ્યું- જ્ઞાનેશનું રાજીનામું અમારું મિશન:વિપક્ષ બોલ્યો- વોટ સાથે ધરણાસ્થળ પણ ચોરાઈ રહ્યા છે, પ્રદર્શન ચાલુ રહેશે, CECને સજા મળશે દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને INDIA બ્લોકની બેઠક બાદ વિપક્ષી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં લોકશાહીને બરબાદ કરવામાં આવી રહી છે અને આ લડાઈ અલગ-અલગ નથી, પરંતુ એક જ આંદોલન છે. તેમણે કહ્યું- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશનું રાજીનામું અમારું મિશન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- વોટ ચોરીના પ્લાનને ઉજાગર કરવા માટે વિપક્ષ સાથે મળીને ઊભો છે. તેજસ્વી યાદવ, સુપ્રિયા સુલે સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આરોપ લગાવ્યો કે વોટની સાથે હવે ધરણાસ્થળ પણ ચોરાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સામાન્ય લોકોના અધિકારોનું રક્ષણ કરવા અને લોકશાહી બચાવવા માટે આંદોલન ચાલુ રહેશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 2. 'SIR 2024માં આવ્યું, કોંગ્રેસ તો પહેલેથી જ હારી રહી છે':અમિત શાહે કહ્યું- રાહુલના નેતૃત્વમાં 2029ની ચૂંટણી પણ હારશે, વિપક્ષના પ્રદર્શન વચ્ચે પહેલું નિવેદન દેશભરમાં SIR અને ચૂંટણી પંચ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પહેલીવાર નિવેદન આપ્યું. તેમણે કહ્યું- રાહુલ ગાંધી SIRની આડમાં ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશની જનતા તેમના એજન્ડાને સારી રીતે સમજે છે. શાહે કહ્યું- હું રાહુલ અને તેમના સાથીઓને કહેવા માગું છું કે 2029માં ફરી એકવાર કારમી હાર માટે તૈયાર રહો. 2029ની લોકસભા ચૂંટણીમાં NDA ભારે બહુમતીથી જીત મેળવશે અને કોંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે. આ દેશની જનતા PM મોદી, ભાજપ અને NDA સાથે ઊભી છે. તમે આ સત્યને નકારી શકતા નથી. શાહે કહ્યું- બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ, તો પછી મશીનો પર સવાલ કેમ? શાહે ચૂંટણીના પરિણામો માટે બેલેટ મશીનોને જવાબદાર ઠેરવનારાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેઓ જે ચૂંટણીઓનો ઉલ્લેખ કરી રહ્યા છે, તે બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી. શાહે દાવો કર્યો કે તેથી ભાજપની જીત માટે બેલેટ મશીનોને જવાબદાર ઠેરવવાની દલીલ ફગાવી દેવામાં આવે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 3. UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જ દિવાળી સુધી ટળ્યો:₹2000થી વધુના વ્યવહાર પર 15 ઓક્ટોબરથી 0.4% ફી લાગવાની હતી; તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને નિર્ણય UPI પેમેન્ટ પર લાગતા MDR ચાર્જને દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ પહેલાં 15 ઓક્ટોબરથી લાગુ કરવાનો હતો. જેમાં દુકાનદારને કરાયેલા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગવાનો હતો. સામાન્ય લોકો વચ્ચે ટ્રાન્ઝેક્શન ફ્રી હતું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. NPCIએ જણાવ્યું છે કે તેને દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. સરકારના MDR પ્રોપોઝલની 3 મોટી વાતો… 2000થી વધુ રકમ પર દુકાનદારને મળતા પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે. 75 હજાર કે તેથી વધુના દરેક ટ્રાન્ઝેક્શન પર 300 રૂપિયા ફી રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને ઇંધણ પર 2000થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર 5 રૂપિયા ફ્લેટ ચાર્જ. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને નાણાં મોકલવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. આ ચાર્જ દુકાનદારે ચૂકવવો પડશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4. ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં:ભારતે નામ બદલ્યાં તો વાંધો ઉઠાવ્યો, તેમાં ગોગરા-હોટ સ્પ્રિંગ્સ પણ સામેલ; સેના વચ્ચે અહીં અથડામણ થઈ હતી ચીને લદ્દાખની 28 જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે. ચીને મંગળવારે આ જગ્યાઓનાં નામ નક્કી કરવાના ભારતના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો. ચીને કહ્યું કે આ વિસ્તારો અમારા છે અને ભારત નામ બદલવાથી કે નવું નામ રાખવાથી જમીન પરનો માલિકી હક બદલાશે નહીં. ભારતે 2 ઓક્ટોબરે આ જગ્યાઓનાં નામ સત્તાવાર રીતે નક્કી કર્યા હતા. તેમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા વિસ્તારો પણ સામેલ છે, જ્યાં 2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ થયો હતો. ચીન બોલ્યું- લદ્દાખને ભારતનું કેન્દ્રશાસિત પ્રદેશ માનતા નથી ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે મંગળવારે કહ્યું કે ચીન લદ્દાખને ભારત દ્વારા બનાવવામાં આવેલું કેન્દ્રશાસિત પ્રદેશ માનતું નથી. ચીને ભારતના આ પગલાને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે સરહદના પશ્ચિમ ભાગના આ વિસ્તારો તેના છે. માઓના જણાવ્યા મુજબ, ભારતના આ નિર્ણયથી સરહદના પશ્ચિમ ભાગમાં આવેલા તે વિસ્તારો પર ચીનનો દાવો બદલાઈ શકતો નથી, જેને તે પોતાનો વિસ્તાર માને છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5. મિડટર્મ ચૂંટણીમાં મસ્કની એન્ટ્રી:ટ્રમ્પને જીતાડવા રિપબ્લિકન પાર્ટી પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા, રુ. 2,600 કરોડથી વધુ ખર્ચ્યા; પ્રચારની રણનીતિ અપનાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે જુલાઈથી અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીને 276 મિલિયન ડૉલર એટલે કે આશરે 2,600 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. મસ્ક આ નાણાં અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારોની મદદ માટે ખર્ચી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ મધ્યાવધિ ચૂંટણીમાં આટલા નાણાં ખર્ચ્યા નથી. આ રકમ એટલી મોટી છે કે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનવાળા સંગઠને તે ત્રિમાસિક ગાળામાં તેના તમામ દાતાઓ પાસેથી મળીને પણ આના કરતાં ઓછાં નાણાં એકત્ર કર્યા. 2024ની ચૂંટણી કરતાં પણ વધુ નાણાં ખર્ચી રહ્યા છે મસ્ક મસ્કે 2025-26માં અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીને આશરે 366 મિલિયન ડૉલર (લગભગ 3500 કરોડ રૂપિયા) આપ્યા છે. આ રકમ 2024ની ચૂંટણીમાં આપેલા તેમના આશરે 290 મિલિયન ડૉલર (લગભગ 2800 કરોડ રૂપિયા) કરતાં ઘણી વધારે છે. જોકે, મસ્કે બંને ચૂંટણીઓ દરમિયાન કેટલાક એવા દાન પણ આપ્યા છે, જેની માહિતી જાહેર કરવામાં આવી નથી. (વાંચો સંપૂર્ણ સમાચાર) 6. ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જુઓ વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:ભાજપની હેટ્રિક, કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી; દ્વારકા જિ.પંની પેટાચૂંટણીમાં AAPની જીત ગાંધીનગર મનપાનું ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે. 11 વોર્ડની 44 બેઠકમાં ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી છે. આ સાથે જ ભાજપે સતત ત્રીજીવાર મનપા પર કબ્જો કર્યો છે. 2021માં આપે ખાતું ખોલ્યું હતું અને કોંગ્રેસને 2 સીટ મળી હતી. આ વખતે આપે મીંડુ મૂકાવ્યું છે. જ્યારે કોંગ્રેસને 3 સીટનો ફાયદો થયો છે. આમ કોંગ્રેસે લાજ બચાવી લીધી છે.આમ આદમી પાર્ટીના તમામ 31 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે. આ વખતે સરેરાશ 59.25% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 2,59,985 મતદારોમાંથી 1,54,045એ વોટિંગ કર્યું હતું. ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 અને અપક્ષને 1 બેઠક મળી છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો જીતી પેનલ કબ્જે કરી છે. સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પેટાચૂંટણીમાં AAPના ઉમેદવારે જીત હાંસલ કરી મોટો ઉલટફેર કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. 18 ઓક્ટોબરે ચૂંટણીલક્ષી કામગીરી સોંપાતાં શિક્ષક મંડળે વાંધો ઉઠાવ્યો:2000થી વધુ શિક્ષકો પરિવાર સાથે આઠમની ઉજવણી કરી શકે તે માટે તારીખ બદલવા ચૂંટણી અધિકારીને પત્ર અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર પાઠવીને 18 ઓક્ટોબરે આઠમના પર્વને દિવસે સોંપાયેલી ચૂંટણીલક્ષી કામગીરીની તારીખમાં ફેરફાર કરવા માગ કરાઈ છે. મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 2 હજારથી વધુ શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO) સહિતની વિવિધ ફરજો સોંપાઈ છે, પરંતુ આઠમના પાવન દિવસે કામગીરી હોવાથી શિક્ષકોમાં અસંતોષ વ્યાપ્યો છે. આઠમના પર્વનું સામાજિક અને ધાર્મિક મહત્વ મહાનગરપાલિકા શાળા બોર્ડના શિક્ષકોને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હેઠળ વિવિધ તારીખોએ મતદાન મથકો ખુલ્લા રાખી ચૂંટણી ફરજ બજાવવાના આદેશો અપાયા છે. આગામી 18 ઓક્ટોબરના રોજ પણ શિક્ષકોને ફરજ પર હાજર રહેવા જણાવાયું છે. પત્રમાં જણાવાયા મુજબ, 18 ઓક્ટોબરે આઠમનો તહેવાર હોવાથી શિક્ષકો અને તેમના પરિવારજનો માટે ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બિહારના વૈશાલીમાં બોટ પલટતા 13 લોકોના મોત:20 યુવકો અને બાળકો સવાર હતા, મૃતકોની ઉંમર 6થી 18 વર્ષની વચ્ચે (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ઇઝરાયલ પહોંચેલી અમેરિકન ફ્લાઇટને બોમ્બની ધમકી:ઇન્ડોનેશિયન પાઇલટના કારણે ગઈકાલે વિમાન પરત મોકલાયું; ફ્લાયદુબઈ દુર્ઘટના બાદ 11 દેશોના પાઇલટો પર પ્રતિબંધ (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : મમતા બેનર્જી પર ચાકુથી હુમલાનો પ્રયાસ:દુર્ગા પંડાલ જઈ રહ્યાં હતાં, આરોપ- હુમલાખોર નશામાં હતી, પોતાને પૂર્વ મુખ્યમંત્રીની ભત્રીજી ગણાવી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 6નાં મોત:30 લોકો ઘાયલ; કરાચીથી પેશાવર જઈ રહી હતી; 5 વર્ષમાં 500થી વધુ રેલવે અકસ્માત નોંધાયા (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : IMFએ ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ વધાર્યો:2026 અને 2027 માટે 7% કરવામાં આવ્યો, સ્થાનિક માગથી અર્થવ્યવસ્થા મજબૂત (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ બન્યા:IPLમાં પહેલીવાર કોચિંગની જવાબદારી સંભાળશે; 2015માં દિલ્હી માટે રમી ચૂક્યા છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નવરાત્રિ 9 દિવસ જ શા માટે ઉજવાય છે?:જાણો દેવી દુર્ગાનો પ્રાગટ્ય ઉત્સવ અને મહિષાસુર મર્દિની બનવાની રોચક કથા (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જર્મનીમાં રોબોટે છોકરીને કર્યો બેડ ટચ જર્મનીના કોલોન શહેરમાં એક રોબોટે છોકરીને બેડ ટચ કર્યો. તે મિત્રો સાથે રેસ્ટોરન્ટની બહાર ઊભી હતી. રોબોટના 16 વર્ષના માલિક અને તેના સાથીએ ઘટનાનો વીડિયો બનાવ્યો. પોલીસે રોબોટ અને બંને મોબાઈલ જપ્ત કર્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:રાહુલે જેના ખભા પર હાથ રાખીને માર્ચ કરી, એ નેહા બોરા કોણ છે; કેવી રીતે વિરોધનો ચહેરો બની 2. એક્સક્લૂસિવ- 'આઠમે અંબાજીમાં હવન કરીને રહીશું..':દાંતાના રાજવીનો હુંકાર; રિદ્ધિરાજસિંહે કહ્યું- અમારે મંદિર નથી જોઈતું, પૂજાનો હક્ક રહેવો જોઈએ 3. ભાસ્કર એક્સક્લૂસિવ- ટપકતી છતવાળા કાચા મકાનની જગ્યાએ 30 લાખનો આલિશાન બંગલો:ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 3BHKનું બાંધકામ શરૂ કર્યું, આવું બનશે નવું ઘર 4. Editor's View- CJP આંદોલનમાં વિદેશી ફંડિંગ?:મોદી સરકારને પાડી દેવાનો પ્લાન, અમેરિકાના પત્રકારનો ધડાકો, રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને ઓફર કરી ગેમ બદલી 5. પારકી પંચાત- ઈટાલિયાએ અંબાલાલ પટેલ જેવી આગાહી કરી:એક-એક શબ્દ સાચો પડ્યો, રાહુલના વિરોધમાં ભાજપનાં મહિલા કાર્યકરોએ લોચો માર્યો, પાટણમાં ધબાધબી, જુઓ VIDEO 6. 28 વૃક્ષોને બચાવવા બિલ્ડિંગની ડિઝાઇન બદલી:પહેલીવાર કોઈ આચાર્યએ જાતે પ્લાન બનાવ્યો; અમદાવાદમાં સરકારી ગર્લ્સ પોલિટેકનિકમાં ગ્રીન બિલ્ડિંગ બનાવાઈ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ટકાટક, મીન રાશિના લોકોનો દિવસ મસ્ત રહેશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    CJP કાર્યકર્તા સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની ધરપકડ:રાત્રે 3 વાગ્યે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા; 3 દિવસમાં બીજી વાર અરેસ્ટ થયા
    Next Article
    वैशाली नाव हादसा: 17 साल की चांदनी बनी फरिश्ता, बचाईं 3 जानें; पर अपनी बहन को खोया, कुल 13 लोगों की मौत

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment