Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:UP-બિહારમાં વાવાઝોડું, 16 રાજ્યમાં તોફાની વરસાદ, મોદી બોલ્યા-કૉંગ્રેસે નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું, હોર્મુઝ પાસે ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો, 3 ભારતીય લાપતા

    13 hours ago

    નમસ્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું. બીજી તરફ, હોર્મુઝ નજીક ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો થયો. આમાં 24 ભારતીયો હાજર હતા. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓનું તોફાન આવવાના સમાચાર પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગની અધ્યક્ષતા કરશે. 2. સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. હોર્મુઝ નજીક ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો:3 ભારતીય ગુમ, 21ને બચાવવામાં આવ્યા, ભારતે કહ્યું- અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઈલ હુમલાથી 'સેત્તેબેલ્લો' નામના ઓઈલ ટેન્કરના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ. આ જહાજ પર 28 લોકો સવાર હતા, જેમાંથી 24 ભારતીય હતા. રિપોર્ટ્સ અનુસાર 3 ભારતીય હજુ પણ ગુમ છે, જ્યારે 21ને બચાવી લેવામાં આવ્યા છે. આ ટેન્કર પર પલાઉ દેશનો ધ્વજ લગાવેલો હતો. હુમલા સમયે તે ઓમાનના સોહાર બંદરગાહથી લગભગ 37 કિલોમીટર દૂર હતું. આ હુમલો કોણે કર્યો હતો, તેની જાણકારી હજુ મળી નથી. ભારત સરકારે આ હુમલાની સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ આ મામલે સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ સાથે ચલાવવામાં આવી રહેલા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં સંકલન કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદી બોલ્યા- કોંગ્રેસે નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું:અમે વર્ષોના કામ મહિનાઓમાં કર્યા, શુભેન્દુએ PMને ઝાલમુરી ખવડાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનાર ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. તેમના કાર્યકાળના 4,399 દિવસ પૂરા થવા પર ભારત મંડપમમાં આયોજિત NDA બેઠકમાં તેમનું સન્માન કરવામાં આવ્યું. બેઠકને સંબોધતા મોદીએ કહ્યું, 12 વર્ષમાં દેશ કોંગ્રેસના કુચક્રમાંથી આઝાદ થયો. આ કુસંસ્કૃતિનું નામ કોંગ્રેસ ગ્રોથ રેટ હતું. એમાં ન ગવર્નન્સ હતી, ન નીતિ, ન નિયત અને ન નિર્ણય. નિષ્ફળતા કોંગ્રેસની હતી પરંતુ કલંક હિંદુ વસ્તી પર લગાવવામાં આવ્યું. પીએમએ કહ્યું, અમારા માટે પક્ષ કરતાં હંમેશા દેશ મોટો રહ્યો છે. અમે નેશન ફર્સ્ટની ભાવનાથી કામ કરીએ છીએ. ભારતે માત્ર દુનિયાની બરાબરી નથી કરવાની, પરંતુ તેનાથી એક કદમ આગળ રહેવાનું છે. એ દિવસ દૂર નથી જ્યારે આપણે મેડ ઇન ઇન્ડિયા પ્લેન પણ બનાવીશું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. TMCના 19 બળવાખોર લોકસભા સાંસદોમાં શત્રુઘ્ન સિન્હા-યુસુફ પઠાણ:મમતાના નજીકના સાયોની પણ; અત્યાર સુધીમાં 58 ધારાસભ્યો, 2 રાજ્યસભા સાંસદો અલગ થયા મતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સતત ભંગાણ ચાલુ છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, કાકોલી ઘોષના નેતૃત્વ હેઠળના TMCના બળવાખોર જૂથે 19 લોકસભા સાંસદોના નામની યાદી જાહેર કરી છે. આમાં મમતાના નજીકના ગણાતા જાદવપુરના સાંસદ સાયોની ઘોષ, યુસુફ પઠાણ અને શત્રુઘ્ન સિન્હાના નામનો પણ સમાવેશ થાય છે. 8 જૂને કાકોલી ઘોષે દાવો કર્યો હતો કે તેમણે 20 લોકસભા સાંસદોના સમર્થન સાથેનો પત્ર સ્પીકર ઓમ બિરલાને મોકલ્યો છે. જ્યારે બુધવારે રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પણ પાર્ટી અને પદ પરથી રાજીનામું આપી દીધું. છેલ્લા 3 દિવસમાં TMCના બે રાજ્યસભા સાંસદો પાર્ટી છોડી ચૂક્યા છે. 8 જૂને સુખેન્દુ શેખરે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું અને પાર્ટી પણ છોડી દીધી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શંકરાચાર્ય પર યૌન શોષણનો આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારીએ પલટી મારી:કહ્યું- રામભદ્રાચાર્યના શિષ્યોના દબાણમાં નકલી FIR કરાવી, ષડયંત્રમાં ઘણા અધિકારીઓ સામેલ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ બે બટુકો દ્વારા યૌન શોષણનો કેસ દાખલ કરાવનાર આશુતોષ બ્રહ્મચારી મહારાજ પોતાના આરોપો પરથી પાછા હટી ગયા છે. તેમણે મંગળવારે ફેસબુક પર એક વીડિયો જાહેર કરીને કહ્યું, જગદ્ગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી રામચંદ્ર દાસે દબાણ કરીને તેમની પાસે અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરાવ્યો હતો. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો કે તેમને ગેરમાર્ગે દોરીને આ મામલામાં સામેલ કરવામાં આવ્યા હતા. ષડયંત્રમાં કેટલાક અધિકારીઓ પણ સામેલ હતા. તેમની પાસે આ સંબંધિત પુરાવા અને વોટ્સએપ ચેટ્સ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં જ તેઓ સમગ્ર મામલાનો ખુલાસો કરશે અને જણાવશે કે તેમને આ વિવાદમાં શા માટે અને કેવી રીતે સામેલ કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપી-બિહારમાં વાવાઝોડા સાથે વરસાદ, 100 જગ્યાએ વૃક્ષો-પોલ ઉખડી ગયા:મુંબઈમાં ભૂસ્ખલન, 5 કાર કાટમાળમાં દટાઈ; રાજસ્થાનમાં રેતીનું તોફાન આવ્યું મોનસૂને કેરળમાં દસ્તક આપ્યાના 6 દિવસમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોને આવરી લીધા છે. મંગળવારે તે મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ પહોંચ્યો. અત્યાર સુધીમાં 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોનસૂનની અસર છે. બિહારમાં મંગળવારે 10 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો. બેગુસરાયમાં એક ઓટો પર થાંભલો પડી ગયો. ઉત્તર પ્રદેશના ઇટાવામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પણ ફૂંકાયું. આ દરમિયાન 100 થી વધુ જગ્યાએ વૃક્ષો-થાંભલા પડી ગયા. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં 5 કાર કાટમાળમાં દબાઈ ગઈ. પવને MIDC વિસ્તારમાં ટેકરીનો એક મોટો ભાગ ધસી પડ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'RSSએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા...બદલા...':CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી, દિલજીત દોસાંજને પણ સેમ પેટર્નથી ધમકી આપી હતી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓ CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આપી છે. જો કે મુખ્યમંત્રી કાર્યાલયની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મિટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે:6 કિમીના નવા ફેઝને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 1 અંડરગ્રાઉન્ડ સહિત પાંચ સ્ટેશન બનશે; મેટ્રો નેટવર્કની લંબાઈ વધીને 78 કિમી થશે અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ મેટ્રોલના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ફેઝ 2(A)ને મંજૂરી આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના આ ફેઝની લંબાઈ 6 કિમીની હશે. જેમાં 4 એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,168 કરોડ છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : RSS મુખ્યાલય, CM કાર્યાલય અને મુંબઈ-પુણે મેયર ઓફિસ ઉડાવી દેવાની:ખાલિસ્તાન નામથી ઈમેલ મોકલ્યા, મહારાષ્ટ્રમાં તપાસ એજન્સીઓ સતર્ક વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:ઉંઘમાં જ 11 બાળકો સહિત 13 મોત, 14 મહિલા ઘાયલ; તાલિબાને પાક.ની નાપાક હરકતની નિંદા કરી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : લેન્ડિંગ સમયે મુસાફર પેનિક થયો, મુક્કા મારી ફ્લાઇટનો કાચ તોડ્યો:ક્રુ-મેમ્બર્સ સાથે ગેરવર્તન કર્યું, ચંદીગઢથી દિલ્હી જઈ રહેલા વિમાનમાં હોબાળો; CISF દ્વારા અટકાયત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 2030 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો પ્રવાસ પૂરો થઈ જશે:નાસા પ્રશાંત મહાસાગરમાં કાટમાળ ફેંકશે, 9500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 10 દિવસમાં જ ચાંદીમાં 27 હજારનો ભૂકંપ:ઓલટાઇમ હાઇથી 1.50 લાખ રૂપિયા ઘટી ચાંદી; સોનું પણ 8 હજાર રૂપિયા સસ્તું થયું; આજનો લેટેસ્ટ ભાવ જાણો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોહલી પછી હાર્દિક પણ અનફિટ:અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાંથી બહાર, ફિટનેસ ટેસ્ટ દરમિયાન ઈજા થઈ; એક દિવસ પહેલાં ફિટ જાહેર કરાયો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મહાભારત કથા:જ્યારે ગાંધારીના ક્રોધથી ધ્રૂજી ઉઠ્યા પાંડવો, માત્ર એક નજર પડતા જ યુધિષ્ઠિરના પગના નખ કાળા પડી ગયા! વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 44 સેકન્ડમાં હાથના બળ પર 100 સીડીઓ ઉતર્યા નેપાળના એથ્લેટ હરિચંદ્રએ હાથના બળ પર 100 સીડીઓ ઉતરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમણે આ માટે માત્ર 44.71 સેકન્ડ લીધા. નેપાળ સેનામાં કાર્યરત હરિના નામે પહેલાથી જ હાથના બળ પર સીડીઓ ઉતરવાના ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : ‘અહીંયા કંઈ #$@ કરવાની નથી, મજા નહીં આવે’: સરપંચ અને અધિકારી મારામારી પર ઉતર્યાં; AMCનું પાણી માપવા જગદીશ પંચાલે મિટિંગ કરી 2. પાણી પીધું, થોડીવાર બેઠા ને પછીની ક્ષણે લોહીના ફૂવારા ઊડ્યા!: પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો, પરફેક્ટ મર્ડરની સ્ક્રિપ્ટ કેવી રીતે ફ્લોપ થઇ? 3. Editor's View : TMCનો કૉંગ્રેસમાં વિલય?: મમતાના ત્રણ સંકેતથી અટકળો તેજ, સોનિયાની ઓફર ચર્ચામાં, મોદીનો વિજય રથ રોકવા ગેમ ચેન્જર પ્લાનની બ્લુપ્રિન્ટ તૈયાર 4. DB REELS: મલ્હાર નીકળ્યો માર્શલ આર્ટનો માસ્ટર!: ઘરેથી વજન ઉતારવા માટે ઠપકો મળે, બાવા હિન્દીના કારણે ઓડિશનમાં રિજેક્શન; 'મલ્લુ'એ ભાસ્કર સાથે મજેદાર વાતો કરી 5. કોચિંગ માલિકે સ્ટુડન્ટ્સને કહ્યું- ભગવાને સપનામાં સવાલ જણાવ્યા: દીકરાના 720માંથી 704 માર્કના જવાબ સાચા, NEET લીક કેસના 5 પાત્રો 6. એક્સક્લૂસિવ તમારા બાળકોના પાઠ્યપુસ્તક બદલાયા: ધોરણ 2 થી 11માં 29 નવી ટેક્સ્ટ બૂક આવી, QR કોડ સ્કેન કરતાં જ ભગવદ્ ગીતાના શ્લોક સંભળાશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિની લવ લાઇફને પરિવારની મંજૂરી મળશે, સિંહ રાશિના જાતકો માટે સોના જેવો ચમકતો દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    GI tag for rice, irrigation, sewing machines: As Chhattisgarh CM travels to villages, residents queue up with requests
    Next Article
    Delhi Gymkhana files: Dead members dining, drone over VIP zone, crores in legal fees

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment