Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UNESCO વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટમાં ભારતની 5 નવી સાઇટ્સ:આમાં મધ્ય પ્રદેશની ચાર; ઉદયગિરિ ગુફાઓ, ગિન્નૌરગઢ અને બટેશ્વરના મંદિરો સામેલ

    8 hours ago

    ભારતની UNESCO વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટમાં પાંચ નવી સાઇટ્સ ઉમેરવામાં આવી છે. તેમાં મધ્ય પ્રદેશની ઉદયગિરિ ગુફાઓ, બાઘ ગુફા ચિત્રકળા, ચંબલ ખીણના મંદિર સમૂહ અને ગિન્નૌરગઢનો સમાવેશ થાય છે. પાંચમી એન્ટ્રી ભારત અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલી ‘સત્યાગ્રહની સાઇટ્સ’ છે. સંસ્કૃતિ મંત્રાલયના PIBએ X પર તેને દેશના વારસા માટે “ગૌરવપૂર્ણ પડાવ” ગણાવ્યો. આ પાંચ નવી સાઇટ્સ ઉમેરાયા બાદ ભારતની UNESCO ટેન્ટેટિવ લિસ્ટમાં હવે 78 સાઇટ્સ થઈ ગઈ છે. કોઈ સાઇટને પ્રથમ UNESCOની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તેને આગળ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવા માટે વિચારણા કરી શકાય છે. તેથી આ પાંચ સાઇટ્સને હજુ UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટનો અંતિમ દરજ્જો મળ્યો નથી. મધ્ય પ્રદેશની 4 સાઇટ્સ 1. ઉદયગિરિ ગુફાઓ મધ્ય પ્રદેશની ઉદયગિરિની પહાડીઓમાં ખડકો કોતરીને બનાવાયેલું ધાર્મિક સંકુલ છે. UNESCO અનુસાર, તેનો વિકાસ મુખ્યત્વે ચોથી સદીના અંત અને પાંચમી સદીની શરૂઆતમાં ગુપ્ત કાળમાં થયો હતો. અહીં 20 ગુફાઓ, મૂર્તિઓ, શિલાલેખો અને અન્ય ઐતિહાસિક રચનાઓ છે. 2. બાઘ ગુફાની ચિત્રકારી પશ્ચિમ મધ્ય પ્રદેશમાં બાઘની નદીના કિનારે વિંધ્ય પર્વતની દક્ષિણ ઢોળાવ પર 9 બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓમાં આવેલા ભિત્તિચિત્રોનું વિશેષ મહત્વ છે. આ વિસ્તાર મુખ્યત્વે બેસાલ્ટ ખડકોથી બનેલો છે, જ્યારે બાઘ ગુફાઓ રેતાળ પથ્થરની એક અલગ ખડક રચનામાં બનાવવામાં આવી છે. 3. ગિન્નૌરગઢ ગિન્નૌરગઢ મધ્ય ભારતના પ્રાચીન રાજ ગોંડ શાસકોની મુખ્ય કિલ્લેબંધીવાળી રાજધાની હતી. તેને પણ ટેન્ટેટિવ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. 4. ચંબલ ખીણના મંદિર સમૂહ આમાં મધ્ય પ્રદેશના બટેશ્વર, પદાવલી અને કકર્મઠનાં મંદિરોનો સમાવેશ થાય છે. 5મું સ્થળ- ‘Sites of Satyagraha’ પાંચમી એન્ટ્રી ભારત અને દક્ષિણ આફ્રિકાની સંયુક્ત શ્રેણીબદ્ધ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. તેનો ઉદ્દેશ મહાત્મા ગાંધીના સત્યાગ્રહના વિચારના વિકાસને દર્શાવવાનો છે—દક્ષિણ આફ્રિકામાં તેની શરૂઆતથી લઈને ભારતમાં તેના પ્રયોગ, વિકાસ અને સંસ્થાકીય સ્વરૂપ ધારણ કરવા સુધી. UNESCOની ટેન્ટેટિવ લિસ્ટ શું હોય છે? ટેન્ટેટિવ લિસ્ટ એટલે સંભવિત/પ્રસ્તાવિત વારસાસ્થળોની યાદી. કોઈ દેશના એવા સ્થળોને તેમાં સામેલ કરવામાં આવે છે, જેને તે ભવિષ્યમાં UNESCOની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરાવવા માટે નામાંકિત કરવા માગે છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં 25 લાખ રિયાલ બરાબર 1 ડોલર:યુદ્ધને કારણે 7 મહિનામાં ચલણ 50% નબળું પડ્યું; સૌથી નીચલા સ્તરે પહોંચ્યું
    Next Article
    Nigerian Man Aims To Break Indian Teen's Longest Dance Marathon Record

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment