Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UNએ મ્યાનમારને રોહિંગ્યાઓના નરસંહાર માટે દોષિત ઠેરવ્યું:10 હજાર લોકોની હત્યાના 9 વર્ષ બાદ આવ્યો ચુકાદો, પીડિતોને વળતર આપવાનો આદેશ

    12 hours ago

    સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી અદાલત ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)એ ગુરુવારે મ્યાનમારને રોહિંગ્યા મુસ્લિમોના નરસંહાર માટે દોષિત ઠેરવ્યું. આ મામલો 2017માં મ્યાનમારમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે. તે દરમિયાન લગભગ 10 હજાર રોહિંગ્યા મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે લગભગ 7.5 લાખ લોકોને પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને બીજા દેશોમાં શરણ લેવી પડી હતી. લગભગ 9 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં અદાલતે મ્યાનમારને પીડિતોના નુકસાનની ભરપાઈ કરવા અને તેમને વળતર આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે 9-6ની બહુમતીથી આ ચુકાદો સંભળાવ્યો. સેનાએ ગામડાં સળગાવ્યાં, મહિલાઓ પર બળાત્કાર કર્યો; નવજાત શિશુઓને પણ છોડ્યાં નહીં અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, મ્યાનમારની સેનાએ રોહિંગ્યા સમુદાયને નિશાન બનાવીને મોટા પાયે હિંસા કરી. સેનાએ મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર અને યૌન હિંસા કરી. બાળકો અને અહીં સુધી કે નવજાત શિશુઓને પણ બક્ષવામાં આવ્યા નહીં. સેંકડો ગામડાંઓને આગને હવાલે કરી દેવામાં આવ્યાં. અદાલતના જણાવ્યા મુજબ, આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે હિંસાનો હેતુ રોહિંગ્યા સમુદાયના મોટા હિસ્સાને ખતમ કરવાનો હતો. અદાલતે એમ પણ કહ્યું કે, મ્યાનમાર નરસંહાર માટે જવાબદાર લોકોને સજા કરવામાં નિષ્ફળ રહ્યું. આ ચુકાદો વધુ એક કારણસર ઐતિહાસિક છે. 1948ના નરસંહાર રોકવા સંબંધિત આંતરરાષ્ટ્રીય કરારના ઉલ્લંઘન માટે પ્રથમ વખત કોઈ દેશને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. આ પહેલાં આ કરાર હેઠળ માત્ર વ્યક્તિઓને જવાબદાર માનવામાં આવતી હતી. મ્યાનમારનો દાવો—સેના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી સુનાવણી દરમિયાન મ્યાનમારે સેનાની કાર્યવાહીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેનું કહેવું હતું કે, સેના રોહિંગ્યા વિસ્તારમાં સશસ્ત્ર બળવાખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે, 2016માં રોહિંગ્યા સશસ્ત્ર જૂથોએ પોલીસ ચોકીઓ અને સેનાના એક ઠેકાણા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મ્યાનમારની સેનાએ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે અભિયાન શરૂ કર્યું. મ્યાનમાર સરકારે તેને 'ક્લિયરન્સ ઑપરેશન' એટલે કે વિસ્તાર ખાલી કરાવવાનું અભિયાન ગણાવ્યું હતું. જોકે, અદાલતે મ્યાનમારની આ દલીલ સ્વીકારી નહોતી. અદાલતે કહ્યું કે, જો સેનાનો હેતુ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હતો, તો મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર, બાળકોની હત્યા, ગામડાં સળગાવવાં અને જીવ બચાવીને ભાગી રહેલા સામાન્ય લોકો પર હુમલા કરવાનું કારણ શું હતું? આવી ઘટનાઓને આતંકવાદીઓ વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીનો ભાગ માની શકાય નહીં. મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દાયકાઓથી અત્યાચાર રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ હિંસા અચાનક શરૂ થઈ નહોતી. મ્યાનમારમાં તેમને ઘણા દાયકાઓથી ભેદભાવ અને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો હતો. ધીમે ધીમે તેમના નાગરિક અધિકારો છીનવી લેવામાં આવ્યા અને રોજિંદું જીવન પણ મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું. 1980નો દાયકોઃ મ્યાનમારે નાગરિકતા સંબંધિત કાયદો બનાવ્યો. ત્યારબાદ રોહિંગ્યા સમુદાયના લોકો માટે નાગરિકતા મેળવવી લગભગ અશક્ય બની ગઈ. તેઓ પોતાના જ દેશમાં નાગરિક અધિકારોથી વંચિત થઈ ગયા. 2000નો દાયકોઃ રોહિંગ્યા સમુદાય પર વધુ પ્રતિબંધો લગાવવામાં આવ્યા. લગ્નનું લાઇસન્સ અને જન્મ પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો બનાવવા માટે તેમની પાસેથી મોટી રકમ માંગવામાં આવવા લાગી. આવાગમન અને પરિવાર વધારવા પર પ્રતિબંધઃ રોહિંગ્યા લોકોને પોતાની ઈચ્છાથી ક્યાંય આવવા-જવાની મંજૂરી નહોતી. મહિલાઓને બે કરતાં વધુ બાળકોને જન્મ ન આપવાની ચેતવણી આપવામાં આવતી હતી. ધાર્મિક અને શૈક્ષણિક પ્રતિબંધોઃ ઘણી મસ્જિદો બંધ કરી દેવામાં આવી અને બાળકોના શિક્ષણ પર પણ રોક લગાવવામાં આવી. હજારો રોહિંગ્યા લોકોને કાંટાળા તારોથી ઘેરાયેલા શિબિરોમાં રાખવામાં આવ્યા. તેઓ દેશના બાકીના વિસ્તારોમાંથી સંપૂર્ણપણે અલગ પડી ગયા હતા. 25 ઑગસ્ટ 2017: હિંસા વધ્યા બાદ રોહિંગ્યા લોકોનું મોટા પાયે સ્થળાંતર શરૂ થયું. થોડા જ અઠવાડિયામાં આશરે 7.5 લાખ લોકો પોતાનો જીવ બચાવવા માટે મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ પહોંચી ગયા. જંગલો અને કાદવભર્યા રસ્તાઓ પરથી સ્થળાંતર: ઘણા પરિવારોને અનેક દિવસો સુધી જંગલો અને કાદવભર્યા રસ્તાઓ પરથી પસાર થવું પડ્યું. રસ્તામાં તેમને પોતાના પરિવારજનોના મૃતદેહો મળ્યા. ઘણા લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. આફ્રિકન દેશે 2019માં મ્યાનમાર વિરુદ્ધ કેસ કર્યો હતો રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ હિંસાને લઈને મ્યાનમાર સામે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં આફ્રિકન દેશ ગામ્બિયાએ કેસ દાખલ કર્યો હતો. ગામ્બિયાએ 2019માં ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) તરફથી આ કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ મૂક્યો હતો કે, મ્યાનમારે રોહિંગ્યા સમુદાયનો નરસંહાર કર્યો છે અને 1948ના આંતરરાષ્ટ્રીય નરસંહાર રોકવા અંગેના કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલામાં માલદીવ, જર્મની અને ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો જેવા દેશોએ પણ ગામ્બિયાને સમર્થન આપ્યું હતું. ચુકાદા બાદ ગામ્બિયાના એટર્ની જનરલ ડાવડા જાલોએ તેનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, જ્યાં સુધી રોહિંગ્યા સમુદાયને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો દેશ તેની સાથે ઊભો રહેશે. ચુકાદો આવી ગયો, પરંતુ મ્યાનમાર પાસેથી તેનો અમલ કરાવવો મોટો પડકાર ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસનો ચુકાદો આવ્યા બાદ સૌથી મોટો પડકાર તેનો અમલ કરાવવાનો રહેશે. અદાલત પાસે પોતાના ચુકાદોનો પોતે અમલ કરાવવા માટે કોઈ પોતાની પોલીસ કે સૈન્યબળ હોતું નથી. જો મ્યાનમાર ચુકાદાનું પાલન નહીં કરે, તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) આ મામલે પગલાં લઈ શકે છે. આવા સંજોગોમાં અન્ય દેશોએ મ્યાનમાર પર દબાણ બનાવવું પડશે, જેથી તે અદાલતના આદેશનું પાલન કરે. જોકે, મ્યાનમારમાં હાલમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં સૈન્ય સરકાર અને વિરોધી જૂથો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય દબાણ કેટલું અસરકારક રહેશે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે. રોહિંગ્યા કોણ છે, તેમનો મ્યાનમાર સાથે કેટલો જૂનો સંબંધ છે રોહિંગ્યા મ્યાનમારના પશ્ચિમ ભાગમાં આવેલા રાખાઈન પ્રાંતનો મુસ્લિમ લઘુમતી સમુદાય છે. તેમાંના મોટાભાગના સુન્ની મુસ્લિમો છે. તેમની ભાષા બંગાળના ચટગાંવ વિસ્તારમાં બોલાતી ભાષા સાથે મળતી આવે છે. તેમની મોટી વસ્તી રાખાઈન પ્રાંતના મૌંગડૉ, બુથિડૉન્ગ અને રાથેડૉન્ગ વિસ્તારોમાં રહેતી હતી. રોહિંગ્યા સમુદાયનો દાવો છે કે, તેમના પૂર્વજો સદીઓથી આ વિસ્તારમાં રહેતા આવ્યા છે. તેઓ પોતાના મૂળિયાં ઓછામાં ઓછા 9મી સદી સુધી હોવાનું જણાવે છે. કેટલાક ઐતિહાસિક દસ્તાવેજોમાં 18મી સદીના અંતમાં પણ આ વિસ્તારના મુસ્લિમ રહેવાસીઓનો ઉલ્લેખ મળે છે. આ વિસ્તારને અગાઉ અરાકાન તરીકે ઓળખવામાં આવતો હતો. રોહિંગ્યા નામ પણ અરાકાનના જૂના નામ 'રોહાંગ' સાથે જોડાયેલું માનવામાં આવે છે. મ્યાનમારની સેના અને સરકાર રોહિંગ્યાઓને અલગ વંશીય સમુદાય તરીકે માન્યતા આપતી નથી. તેમનો દાવો છે કે, આ લોકો બ્રિટિશ શાસન દરમિયાન અને ત્યાર બાદ બંગાળથી આવીને વસ્યા હતા. આ કારણે સરકાર તેમને રોહિંગ્યા કહેવાને બદલે 'બંગાળી' કહેતી રહી છે. જોકે, ઇતિહાસકારો અને આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, રાખાઇનમાં મુસ્લિમ વસ્તીની હાજરી બ્રિટિશ શાસન પહેલાં પણ હતી. બ્રિટિશ શાસન દરમિયાન આ વિસ્તારમાં બંગાળથી લોકોનું આવનજાવન અને વસવાટ ચોક્કસપણે વધ્યો હતો. 2017માં હિંસા શરૂ થતાં પહેલાં મ્યાનમારમાં આશરે 10થી 12 લાખ રોહિંગ્યા રહેતા હતા. તેમાંના મોટા ભાગના રાખાઇન પ્રાંતમાં રહેતા હતા. તે સમયે તેઓ આ પ્રાંતની વસ્તીના આશરે એક તૃતીયાંશ હિસ્સો હતા.
    Click here to Read More
    Previous Article
    Anthropic Shares Close 17% Higher On First Day Of Trading
    Next Article
    Limiting Nuclear Weapons Will Be Hard, Says Trump After Meetings With Xi, Putin

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment