Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં બેટરી ચોરતા ચાર ચોર ઝડપાયા:UGVCLના RMU બોક્સમાંથી બેટરીઓ ચોરતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ, 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્કોડની ટીમે પાલાવાસણા ચોકડી પાસેથી ચોરીની બેટરીઓ વેચવા નીકળેલા ચાર રીઢા ચોરોને ઝડપી પાડીને બેટરી ચોરીના ચાર અને અમદાવાદના રિક્ષા ચોરીના એક મળી કુલ પાંચ ગુના ઉકેલી નાખ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 નંગ બેટરી, રિક્ષા, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 2.80 લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વોચ ગોઠવીને ચારેય આરોપીઓને દબોચ્યા મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. પટેલ અને સર્વેલન્સ સ્કોડની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન અલ્કેશકુમાર કાનજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાલાવાસણા ચોકડી તરફથી એક પીળા હુડવાળી સીએનજી રિક્ષા નંબર GJ-01-TG-5614 માં ચાર ઈસમો ચોરી કરેલી કાળા કલરની બેટરીઓ વેચવા માટે આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રિક્ષા અટકાવી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. અમદાવાદમાં રિક્ષા ચોરી સહિતના 5 ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસની આકરી પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ મહેસાણા ટાઉન વિસ્તારમાં આવેલ UGVCLના અંડરગ્રાઉન્ડ કેબલ સાથે જોડાયેલા RMU બોક્સમાંથી બેટરીઓની ચોરી કરતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં ગણેશભાઈ નારાયણભાઈ ભાટી (મારવાડી) (રહે. અમદાવાદ), અરવિંદકુમાર ઉર્ફે ગુગો બાબુભાઈ શેખલીયા (પરમાર) (રહે. અમદાવાદ), વિષ્ણુભાઈ ઉર્ફે પિન્ટુ પ્રકાશભાઈ પટણી (દેવીપૂજક) (રહે. અમદાવાદ) અને અર્જુન ઉર્ફે સાગર જયંતિભાઈ પરમાર (રહે. અમદાવાદ)નો સમાવેશ થાય છે.આ તમામ આરોપીઓ સામે અગાઉ અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, મારપીટ અને દારૂ જેવા અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓની પાસેથી 1.65 લાખ ની કિંમતની 30 નંગ બેટરી,1 લાખની કિંમતની સીએનજી રિક્ષા, રોકડા 5,300 અને 2 નંગ મોબાઈલ મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરી મહેસાણા બી-ડિવિઝન પી.આઈ. એ.આર. પટેલ, પી.એસ.આઈ. વી.બી. ચૌધરી અને સર્વેલન્સ સ્કોડની ટીમ દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાન સમજૂતી કરે અથવા સરેન્ડર:હોર્મુઝ અમારા કંટ્રોલમાં, અમેરિકી નૌસેનાની પરવાનગી વગર કોઈ જહાજ પસાર થઈ શકે નહીં
    Next Article
    बीजेपी के गढ़ में प्रशांत किशोर की बड़ी जीत, 30 साल बाद बीजेपी हारी है बांकीपुर से

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment