Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાઉન્સેલિંગ સેન્ટર સ્થપાશે:સ્ટુડન્ટના માનસિક તણાવ, સંઘર્ષ અને આત્મહત્યા રોકવા UGC ગાઈડલાઈન મુજબ નિર્ણય, કુલપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    9 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કેમ્પસમાં કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ની માર્ગદર્શિકા અનુસાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક તણાવ, સંઘર્ષ અને આત્મહત્યા જેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. આ અંગે કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યુનિવર્સિટી ખાતે એક બેઠક યોજાઈ હતી. કુલપતિ ડો. પોરીયાએ વિદ્યાર્થીઓના માનસિક તણાવ અને આત્મહત્યાના પ્રશ્નોના ઉકેલ માટે યુનિવર્સિટી દ્વારા જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વર્ષ દરમિયાન વિવિધ વર્કશોપનું આયોજન કરવા અને યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં કાઉન્સેલિંગ સેન્ટરની રચના કરવા સૂચન કર્યું હતું. આ સેન્ટર વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. યુનિવર્સિટી કક્ષાએ કાઉન્સેલિંગ સેન્ટર અંગે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના સભ્યોમાં ડો. ભરત વૈદ, મનોચિકિત્સક ડો. શ્વેતાબેન મોદી (જનતા હોસ્પિટલ), ડો. પરીક્ષિત રાવ, ડો. પ્રહલાદ પ્રજાપતિ અને ડો. રોશન અગ્રવાલનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યોએ કાઉન્સેલિંગ સેન્ટરને વધુ સક્ષમ બનાવવા અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આગામી માસમાં યુનિવર્સિટી કેમ્પસમાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો:77,100 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 100 પોઇન્ટ તૂટ્યો; IT અને બેન્કિંગ શેરોમાં વધુ વેચવાલી
    Next Article
    Samsung to Reportedly Showcase Smart Glasses With Snapdragon AR1 Gen 1 Chip at Galaxy Unpacked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment