Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધાનસભામાં UCC બિલ રજૂ થતા જ અમદાવાદમાં વિરોધ:લાલ દરવાજા વિસ્તારમાં SDPI બાદ AIMIMનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ થતા કાર્યકર્તાઓની અટકાયત

    3 days ago

    24 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદમાં AIMIM પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના લાલ દરવાજા ખાતે આવેલી લકી હોટલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામ લોકોને પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડી દઈ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. અમે આ બિલ લાગુ થવા નહીં દઈએ: AIMIM મહિલા કાર્યકર મહિલા અને પુરૂષ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ વિરોધ કરતા કહ્યું હતું કે, આ એક સંવિધાનની વિરૂદ્ધનું કામ છે. અમે આને લાગુ થવા નહીં દઈએ. જોકે, AIMIM પાર્ટીના પ્રમુખ સાબીર કાબલીવાલા, કોર્પોરેટર જેનબબીબી સહિતના કોર્પોરેટરો અને મહિલા તેમજ પુરુષ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. 'આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું' જોકે, ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓની અટકાયત કરાઈ હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, આ ગેર સંવિધાનિક છે અને સરકારનું કામ સેવા કરવાનું છે, પરંતુ આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું છે. આમાં સરકાર તાનાશાહી કરી રહી છેઃ સ્થાનિકો વિરોધ કરનારા મહિલાઓએ પણ જણાવ્યું હતું કે, આ જે બિલ લાગુ કરવામાં આવી રહ્યું છે તે ગેર સંવિધાનિક છે. સંવિધાન મુજબ બિલ બનાવવું જોઈએ. UCC બિલથી દરેક નાગરિકને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહિલાને આનાથી કોઈ ફાયદો નથી. ફ્રેન્ડશીપમાં જે લાગુ કરવામાં આવી રહ્યું છે તે મહિલા માટે સારું નથી. બીજાના છોકરાને લઈને આવે તેને સમાન હક આપવાની વાત છે. સંવિધાન મુજબ બિલ હોવું જરૂરી છે. આ બિલ એકદમ ગેરકાનૂની છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સરકાર આમાં તાનાશાહી કરી રહી છે. UCC શું છે? UCCનો અર્થ છે કે, ભારતના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે લિંગના હોય, તેમના વ્યક્તિગત બાબતો (Personal Laws) માટે એક સમાન કાયદો હોવો જોઈએ. અત્યારે ભારતમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસા જેવા વિષયોમાં અલગ-અલગ ધર્મો માટે અલગ કાયદા છે (જેમ કે હિન્દુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો વગેરે). UCC આ તમામની જગ્યાએ એક સામાન્ય કાયદો લાવવાની વાત કરે છે. મુખ્ય પાસાઓ
    Click here to Read More
    Previous Article
    હલાલા મુદ્દે વિધાનસભામાં સંઘવી-ખેડાવાલા સામ-સામે:ઓવૈસીની પાર્ટીની મહિલાઓ દ્વારા અમદાવાદમાં બિલનો વિરોધ, મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કર્યું
    Next Article
    કોડીનાર રેલવે સ્ટેશન પાસે ચાલુ કારમાં લાગી આગ:ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, બે લોકોનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment