Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધાનસભામાં રાજકીય ઘમાસાણની તૈયારી:UCC વિધેયક 24 માર્ચે રજૂ થશે, ભાજપે MLAને હાજરી માટે કડક સૂચના આપી

    1 week ago

    ગુજરાત વિધાનસભા સત્રનો 21મો દિવસ આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન ઊર્જા અને પંચાયત વિભાગ સાથે સાથે આરોગ્ય વિભાગના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. ઉપરાંત, બંને વિભાગોના બજેટ અંગે ચર્ચા તથા માંગણીઓ પર પણ સભ્યો વચ્ચે ચર્ચા થશે. આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બિલોને ધ્યાનમાં રાખીને સત્ર વધુ ગરમાવવાની સંભાવના છે. આ વચ્ચે, ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામે પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ અંતિમ બે દિવસ દરમિયાન વિવિધ 7 મહત્વપૂર્ણ બિલોની ચર્ચા યોજાનાર હોવાથી, તેમાં હાજરી અનિવાર્ય રાખવા સૂચના આપવામાં આવી છે. ભાજપના મુખ્ય દંડક દ્વારા પણ આ અંગે અલગથી પત્ર લખવામાં આવ્યો છે. વિશેષ રીતે, આવતીકાલે 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક રજૂ થવાનું છે, જેને લઈ રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. વિધાનસભાના 22માં દિવસે આ બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ બિલ મુખ્યમંત્રી અથવા નાયબ મુખમંત્રી દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. આવતીકાલે કુલ 4 વિધેયક પર ચર્ચા યોજાનાર છે, જેના કારણે વિધાનસભામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ખોડલધામ પરિવાર દ્વારા લોટા ઉત્સવ:હજારો ભક્તોએ દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ લીધો
    Next Article
    ક્રિકેટ રમતા બોલ વાગ્યો તો ફાયરિંગ કર્યું, VIDEO:ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ, ફાયરિંગ થતાં પોલીસ કાફલો દોડી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment