Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં UCC બિલનો વિરોધ:મહિલાઓએ કહ્યું-મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો; લિવ ઈનનો કાયદો મહિલા માટે જોખમી, સંવિધાન મુજબ નથી

    3 days ago

    આજે ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવનાર છે. ત્યારે આ બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, આ ગેર સંવિધાનિક છે અને સરકારનું કામ સેવા કરવાનું છે, પરંતુ આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું છે. આમાં સરકાર તાનાશાહી કરી રહી છેઃ સ્થાનિકો વિરોધ કરનારા મહિલાઓએ પણ જણાવ્યું હતું કે, આ જે બિલ લાગુ કરવામાં આવી રહ્યું છે તે ગેર સંવિધાનિક છે. સંવિધાન મુજબ બિલ બનાવવું જોઈએ. UCC બિલથી દરેક નાગરિકને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહિલાને આનાથી કોઈ ફાયદો નથી. ફ્રેન્ડશીપમાં જે લાગુ કરવામાં આવી રહ્યું છે તે મહિલા માટે સારું નથી. બીજાના છોકરાને લઈને આવે તેને સમાન હક આપવાની વાત છે. સંવિધાન મુજબ બિલ હોવું જરૂરી છે. આ બિલ એકદમ ગેરકાનૂની છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સરકાર આમાં તાનાશાહી કરી રહી છે. UCC શું છે? UCCનો અર્થ છે કે, ભારતના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે લિંગના હોય, તેમના વ્યક્તિગત બાબતો (Personal Laws) માટે એક સમાન કાયદો હોવો જોઈએ. અત્યારે ભારતમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસા જેવા વિષયોમાં અલગ-અલગ ધર્મો માટે અલગ કાયદા છે (જેમ કે હિન્દુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો વગેરે). UCC આ તમામની જગ્યાએ એક સામાન્ય કાયદો લાવવાની વાત કરે છે. મુખ્ય પાસાઓ
    Click here to Read More
    Previous Article
    લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીની ચેતવણી:આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે એમ છે, દેશ તૈયાર રહે; શાંત મનથી આપણે દરેક પડકારો ઝીલવાના છે
    Next Article
    UCC બિલને લઈ આપનો વિરોધ:ચૈતર વસાવાએ કહ્યું-સરકાર લઘુમતીઓને ટાર્ગેટ કરી ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ કરવા માંગે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment