Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UAE ILT20માં સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક:પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટ્રેટેજીસ્ટનો ડોમેસ્ટિક અને ગ્લોબલ ફ્રેન્ચાઈઝ T20 ક્રિકેટનો 2 દાયકાથી વધુ સમયનો અનુભવ

    8 hours ago

    DP વર્લ્ડ UAE ILT20 લીગની આગામી સિઝન અગાઉ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ રણનીતિકાર સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક કરી છે. હેલમૉટ પાસે 2 દાયકાથી વધુ સમયનો ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટનો બહોળો અનુભવ છે, જેમાં વિશ્વભરની વિવિધ T20 લીગનો અનુભવ પણ સામેલ છે. સાયમન 2013થી IPLમાં હૈદરાબાદ ફ્રેન્ચાઈઝનો ભાગ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયા, કેરેબિયન અને UAEની T20 લીગમાં પણ ઘણાં ટાઇટલ વિજેતા અભિયાનમાં યોગદાન આપી ચૂક્યા છે. તેમણે આ વર્ષો દરમિયાન ટીમ માટે ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરવા માહોલ તૈયાર કરતા હોવાની પ્રતિષ્ઠા હાંસલ કરવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત તેઓ દબાણની સ્થિતિમાં પણ ખેલાડી પાસે તેની ક્ષમતાનું મહત્તમ પ્રદર્શન કરાવવા માટે પણ જાણીતા છે. ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ બનતા પહેલા સાયમને મેલબોર્ન રેનેગેડ્સ સાથેનો 5 સીઝનનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જે દરમિયાન તેમણે મહિલા બિગ બેશ લીગમાં 2024માં ટીમને પ્રથમવાર ટાઇટલ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગલ્ફ જાયન્ટ્સ સાથે જોડાવવાની પ્રક્રિયા દરમિયાન હેલમૉટ હાલમાં અમદાવાદ ખાતે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેમની વચ્ચે ગલ્ફ જાયન્ટ્સના લાંબાગાળાના વિઝન અને ILT20ની આગામી સીઝનની તૈયારીઓ વિશે ચર્ચા થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Energy to defence, India, UAE deepen ties as PM Modi calls for open Hormuz
    Next Article
    ચાંદીમાં એક જ દિવસમાં મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું:સોનું ઓલ ટાઈમ હાઈથી ₹18 હજાર સસ્તું થયું, PMએ વર્ષ સુધી ના ખરીદવાની અપીલ કરી છે; જુઓ લેટેસ્ટ ભાવ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment