Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UAEમાં બેકાબૂ ટ્રકે 23 ગાડીઓને ટક્કર મારી:3 ભારતીય સહિત 14નાં મોત; મૃતકોમાં કેરળનાં જોડિયા ભાઈ-બહેન પણ સામેલ

    11 hours ago

    સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહમાં ગુરુવારે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે 23 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ ભારતીયો સહિત 14 લોકોનાં મોત થયાં, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સામેલ ભારતીયો કેરળના મલપ્પુરમ જિલ્લાના એક જ પરિવારના હતા. તેમાં જોડિયા ભાઈ-બહેન પણ સામેલ છે. ટક્કર બાદ અનેક વાહનોમાં આગ લાગી ગઈ. કેટલાક મૃતદેહો ગંભીર રીતે સળગી ગયા છે, તેથી મૃતકોની ઓળખ માટે DNA તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતનમાં 7 દેશોના નાગરિકોનાં મોત યુએઈના ગૃહ મંત્રાલય અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં યુએઈ, ઓમાન, ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઈજિપ્તના નાગરિકો સામેલ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 30 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ અડધા લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના લોકોની સારવાર ચાલુ છે. કેરળ સરકારે મૃતકોના પરિવારની મદદના આદેશ આપ્યા અકસ્મતમાં જીવ ગુમાવનારા ત્રણેય ભારતીયોની ઓળખ મુહમ્મદ અસ્‍મિલ, તેમની જોડિયા બહેન મિસ્ના જુબિન અને મુહમ્મદ ફૈઝ તરીકે થઈ છે. કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને પીડિત પરિવારની મદદ માટે અધિકારીઓને સૂચના આપી છે. તેમણે પરિવારને જરૂરી સહાય પૂરી પાડવા જણાવ્યું છે. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ ભારતીય નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. દૂતાવાસે જણાવ્યું કે તે પીડિત પરિવારોના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે. ટક્કર બાદ વાહનોમાં આગ ફેલાઈ UAEના ગૃહ મંત્રાલય મુજબ, અકસ્માત ફુજૈરાહ શહેરના એન્ટ્રી રુટ પર મધરાતના થોડા સમય પહેલાં થયો હતો. રસ્તા પર ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક ટ્રકના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક પહેલા બીજા એક વાહન સાથે અથડાયો અને ત્યારબાદ પલટી ખાઈને રસ્તા પર ધીમી ગતિએ ચાલી રહેલા અથવા ઊભેલા વાહનો સાથે અથડાયો હતો. અથડાયા બાદ લાગેલી આગ ઝડપથી આસપાસની ગાડીઓમાં ફેલાઈ ગઈ. અકસ્માતમાં કુલ 23 વાહનો સામેલ હતાં, જેમાં 18 કાર અને 5 ટ્રક હતાં. માહિતી મળતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ આગ બુઝાવવાનું, ઘાયલોને બહાર કાઢવાનું અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. -------------------- આ સમાચાર પણ વાંચો… UAE નજીક ઓઇલ ટેન્કર પર હુમલો:19 ભારતીય નાવિકો સવાર હતા: તમામ સુરક્ષિત; 8 મહિનામાં 15 ભારતીય નાવિકોનાં મોત બુધવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) પાસે કાચા તેલથી ભરેલા એક ટેન્કર પર હુમલો થયો. જહાજમાં 19 ભારતીય નાવિકો સહિત કુલ 22 લોકો સવાર હતા. UAE કોસ્ટ ગાર્ડે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ભારત સરકાર જહાજની મેનેજમેન્ટ કંપનીના સંપર્કમાં છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
    Click here to Read More
    Previous Article
    બરાર-સેફર્ટ વચ્ચે ધબાધબી બોલી ગઈ:ઈન્ડિયન બોલરે કિવી ઓપનરને આઉટ કરીને એગ્રેસિવ સેન્ડ-ઑફ આપ્યો; કોહલી તેનો હાથ પકડીને ખસેડ્યો
    Next Article
    'I'm A Piece Of Sh*t': Inside Jensen Huang's Final Hours As Nvidia CEO

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment