Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયાને યમનમાં કેવી રીતે ફસાવી દીધું:ખોટા નિર્ણયો લીધા હોવાથી UAEએ સાથ છોડી દીધો; ટ્રમ્પે પણ મદદ કરી નહીં

    13 hours ago

    સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાના દેશને તેલની કમાણીમાંથી બહાર કાઢીને વિશ્વનું મોટું રોકાણ અને પ્રવાસન કેન્દ્ર બનાવવા માંગે છે. પરંતુ જે યમન યુદ્ધમાંથી તેઓ છેલ્લા 11 વર્ષથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એ જ યુદ્ધે તેમને ફરી ઘેરી લીધા છે. ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો સાઉદી શહેરો, હવાઈમથકો અને તેલ મથકોને નિશાન બનાવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, અનેક ખોટા નિર્ણયો કારણે સાઉદી અરેબિયાની મુશ્કેલીઓ વધી છે. ગયા વર્ષે યમનને લઈને સાઉદી અરેબિયા અને UAE વચ્ચેની જૂની ભાગીદારી તૂટી ગઈ. સાઉદી વિરુદ્ધની લડાઈમાં ટ્રમ્પે પણ સલમાનનો સાથ આપ્યો નહોતો. હવે સાઉદી અરેબિયા પોતાના સહયોગી દેશોની મદદથી હૂતીઓ વિરુદ્ધ નવું અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો સ્પષ્ટ નથી. UAEના હટી જતાં સાઉદીની વ્યૂહરચના નબળી પડી સાઉદી અરેબિયા અને UAE પહેલાં યમનમાં હૂતી બળવાખોરો સામે સાથે મળીને લડી રહ્યા હતા. પરંતુ બાદમાં બંનેના હિતો અથડાવા લાગ્યા. સૌથી મોટો વિવાદ એ મુદ્દે થયો કે યુદ્ધ બાદ યમન પર કોનું અને કેવા પ્રકારનું શાસન હોવું જોઈએ. સાઉદી અરેબિયા- યમનમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું સમર્થન કરે છે. UAE- યમનમાં અલગ દેશની માંગ કરનારા STC સાથે ઊભું છે. 2025ના અંતમાં STCએ દક્ષિણ યમનના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો હતો. સાઉદી અરેબિયાને લાગ્યું કે આનાથી તેની સરહદની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ત્યારબાદ ડિસેમ્બર 2025માં સાઉદી અરેબિયાએ મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો કર્યો. સાઉદીનો આરોપ હતો કે ત્યાં UAEથી આવેલા હથિયારો ઉતારવામાં આવી રહ્યા હતા. જ્યારે UAEનું કહેવું હતું કે જહાજોમાં હથિયારો નહોતા અને સામાન યમનમાં તૈનાત તેના સૈનિકો માટે હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો. UAEએ યમનમાં હૂતી બળવાખોરો વિરુદ્ધ લડી રહેલા પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા. તેની અસર યમનમાં હૂતીઓ વિરુદ્ધ લડી રહેલા જૂથો પર પડી. UAEના સમર્થનથી તૈયાર થયેલા હજારો ઉગ્રવાદીઓ અચાનક પોતાની જૂની કમાન્ડથી અલગ થઈ ગયા. સાઉદી અરેબિયા તેમની જગ્યાએ તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરી શક્યું નહીં. આથી હૂતીઓને મજબૂત થવાની તક મળી ગઈ. ઈરાનના યુદ્ધે સાઉદી અરેબિયાને ફરી ખેંચી લીધું UAE સાથેની ભાગીદારી તૂટ્યા બાદ સાઉદી અરેબિયા હજી યમનમાં પોતાનો પગદંડો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યાં જ અમેરિકા અને ઇઝરાઈલે ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ જુલાઈમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમાં ભાગ લેવા માટે હૂતી પ્રતિનિધિમંડળ એક વિમાન દ્વારા તેહરાન પહોંચ્યું હતું. જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ યમનની રાષ્ટ્રીય એરલાઇન દ્વારા જ પરત ફરે. તેમને ઈરાનની એરલાઇનમાં પરત આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ દરમિયાન, હૂતી અધિકારીઓ ઈરાની વિમાનને સીધું સનામાં ઉતારવા પર અડગ રહ્યા. ત્યારબાદ સરકાર સમર્થિત દળોએ સના એરપોર્ટના રનવે પર બોમ્બમારો કર્યો, જેથી ઈરાની વિમાન ત્યાં ઉતરી ન શકે. આ પછી વિમાનને પોતાનો માર્ગ બદલીને હુદૈદાહ એરપોર્ટ પર ઉતરવું પડ્યું. આ ઘટનાથી હૂતી બળવાખોરો એટલા નારાજ થઈ ગયા કે તેમણે સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલા ચાર વર્ષ જૂના યુદ્ધવિરામનો ભંગ કરી દીધો. ટ્રમ્પ પાસે મદદ માગી, પરંતુ અમેરિકાએ હાથ ખેંચી લીધા સાઉદી અરેબિયાને આશા હતી કે જરૂર પડ્યે અમેરિકા તેની સૈન્ય મદદ કરશે. બંને દેશોએ સંરક્ષણ સહયોગ પણ વધાર્યો હતો. પરંતુ હૂતીઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે આ વિશ્વાસ નબળો પડતો દેખાયો. CNNના અહેવાલ મુજબ, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત વાત કરી અને હૂતીઓ પર હુમલો કરવાની અપીલ કરી. ટ્રમ્પે સીધો સૈન્ય હસ્તક્ષેપ કર્યો નહોતો. તેના બદલે અમેરિકાએ ઓમાનમાં હૂતીઓ સાથે વાતચીત કરી, જેથી તેમની સાથે પોતાનો યુદ્ધવિરામ જાળવી શકાય. સાઉદી અરેબિયા હવે અન્ય દેશો પાસેથી મદદ મેળવી રહ્યું છે. ફ્રાન્સે સંરક્ષણ સાધનો અને સૈન્યકર્મીઓ મોકલવા સંમતિ વ્યક્ત કરી છે, જ્યારે બ્રિટને સાઉદી લડાકુ વિમાનોમાં ઈંધણ ભરવા માટે વિમાનો મોકલવાની વાત કહી છે. સાઉદી અરેબિયા, તુર્કિયે અને પાકિસ્તાને પણ સંરક્ષણ સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી છે. યુદ્ધની સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા પર અસર મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાને તેલ પરની નિર્ભરતામાંથી બહાર લાવવા માગે છે. આ માટે તેઓ દેશમાં પ્રવાસન સ્થળો, રમતગમત, ફિલ્મો અને મનોરંજનને પ્રોત્સાહન આપી રહ્યા છે. મોટા-મોટા પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સતત થઈ રહેલા હુમલાઓથી આ યોજનાઓ પર ખતરો વધી ગયો છે. વિસ્તારમાં તણાવને કારણે આ વર્ષે અનેક ફિલ્મ મહોત્સવો, પુરસ્કાર કાર્યક્રમો અને સંગીતના મોટા આયોજનો મુલતવી રાખવા પડ્યા છે. ઑક્ટોબરના અંતમાં સાઉદી અરેબિયામાં યોજાનારી મોટી રોકાણ બેઠક પર પણ અસર થવાની આશંકા છે. તેલના ઠેકાણાઓ પરના હુમલા અને તેલનો પુરવઠો અટકી જવાથી દેશની આવક ઘટી શકે છે. સાઉદી અરેબિયા હવે હૂતી વિદ્રોહીઓ સામે લડવા માટે યમનમાં પોતાના સાથી જૂથોની મદદ લઈ રહ્યું છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે માત્ર હવાઈ હુમલા કરવા અને કેટલાક વિસ્તારો પર કબજો કરવાથી આ લડાઈ સમાપ્ત નહીં થાય. યમનમાં લડી રહેલા જૂથો વચ્ચે જ અનેક મુદ્દાઓ પર સહમતિ નથી. યમનની સરકાર આગળ કેવી હોવી જોઈએ, તે અંગે પણ તેઓ એકમત નથી. હૂતીઓને રોકવા મુશ્કેલ, તેલના કારોબાર પર ખતરો સાઉદી અરેબિયા સામે બે મોટી મુશ્કેલીઓ છે. પહેલી, હૂતીઓના હુમલાઓને રોકવા અને પોતાની સરહદો તથા તેલના ઠેકાણાઓને સુરક્ષિત રાખવાની. બીજી, યમનમાં લડાઈનો અંત લાવવાનો એવો રસ્તો શોધવાની, જેથી તેને વારંવાર હુમલા ન કરવા પડે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ રહેશે, ત્યાં સુધી ઈરાન હૂતીઓની મદદથી સાઉદી અરેબિયા પર દબાણ બનાવી શકે છે. આવી સ્થિતિમાં માત્ર હથિયારો અને હવાઈ હુમલાઓથી સાઉદી અરેબિયા માટે લાંબા સમય સુધી શાંતિ જાળવી રાખવી મુશ્કેલ રહેશે. સાઉદી અરેબિયા ઇચ્છતું હતું કે યમનની લડાઈ તેની સરહદોથી દૂર રહે, પરંતુ હવે આ જ લડાઈ તેના માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. તેનાથી દેશની સુરક્ષા, તેલથી થતી આવક અને વિકાસની યોજનાઓ પર અસર પડી રહી છે. હવે મોહમ્મદ બિન સલમાન સામે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ દેશને ફરીથી વિકાસના માર્ગે કેવી રીતે આગળ વધારે, જ્યારે યમનની લડાઈ ક્યારે પૂરી થશે તે હજુ સ્પષ્ટ નથી.
    Click here to Read More
    Previous Article
    नवरात्रि पर फटाफट ग्लो और एनर्जी के लिए IV ड्रिप्स ले रही Gen Z, जानिए कितना सुरक्षित है ये ट्रेंड
    Next Article
    લખનઉમાં પૂર, 3 લાખ લોકો પ્રભાવિત:બિહારના 7 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ; રાજસ્થાનના 11 શહેરોમાં રાત્રિનું તાપમાન 20°Cથી નીચે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment