Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઇન્ડિયા U-19એ ઓસ્ટ્રેલિયા U-19ને 6 વિકેટે હરાવ્યું:ત્રીજી અનઓફિશિયલ વનડેમાં લક્ષ્ય રાયચંદાનીની અણનમ સદી, આર્યવીર સહવાગે 34 રન બનાવ્યા

    2 days ago

    રાજકોટમાં રમાયેલી ત્રીજી અનઑફિશિયલ વનડેમાં ઈન્ડિયા U-19એ ઓસ્ટ્રેલિયા U-19ને 6 વિકેટે હરાવ્યું. આ સાથે જ ટીમે આ સિરીઝ 3-0થી જીતી લીધી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 254 રનમાં સમેટાઈ ગઈ. જવાબમાં ઈન્ડિયા U-19એ 41.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત તરફથી કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ 106 બોલમાં અણનમ 110 રન બનાવ્યા. જ્યારે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે 34 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેડ હોલિક અને નીલ પટેલની અડધી સદી ઓસ્ટ્રેલિયા તરફથી ઝેડ હોલિકે 88 બોલમાં 87 રન બનાવ્યા. નીલ પટેલે 71 બોલમાં 51 રનની ઇનિંગ્સ રમી. બ્લેક કેટલે 31 બોલમાં 38 રન બનાવ્યા. ભારત માટે મોહિત ઉલવા અને મનાલ ચૌહાણે સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી. આર્યન સાવસાનીને એક વિકેટ મળી. ઇન્ડિયા U-19એ 175 રનમાં 4 વિકેટ ગુમાવી જવાબમાં ભારતની શરૂઆત સારી રહી. ઓપનર લક્ષ્ય અને આર્યવીરે પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી. આર્યવીર મેથ્યુ પિટ્ઝની બોલિંગમાં કેચ આઉટ થયો. વીકે વિનિત પણ 10 રને પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ કુશાગ્ર ઓઝાએ લક્ષ્ય સાથે મળીને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી. કુશાગ્ર 45 રન બનાવીને આઉટ થયા. તેના તરત બાદ અર્જુન રાજપૂત ખાતું ખોલ્યા વિના બોલ્ડ થઈ ગયા. ભારતે 175 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી. લક્ષ્ય-રજતે 80 રનની અણનમ ભાગીદારી કરીને જીત અપાવી ત્યાર બાદ લક્ષ્ય અને રજત બઘેલે ઇનિંગ્સ સંભાળી. બંનેએ પાંચમી વિકેટ માટે 80 રનની અણનમ ભાગીદારી કરી. લક્ષ્યે 110 રનની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. રજત 34 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા. ભારતે 41.2 ઓવરમાં 255 રન બનાવીને મેચ પોતાના નામે કરી.
    Click here to Read More
    Previous Article
    क्राइम सीन पर अब नहीं छूटेगा कोई सुराग! यूपी के 75 जिलों में अपराधियों का काल बनेगी 'स्पेशल 32' की मास्टर ट्रेनिंग
    Next Article
    કેટરીના કૈફની ટ્રોલિંગ બાદ પરિણીતિ ચોપડા ભડકી:બાળકને જન્મ આપ્યા બાદ મહિલાના શરીર પર ટિપ્પણી કરનારને અભણ માનસિકતા ગણાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment