Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આહિર પ્રજ્ઞીએ U-16 પેન્ટાથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યો:ખેરગામની દીકરી ગુજરાતનું વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરશે

    2 days ago

    ખેરગામની આહિર પ્રજ્ઞીએ ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ મીટ-2026માં U-16 પેન્ટાથલોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ખેરગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ તે આગામી વેસ્ટ ઝોન જુનિયર ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પ્રજ્ઞીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેની આ સફળતા બદલ પરિવારજનો, કોચ, રમતપ્રેમીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. આહિર પ્રજ્ઞીની આ શાનદાર સિદ્ધિને કારણે તેને હવે વેસ્ટ ઝોન જુનિયર ચેમ્પિયનશિપ – ગોવા માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. ખેરગામની આ પ્રતિભાશાળી ખેલાડી પાસેથી આગામી સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.પ્રજ્ઞીની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને રમતગમત ક્ષેત્રે ખેરગામનું નામ વધુ ઊંચું લઈ જવાની આશા જગાવી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 392 લોકોનાં મોત, 1400 હજુ પણ ગુમ:290 ભારતીયોની શોધખોળ ચાલુ; તળાવ તૂટતા ફરી પૂરનું જોખમ
    Next Article
    Australia Great Puts Question Mark On Rohit Sharma's Place In ODI World Cup: "Is He Fully Committed?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment