Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજય સતત ત્રીજા દિવસે રાજ્યપાલને મળવા પહોંચ્યા:સરકાર રચવાનો દાવો રજૂ કર્યો; TVKને કોંગ્રેસ-લેફ્ટનું સમર્થન; બહુમતી માટે વધુ 2 ધારાસભ્યો જરૂરી

    18 hours ago

    તમિલનાડુમાં TVK ચીફ અને અભિનેતા વિજય સતત ત્રીજા દિવસે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળવા લોકભવન પહોંચ્યા છે. તેઓ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. વિજયને લેફ્ટ પાર્ટીઓ, CPI અને CPI(M)એ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. બંને પાસે 2-2 ધારાસભ્યો છે. વિજય પાસે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન પહેલેથી જ છે. TVKએ ચૂંટણીમાં 108 બેઠકો જીતી છે. વિજય બે બેઠકો પર જીત્યા છે. તેમને એક બેઠક છોડવી પડશે. સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 118 છે. આવા સંજોગોમાં વિજયને વધુ 11 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસના 5 અને લેફ્ટ પાર્ટીઓના 4 ધારાસભ્યોના સમર્થન છતાં વિજય પાસે 116 ધારાસભ્યો જ હશે. તેમને સરકાર બનાવવા માટે વધુ બે ધારાસભ્યોનો સાથ જોઈશે. સૂત્રોનો દાવો છે કે વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) પોતાના બે ધારાસભ્યો સાથે વિજયને સમર્થન આપવા તૈયાર છે. જોકે, પાર્ટીએ હજુ સુધી ઔપચારિક જાહેરાત કરી નથી. વિજયે 6 અને 7 મેના રોજ પણ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ રાજ્યપાલે કહ્યું કે 118 ધારાસભ્યોનું સમર્થન બતાવો તો જ સરકાર બનાવવા માટે આમંત્રિત કરીશું. તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી પછી થઈ રહેલી હલચલ જાણવા માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    DC vs KKR IPL 2026 LIVE Score: Rahul and Nissanka open, Delhi (28/0) vs Kolkata at Kotla
    Next Article
    સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, રાજ્યપાલને મળવા પહોંચ્યા:સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, આવતીકાલે શપથ; શાહ બોલ્યા- મહિલાઓની સુરક્ષા પ્રાથમિકતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment