Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-વડોદરા હાઈવે લોહીલુહાણ, TRB જવાન સહિત બેનાં મોત:ચાર વાહન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના 8થી વધુ સભ્યો ઘાયલ, સાણંદમાં ડમ્પર, ટેન્કર અને થાર અથડાતાં બેનાં મોત

    2 days ago

    ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. સાણંદ-વિરમગામ હાઈવે અને ગોધરા-વડોદરા હાઈવે પર સર્જાયેલા બે અલગ-અલગ ભીષણ અકસ્માતોમાં કુલ 4 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ બંને ઘટનાઓએ હાઈવે પરની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ચાર વાહન વચ્ચે સર્જાયો અકસ્માત ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે ગત રાત્રિએ એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. ચાર વાહન વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં ફરજ પરના એક TRB જવાન સહિત બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે લુણાવાડાના એક જ પરિવારના 8થી વધુ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, વેજલપુર ચોકડી પાસે કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક ઈકો વાન વચ્ચે એકાએક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના સમયે ત્યાં ફરજ બજાવી રહેલા TRB જવાન પણ અડફેટે આવી ગયા હતા. મૃતકોની વિગત આ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યા છે: લુણાવાડાનો પરિવાર ભોગ બન્યો વાનમાં સવાર થઈને લુણાવાડાનો એક જ પરિવાર વેજલપુરથી ગોધરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. કુલ 9 સભ્ય ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 4 બાળક, 4 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 અને ખાનગી વાહનો દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં પોલીસને ભારે મદદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પિંજરા સામે એર કુલર મુકાયા:પાણીનો છંટકાવ કરી તાપમાન ઘટાડવાનો પ્રયાસ, ડિહાઇડ્રેશનથી બચાવવા ORS અને તરબૂચનો આહાર અપાશે
    Next Article
    BPSSC Bihar Police SI 2026 prelims result out at bpssc.bihar.gov.in; mains exam next

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment