Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TRB જવાન સહિત બેના મોત:ગોધરા હાઈવે પર વેજલપુર પાસે ટ્રિપલ અકસ્માત, 8થી વધુ ઘાયલ

    2 days ago

    ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર, આઈશર, ટ્રેલર અને વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં ફરજ પરના એક TRB જવાન અને વાન ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં વાનમાં સવાર આઠથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. વેજલપુર ચોકડી પાસે અચાનક ચાર વાહનો અથડાતા વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 32 વર્ષીય જગદીશ મફતભાઈ બારિયાનું મોત થયું છે, જેઓ વેજલપુર ખાતે TRB જવાન તરીકે ફરજ બજાવતા હતા. અન્ય મૃતક 30 વર્ષીય અશરફ રશીદ પઠાણ લુણાવાડાના રહેવાસી અને વાન ચાલક હતા. લુણાવાડાનો એક પરિવાર વાનમાં સવાર થઈને વેજલપુરથી ગોધરા તરફ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. વાનમાં સવાર લુણાવાડાના એક જ પરિવારના નવ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ચાર બાળકો, ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાયા બાદ એક વ્યક્તિની ગંભીર હાલત જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Gopal Datt on dealing with setbacks, overcoming writer’s block, and experimenting in theatre: ‘When you are not getting commercial work, earning money…’
    Next Article
    Not Gold, Not US Dollar, This Asset Has Surged The Most During Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment