Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TRAIનું નવું DCR પ્લેટફોર્મ અને એપ લોન્ચ:ઘર-ઓફિસમાં નેટવર્ક અને ઇન્ટરનેટની સ્પીડ જાણી શકાશે; પ્રોપર્ટીની કનેક્ટિવિટી રેટિંગ પણ ચેક કરી શકાશે

    10 hours ago

    ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ શુક્રવારે ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ એટલે કે DCR પ્લેટફોર્મ અને મોબાઇલ એપ લૉન્ચ કરી છે. હવે આના દ્વારા ઇમારતોને ડિજિટલ કનેક્ટિવિટીની રેટિંગ મળશે. આ રેટિંગના માધ્યમથી લોકો કોઈપણ પ્રોપર્ટી ખરીદતા અથવા ભાડે લેતા પહેલાં ત્યાંના મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ સ્પીડ અને ડિજિટલ સુવિધાઓનું સ્તર પણ તપાસી શકશે. ટ્રાઈના આ પગલાથી હવે લોકોને ઘર અથવા ઑફિસની અંદર નબળા નેટવર્ક અને કૉલ ડ્રૉપ જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગની 5 મોટી વાતો પ્રોપર્ટી મેનેજર્સ માટે સિંગલ ઇન્ટરફેસ ટ્રાઈના નિવેદન અનુસાર, આ પ્લેટફોર્મ પ્રોપર્ટી મેનેજર્સ, નોંધાયેલ ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ એજન્સી અને ગ્રાહકોને એક જ ઇન્ટરફેસ પર લાવે છે. સરકારી, કોમર્શિયલ, જાહેર અને ખાનગી શ્રેણીની તૈયાર તેમજ બાંધકામ હેઠળની ઇમારતો માટે પ્રોપર્ટી મેનેજર્સ પોતાની મિલકતોને રજિસ્ટર કરીને રેટિંગ એપ્લિકેશનની સ્થિતિ ટ્રૅક કરી શકે છે. ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ટ્રાઈની સત્તાવાર વેબસાઇટ https://dcrp.trai.gov.in, https://dcrp.trai.gov.in પર જઈ શકાય છે. ઇન-બિલ્ડિંગ સોલ્યુશન (IBS) શું છે? મોટી અથવા બહુમાળી ઇમારતો, બેઝમેન્ટ અને લિફ્ટ જેવી જગ્યાઓ પર મોબાઇલ ટાવરના સિગ્નલ ઘણીવાર અંદર સુધી પહોંચી શકતા નથી. આ સમસ્યાનો સામનો કરવા માટે ઇમારતની અંદર જ નાના એન્ટેના અને કેબલ્સનું નેટવર્ક બિછાવવામાં આવે છે, જેને ઇન-બિલ્ડિંગ સોલ્યુશન (IBS) કહેવામાં આવે છે. DCR રેટિંગ એ નક્કી કરશે કે બિલ્ડરે ઇમારતમાં આવી ટેક્નોલોજી ઇન્સ્ટોલ કરી છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    NASA Chief Warns China Could Lock US Out Of Lunar South Pole
    Next Article
    SBI ATMમાંથી રોકડ ઉપાડવા પર 3 દિવસ સુધી ચાર્જ નહીં:28થી 30 સપ્ટેમ્બર સુધી બેંકોની હડતાળ, પરંતુ ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment