Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ભાન ભૂલ્યા, વિવાદિત નિવેદન:અલ્પેશ લિંબાચિયાએ કહ્યું-'છાણી TP-13માં અશાંતધારો લાગુ કરાશે, એકપણ વિધર્મીને ઘૂસવા નહીં દેવાય'

    2 days ago

    પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાનનો દિવસ નજીક આવતા જ નેતાઓ ચૂંટણી પ્રચારના જોશમાં ભાન ભૂલવા લાગ્યા છે. તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાએ વિવાદિત નિવેદન કર્યું છે. છાણી ટીપી 13માં પ્રચાર વખતે લોકો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે. વિધર્મી લોકોને લઈ વિવાદિત નિવેદન કર્યું ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે, આટલા ફ્લેટ્સમાં પણ સાત-આઠ- દસ ઘર જ વિધર્મી લોકોના છે. આપણા લોકો સાત આઠ વિધર્મી લોકોથી ઘરથી ડરતા હોય છે. જ્યારે આપણા 500 ઘર હોય તો પણ ડરતા નથી. આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે. એ લોકો 5થી 7 લોકો આપણી વચ્ચે રહેવા આવે તો પણ કેવું કરીશું, શું કરીશું. આવું કરતા હોય છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અશાંત ધારાનો કાયદો લાવી છે. એ આવા લોકોને પાઠ ભણાવવા માટે છે. TP 13માં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મીને ઘૂસવા નહીં દે.આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ પાર્ટીમાં ઘરવાપસી કરી ઉલ્લેખનીય છે કે, અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 19માંથી જીત્યા હતા. મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવાના વિવાદમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા અને ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ખડગેએ કહ્યું-મોદી આતંકવાદી:શાહે કહ્યું- મમતાના ગુંડાઓએ સાંભળી લે, જો મતદાનમાં ખલેલ પહોંચાડશો, તો ઊંધા લટકાવીશું
    Next Article
    વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ મેળવવાનું કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, ક્રિમિનલ હિસ્ટ્રી છુપાવવા નકલી ઓળખ ઉભી કરી, UKના વિઝા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment