Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:TMCનો આરોપ- EVM સાથે છેડછાડ; અમેરિકાની ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલ છોડવાની તૈયારી, ભારે વરસાદે 32નો ભોગ લીધો

    8 hours ago

    નમસ્તે, પશ્ચિમ બંગાળમાં TMCએ સ્ટ્રોંગ રૂમમાં EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે આ અશક્ય છે. બીજી તરફ, અમેરિકા ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલ છોડવાની યોજના બનાવી રહ્યું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ MPના જબલપુરમાં ક્રૂઝ અકસ્માતની મોટી બેદરકારીઓ વિશે જણાવીશું… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમિત શાહ પર ટિપ્પણી કરવાના મામલે રાહુલ ગાંધી પર નોંધાયેલા માનહાનિના કેસમાં યુપીની સુલતાનપુર કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. સુવેન્દુ અધિકારી કોલકાતાના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા: મમતા ગઈકાલે અહીં 4 કલાક રોકાયાં હતાં; સુપ્રીમ કોર્ટમાં આજે TMCની અરજી પર સુનાવણી શુક્રવારે સાંજે 6:30 વાગ્યે કોલકાતાની સખાવત મેમોરિયલ સ્કૂલ ખાતે EVM સ્ટ્રોંગ રૂમમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારી પહોંચ્યા હતા. તેઓ લગભગ 10 મિનિટ ત્યાં રહ્યા હતા. ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ જ સ્ટ્રોંગ રૂમમાં ચાર કલાક બેઠા હતા. ટીએમસીએ ચૂંટણી અધિકારીઓ પર પૂર્વ સૂચના વિના EVM સ્ટ્રોંગ રૂમ ખોલવાનો, EVM સાથે છેડછાડ કરવાનો અને ત્યાં શંકાસ્પદ વ્યક્તિઓની હાજરીનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ ચૂંટણી કેસમાં ટીએમસીની અરજીની સુનાવણી માટે એક ખાસ બેન્ચની રચના કરી હતી. આ બેન્ચ શનિવારે (કાલે) સુનાવણી કરશે. આ અરજી કોલકાતા હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ છે, જેમાં મતગણતરી દરમિયાન ફક્ત કેન્દ્ર સરકાર અને PSU કર્મચારીઓને જ સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાન પર સુપરસોનિક મિસાઈલથી હુમલો કરશે અમેરિકા, બંને દેશ વચ્ચે ફરી યુદ્ધના ભણકારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દેવાય. તેમણે કહ્યું, "જો તમે (દુનિયા) આની સાથે સહમત છો, તો મેં જે કર્યું તે સંપૂર્ણ સફળતા હતી કારણ કે અમારી સેનાએ તેમને સંપૂર્ણપણે નબળા બનાવી દીધા હતા." અમેરિકા પહેલીવાર ઈરાન સામે હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરી શકે છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) ના કમાન્ડરે ઈરાન સામે સંભવિત હુમલા માટેના વિકલ્પો વિશે રાષ્ટ્રપતિ ટ્રમ્પને માહિતી આપી છે. ફોક્સ ન્યૂઝ અનુસાર, એડમિરલ બ્રેડ કૂપરે વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં આ વિકલ્પો રજૂ કર્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે જો ટ્રમ્પ ફરીથી હુમલો કરવાનું નક્કી કરે છે, તો "નાનો પણ ખૂબ જ શક્તિશાળી હુમલો" થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. MP-જબલપુરમાં ક્રુઝ ડૂબ્યું, 9 મૃતદેહ મળ્યા:લાઇફ જેકેટમાં 4 વર્ષના દીકરાને છાતીએ લગાવેલો માતાનો મૃતદેહ મળ્યો; PMએ દુઃખ વ્યક્ત કર્યું મધ્ય પ્રદેશના જબલપુર ખાતે બરગી ડેમમાં ગુરુવારે સાંજે પર્યટન વિભાગનું એક ક્રુઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. 28 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તંત્ર મુજબ, 4 લોકો હજુ પણ ગુમ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ક્રુઝમાં લગભગ 43 થી 47 પ્રવાસીઓ સવાર હતા, અને ફક્ત 29 લોકોને જ ટિકિટ અપાઈ હતી. દુર્ઘટના કિનારાથી લગભગ 300 મીટર દૂર થઈ. બરગી સિટી સી.એસ.પી. અંજુમ મિશ્રાએ જણાવ્યું કે શરૂઆતી બચાવ કાર્યમાં SDRF એ ઘણા લોકોને બચાવ્યા, પરંતુ અંધારા અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યને અસર થઈ હતી. શુક્રવારે સવારે ફરીથી રેસ્ક્યૂ ચાલુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. દેશનું GST કલેક્શન રેકોર્ડ ₹2.42 લાખ કરોડ, ઓલટાઈમ હાઈ:ગુજરાત-મહારાષ્ટ્રનું યોગદાન વધુ, ગયા વર્ષે એપ્રિલમાં ₹2.23 લાખ કરોડ હતું ભારતના ગ્રોસ GST કલેક્શને એપ્રિલ મહિનામાં ₹2.42 લાખ કરોડનો નવો રેકોર્ડ બનાવ્યો. સરકારી ડેટા મુજબ, ગયા નાણાકીય વર્ષના આ જ મહિનાની સરખામણીમાં તેમાં 8.7% નો વધારો નોંધાયો છે. આ પહેલા સૌથી વધુ કલેક્શન એપ્રિલ 2025માં ₹2.23 લાખ કરોડ રહ્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ટેક્સ કલેક્શન મજબૂત રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે માર્ચમાં નાણાકીય વર્ષ પૂરું થતી વખતે કંપનીઓ તેમના આખા વર્ષના ખાતાઓનું રિકન્સિલિએશન કરે છે. આના કારણે બાકી ટેક્સની ચુકવણી એપ્રિલમાં કરવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપી-બિહાર-કર્ણાટકમાં 2 દિવસમાં વાવાઝોડાં-વરસાદથી 32નાં મોત:દિલ્હીમાં એપ્રિલ દરમિયાન 18 વર્ષમાં સૌથી વધુ વરસાદ; રાજસ્થાન-મહારાષ્ટ્રમાં પારો 44°C પાર છેલ્લા 15 દિવસથી ભીષણ ગરમીનો સામનો કરી રહેલા દેશના મોટા ભાગમાં ગુરુવારે તેજ પવનો સાથે વરસાદથી થોડી રાહત મળી. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડમાં વાવાઝોડા-વરસાદ અને કરા પડવાથી તાપમાનમાં 3-5°C સુધીનો ઘટાડો થયો. યુપીમાં ગુરુવારે છેલ્લા બે દિવસ દરમિયાન વાવાઝોડા-વરસાદથી 17 લોકોનાં મોત થયા. બિહારમાં પણ 5 લોકોનાં મોત થયા છે. કર્ણાટકના બેંગલુરુમાં બુધવારે રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન બનેલી અલગ-અલગ ઘટનાઓમાં મૃત્યુઆંક 10 થયો છે. દિલ્હીમાં ગુરુવારે ઘણા વિસ્તારોમાં વરસાદ, તેજ પવન અને કરા પડ્યા. આનાથી તાપમાન 8 થી 15°C સુધી ઘટી ગયું. પાલમમાં તાપમાન 39 થી ઘટીને 28 ડિગ્રી થઈ ગયું. હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીમાં આ વર્ષે એપ્રિલ દરમિયાન 18 વર્ષમાં સૌથી વધુ 27.9 મિમી વરસાદ થયો. આ પહેલા એપ્રિલ 2008માં 38.6 મિમી વરસાદ નોંધાયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દેશનું સૌપ્રથમ માનવરહિત ટોલપ્લાઝા સુરતમાં શરૂ:તાઈવાનની ટેકનોલોજી, હાઈટેક ANPR કેમેરા વાહનો રોક્યા વગર 120ની ગતિમાં પણ ટોલ કાપશે ભારત હવે વિશ્વકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવતા મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે NH-48 પર સુરત નજીક ભારતનો પ્રથમ બેરિયર-ફ્રી ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકોએ ટોલ ભરવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની કે વાહન રોકવાની જરૂર પડશે નહીં. મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે NH-48 પર સુરત અને ભરૂચ વચ્ચે કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં આવેલો આ ટોલ પ્લાઝા હવે સંપૂર્ણપણે ઓટોમેટિક બની ગયો છે. અહીં તાઈવાનની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં કોઈ ભૌતિક બેરિયર નથી. વાહન જેવું પ્લાઝા નીચેથી પસાર થશે, એટલે હાઈ-ટેક ANPR કેમેરા કેમેરા ફાસ્ટેગ અને નંબર પ્લેટ રીડ કરીને આપોઆપ ટોલ ટેક્સ કાપી લેશે. આ સાથે જેના ટોલ નહીં કપાય તેવા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. હીટસ્ટ્રોકની અસર જણાય તો અહિંયા પહોંચજો:રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં 70થી વધુ બેડના સ્પેશિયલ વોર્ડ ઊભા કરાયા, ગરમીથી આ રીતે બચો ગુજરાતમાં વધતા જતા તાપમાન અને હીટવેવની ગંભીરતાને ધ્યાને લેતા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની સિવિલ હોસ્પિટલોમાં 70થી વધુ બેડના ખાસ હીટસ્ટ્રોક સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. ગરમીના કારણે લૂ લાગવા કે ડિહાઈડ્રેશન જેવી સમસ્યા થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. રાજ્યમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈપણ ફેરફાર જોવા મળ્યો નથી. જો કે આગામી 48 કલાક સુધી પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. પરંતુ 48 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મણિપુરમાં બે બાળકોનાં મૃતદેહ 24 દિવસથી પડ્યા રહ્યા:7 એપ્રિલે ઘરે બોમ્બ હુમલામાં જીવ ગયો હતો; દાદાએ કહ્યું- અમને હત્યારાઓ જોઈએ છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હાથમાં બંદૂક અને સિક્રેટ સર્વિસ પર ફાયરિંગ...:ટ્રમ્પની હત્યા કરવા માટે આવેલાં હુમલાખોરે એક દિવસ અગાઉ હોટલની રેકી કરી હતી, જુઓ નવા HD CCTV વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સાંવલિયાજીને 34 વર્ષમાં પહેલીવાર 337 કરોડનું દાન:200 લોકોનો સ્ટાફ, મશીનથી ગણતરી, એવી શ્રદ્ધા કે ભક્તો સ્ટેમ્પ પર રકમ લખીને લાવે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પોવેલની વિદાય, કહ્યું હતું-પ્રામાણિકતાની કોઈ કિંમત હોતી નથી: વૈશ્વિક અર્થતંત્રનો સૌથી મહત્વનો ચહેરો બનવા સુધીની કહાની વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : એર ઇન્ડિયા હવે દરરોજ 100 ફ્લાઇટ્સ ઘટાડશે:કારણ-ઇંધણના વધતા ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત; ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકાના રૂટને અસર થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLનું ગણિત- બેંગલુરુ ત્રીજી હાર છતાં નંબર-2 પર અડીખમ:ગુજરાત પાંચમા સ્થાને યથાવત; રાજસ્થાન પાસે નંબર-2 પર પહોંચવાની તક વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : તમામ રાશિ માટે મે મહિનો કેવો રહેશે?:મેષ-વૃષભ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ જોરદાર, તુલા રાશિના લોકોનું નોકરીમાં પ્રમોશન નક્કી વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 7 વર્ષનો બાળક તરીને શ્રીલંકાથી ભારત પહોંચ્યો ઝારખંડના 7 વર્ષના ઈશાંકે શ્રીલંકાથી ભારત સુધીનું 29 કિમીનું અંતર સમુદ્રમાં તરીને પાર કર્યું. તેણે 9 કલાક 50 મિનિટમાં આ અંતર કાપીને સૌથી નાની ઉંમરે રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે તમિલનાડુના જય જસવંતનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જસવંતે 10 વર્ષની ઉંમરે આ અંતર 10 કલાક 30 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: બંગાળમાં પરિણામ પહેલાં શું રંધાઈ રહ્યું છે?:મોબાઈલમાં વીડિયો આવતાં જ મમતાનો હાઈવોલ્ટેજ ડ્રામા; અડધી રાત્રે ગુજરાતીઓ પર દીદીનો હુમલો 2. આજનું એક્સપ્લેનર: 6 કલાકમાં ભલભલાને મારી નાખે એવી ગરમી; 117 ડિગ્રી તાવ જેટલું તાપમાન; રણ કરતાં પણ ગરમ કેમ છે આ વિસ્તાર 3. એક્સક્લૂસિવ : શિલ્પા પટેલ કે કામિની પટેલ? યુવતી 1, પાસપોર્ટ 2:નામ અને ગામ બદલ્યું ને ઊભું કર્યું બોગસ ફેમિલી, અમેરિકા જવાની ખતરનાક મોડસ ઓપરેન્ડી 4. ફિલ્મી ફેમિલી : મન્ના ડે ખાસ અમદાવાદથી માંજો મગાવીને મુંબઈમાં પતંગબાજી કરતા:ચાહકોએ જેલમાં ધકેલવાની ધમકીઓ આપી, બોલિવૂડ અંતિમ સંસ્કારમાં હાજરી આપવામાં ઊણું ઊતર્યું 5. પારકી પંચાત: ‘મને લારી નહીં આપે તો દારૂ ઉતરાવીને વેચીશ’:મસાલો ચોળતા ચોળતા માસીએ મોટા સાહેબને ભગાડ્યા; ચૂંટણી હાર્યા તો લાઈટના થાંભલા કાઢી ગયા? 6. MATCH મસાલા: અર્શદીપે શશાંકની આબરૂ કાઢી!:કોમેન્ટ્રી બોક્સમાં હગ-કીસનો VIDEO; મેચમાં ફેન્સ મોરેમોરો, RCB સપોર્ટરને દિલાસો આપ્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:મિથુન રાશિના અટકેલા કામો પૂરા થશે, નવું કાર્ય શરૂ કરવા સિંહ રાશિના લોકો માટે શ્રેષ્ઠ દિવસ (વાંચો સંપૂર્ણ રાશિફળ…)
    Click here to Read More
    Previous Article
    EC announces repolling at 15 polling stations in West Bengal today
    Next Article
    ‘Modi Tattva’, RSS, Hinduism & patriotism in Vadodara MSU’s new Sociology courses

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment