Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતામાં TMC ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું:બંગાળના સંદેશખાલીમાં સુરક્ષા દળો પર ફાયરિંગ, 5 ઘાયલ; દાવો: કોંગ્રેસ તમિલનાડુમાં TVKને સમર્થન આપશે

    14 hours ago

    પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા ફાટી નીકળી છે. ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલીના બામનઘેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને કેન્દ્રીય દળો પર બુધવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. તોફાનીઓએ ગોળીબાર કરતા પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં નજત પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક, એક કોન્સ્ટેબલ, એક મહિલા પોલીસ અધિકારી અને બે કેન્દ્રીય દળના કર્મચારીઓનો સમાવેશ થાય છે. બધાને મીનાખા ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કોલકાતાની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળેથી બોમ્બ ભરેલી એક બેગ પણ જપ્ત કરી હતી. કોલકાતાના ન્યુ માર્કેટમાં ટોળાએ હોબાળો કર્યો અને બુલડોઝરથી ટીએમસી પાર્ટી ઓફિસ તોડી પાડી. તોફાનીઓએ નજીકની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું. ઘટનાનો વીડિયો શેર કરતા, ટીએમસીએ X પર લખ્યું: "ભાજપનું 'પરિવર્તન' આવી ગયું છે, અને તે બુલડોઝર લઈને આવ્યું છે. તમિલનાડુમાં કોંગ્રેસે TVK ચીફ વિજયને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર, મંગળવારે મોડી રાત્રે તમિલનાડુ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી વિજયને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. બુધવારે, TVK તેના બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહાબલીપુરમના ચેંગલપટ્ટુમાં એક હોટલમાં શિફ્ટ કર્યા હતા. બેઠક ઓનલાઈન યોજાઈ હતી, જેમાં દિલ્હીથી ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સામેલ થયા હતા. કોંગ્રેસે કહ્યું છે કે તમિલનાડુનો જનાદેશ એક બિનસાંપ્રદાયિક સરકારની તરફેણમાં છે અને પાર્ટી કોઈપણ ભોગે BJP કે તેના સહયોગી પક્ષોને સત્તામાં આવવા દેવા માંગતી નથી. આ પહેલા વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસેથી સમર્થન માંગ્યું હતું. 234 સભ્યોની વિધાનસભામાં TVK એ 108 બેઠકો જીતી છે અને બહુમતી માટે તેને વધુ 11 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 5 બેઠકો છે, જ્યારે PMK ના 4 ધારાસભ્યો છે. CPI અને CPI(M) ને 2-2 બેઠકો મળી છે. DMK એ 59 અને AIADMK એ 47 બેઠકો જીતી છે. આ તરફ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આસામ-પુડુચેરીમાં NDA, કેરળમાં કોંગ્રેસ; તમિલનાડુમાં TVK જીતી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા. આસામ અને પુડુચેરીમાં NDA એ સરકારમાં વાપસી કરી છે. બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકારો બદલાઈ ગઈ. તમિલનાડુમાં વિજયની 2 વર્ષ જૂની પાર્ટી TVKએ સૌથી વધુ બેઠકો લાવીને ચોંકાવી દીધા. 59 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં એવી સરકાર બનવા જઈ રહી છે, જેમાં DMK કે AIADMK નહીં હોય. બે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન પોતાની બેઠક પરથી ચૂંટણી હારી ગયા. 5 રાજ્યોમાં ચૂંટણી પછી રાજકીય હલચલ સંબંધિત અપડેટ્સ નીચે વાંચો…
    Click here to Read More
    Previous Article
    સાઉથ પ્રોડ્યુસર આર.બી. ચૌધરીનું માર્ગ અકસ્માતમાં મોત:ગાયને બચાવવા જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ; દીકરો જીવા પણ સાઉથ એક્ટર
    Next Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment