Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં શાહ કહ્યું- TMCએ લોકો સાથે દગો કર્યો:તમિલનાડુમાં 234 બેઠકો પર 23 એપ્રિલે મતદાન, આજે સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે

    2 days ago

    તમિલનાડુ વિધાનસભાની તમામ 234 બેઠકો અને પશ્ચિમ બંગાળની પ્રથમ તબક્કાની 152 બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે દાર્જિલિંગમાં એક રેલી યોજી હતી. તેમણે કહ્યું, કોંગ્રેસ અને ટીએમસીએ દાર્જિલિંગના લોકો અને મારા ગોરખા ભાઈઓ સાથે દગો અને અન્યાય કર્યો છે. હું વચન આપું છું કે ભાજપ અહીં સરકાર બનાવતાની સાથે જ ગોરખાઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો 6 મહિનામાં ઉકેલ લાવવામાં આવશે. PM મોદી પર આચારસંહિતા ઉલ્લંઘનનો આરોપ, ચૂંટણી પંચને 700 નાગરિકોએ પત્ર લખ્યો તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા રાજ્યભરમાં 1,200 કરોડ રૂપિયાથી વધુની રોકડ, સોનું-ચાંદી, ફ્રીબીઝ, દારૂ અને ડ્રગ્સ જપ્ત કર્યા છે. તેમાં ₹169.85 કરોડ રોકડ, ₹650.87 કરોડના સોના-ચાંદીનો સમાવેશ થાય છે. બીજી તરફ, મહિલા અનામત બિલને લઈને 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધનને લઈને વિવાદ ઊભો થયો છે. 700થી વધુ નાગરિકોએ ચૂંટણી પંચને પત્ર લખીને તેને આચારસંહિતા (MCC)નો ભંગ ગણાવ્યો છે. પત્ર લખનારાઓમાં પૂર્વ અમલદારો, કાર્યકરો અને પત્રકારોનો સમાવેશ થાય છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ સંબોધન દૂરદર્શન, સંસદ ટીવી અને ઓલ ઇન્ડિયા રેડિયો જેવા સરકારી પ્લેટફોર્મ પર પ્રસારિત થયું હતું, જે ચૂંટણી દરમિયાન પક્ષપાતી પ્રચાર સમાન છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ પ્રસારણને મંજૂરી આપવામાં આવી હતી, તો અન્ય રાજકીય પક્ષોને પણ સમાન સમય આપવો જોઈએ. ચૂંટણી સંબંધિત 3 અપડેટ્સ…
    Click here to Read More
    Previous Article
    અમેરિકી ઉપરાષ્ટ્રપતિ થોડીવારમાં પાકિસ્તાન જવા રવાના થશે:કાલે ઈરાન સાથે વાટાઘાટ, ઈરાની ડેલિગેશન આવવા પર હજી પણ સસ્પેન્સ
    Next Article
    બંગાળમાં 630 કરોડપતિ ઉમેદવારો:23% પર ક્રિમિનલ કેસ, માત્ર 13% મહિલાઓને ટિકિટ; 192 ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment