Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET મુક્તિ મુદ્દે જામનગરમાં શિક્ષકોનું કલેક્ટરને આવેદનપત્ર:કહ્યું -"આ પરીક્ષા નોકરી આપવા માટે નહીં, પણ છીનવવા માટે", સરકાર સમક્ષ TETમાંથી કાયમી મુક્તિની માંગ

    18 hours ago

    સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા-TET અંગે તાજેતરમાં આપવામાં આવેલા ચુકાદાને પગલે દેશભરના શિક્ષકોમાં અસંતોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 'અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ'ના આહવાન પર ગુરુવારે દેશવ્યાપી વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. તેના ભાગરૂપે જામનગર જિલ્લાના સેંકડો શિક્ષકો કલેક્ટર કચેરીએ એકત્રિત થયા હતા અને ધરણાં પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દેશભરમાં વિરોધ, 600થી વધુ સ્થળોએ રજૂઆત શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે, દેશના 600થી વધુ સ્થળોએ કલેક્ટર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા આશરે 25 લાખ શિક્ષકોની નોકરી અને ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. 20થી 25 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને ફરી પરીક્ષાની શરતનો વિરોધ શિક્ષક પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ વર્ષ 2010 પહેલાં થયેલી તમામ ભરતી તે સમયના નિયમો અને મેરિટના આધારે કાયદેસર રીતે કરવામાં આવી હતી. TET પરીક્ષાની વ્યવસ્થા વર્ષ 2010 બાદ અમલમાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોને આગામી બે વર્ષમાં TET પાસ કરવાની શરત મૂકવામાં આવી છે. જો તેઓ પરીક્ષા પાસ નહીં કરે તો નોકરીમાંથી મુક્ત કરવા અથવા ફરજિયાત નિવૃત્તિ જેવી કાર્યવાહી થઈ શકે છે, જે શિક્ષકોના મત મુજબ અન્યાયી છે. આ પરીક્ષા નોકરી આપવા માટે નહીં, પણ છીનવવા માટે છે : શિક્ષકો વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષક આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પરીક્ષા નોકરી મેળવવા માટે લેવામાં આવે છે, પરંતુ આ TET પરીક્ષા 25 લાખ શિક્ષકોની નોકરી છીનવવા માટે લાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, આઝાદી પછીના ઇતિહાસમાં ક્યારેય 20થી 25 વર્ષનો અનુભવ ધરાવતા કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન આવી નવી લાયકાત ફરજિયાત બનાવવામાં આવી નથી. સરકાર સમક્ષ TETમાંથી કાયમી મુક્તિની માંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે કલેક્ટર મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TET પરીક્ષાની શરતમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. દાયકાઓ સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપનારા શિક્ષકોના અનુભવનું સન્માન જાળવી રાખી તેમના સેવા હિતોનું કાયદાકીય સંરક્ષણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    India News Highlights | BJP leader, two relatives burnt alive in Chhattisgarh; Badal-Mann row — Breaking News Today
    Next Article
    બીઆઈએસના દરોડામાં બિન-હોલમાર્ક દાગીના જપ્ત કરાયા:રેરાએ બિલ્ડરને 1.39 કરોડ પર વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો, પાંડેસરામાં જમીન હડપવાના કેસમાં નોટરી સહિત 5 સામે એફઆઈઆર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment