Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં આજે શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન:30 હજારથી વધુ શિક્ષકો સરકારને ઘેરશે, સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે બાંયો ચડાવી

    17 hours ago

    આજે શિક્ષકો ગાંધીનગરમાં જઈને સરકાર સામે મોરચો માંડશે. સુપ્રીમ કોર્ટના TET ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. જેથી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આજે(11 જુલાઈ) ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30 હજારથી વધુ શિક્ષકો જોડાવાની શકયતા છે. 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે વિરોધ નોંધાવશે. સુપ્રીમ કોર્ટ સામે શિક્ષકોએ બાંયો ચડાવી સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો હતો કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ જેથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષકોનો દાવો છે કે જે તે સમયે તે લોકો નોકરીમાં લાગ્યા ત્યારે નિયમ મુજબ લાગ્યા હતા જેથી હવે 2010 પહેલાના શિક્ષકોને TET પરીક્ષા આપવી જરૂરી નથી. 33 જિલ્લામાં શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો જેથી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. 33 જિલ્લામાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલનાત્મક કાર્યક્રમ કર્યા હતા. પરંતુ તે બાદ પણ 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સ્વીકારવામાં આવી નહોતી. ત્યારબાદ આજે 11 જુલાઈએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરશે. આ પણ વાંચો ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. ત્યારે રાજ્યના શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર અને ધરણાની જાહેરાત કરવામાં આવી છે. 2010 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોને આમાંથી બાકાત રાખવાની માગ કરવામાં આવી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Implementing digital and AI in healthcare is fundamentally more complex: Rizwan Koita, co-founder, Koita Foundation
    Next Article
    "If There's A Team France Has To Fear, It's Us": Lamine Yamal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment