Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક સાથે ન્યાય કરો, TET પરીક્ષા રદ કરો:રાજકોટમાં 100થી વધુ શિક્ષકોના ધરણા, રેલી કાઢી કલેક્ટરને આવદેન આપ્યું

    9 hours ago

    સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે TET એટલે કે, ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષકોએ લડતના મંડાણ કર્યા છે. ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ જેટલા શિક્ષકોને આ નિર્ણય અસરકર્તા છે, ત્યારે આજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં 100થી વધુ શિક્ષકોએ બે કલાક સુધી ધરણા કર્યા હતા અને ત્યારબાદ શિક્ષક સાથે ન્યાય કરો, TET પરીક્ષા રદ કરો જેવા નારાઓ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું હતું. 2010 પહેલાના શિક્ષકોએ પરીક્ષા આપવા મુદ્દે વિરોધ રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશ રાખોલીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો 2009નો ચુકાદો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી જે ભરતી થશે તે પરીક્ષાના આધારે થશે. તે અમને માન્ય છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવું કહેવું છે કે વર્ષ 2010 પહેલાના જે શિક્ષકો છે તેઓને પણ આ પરીક્ષા આપવી પડશે. જે વ્યાજબી નથી. કારણકે તેઓની તે સમયના ક્રાઇટ એરિયા પ્રમાણે ભરતી થઈ હતી. તે સમયે તેઓ ખરા ઉતર્યા હતા તો પરીક્ષા આપવાનો મતલબ શું. શિક્ષકોને TETની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે અમારો વિરોધ છે કે વર્ષ 2010 પહેલાના શિક્ષકોને TETની પરીક્ષા ન આપવી પડે. તેઓને મુક્તિ આપવામાં આવે તેવી અમારી માગણી છે. જો શિક્ષકો આ પરીક્ષા નહીં આપે તો તેઓને નોકરીમાંથી અથવા તો તેમને મળતાં લાભોમાંથી બાકાત રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ અમારો 2 કલાકના ધરણા અને કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ છે. શિક્ષકોને જો અપડેટ કરવા હોય તો ટ્રેનિંગ આપીને કરવા જોઈએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 75 હજાર તો દેશમાં 25 લાખ શિક્ષકોને આ TET પરીક્ષા આપવાની થઈ છે. વર્ષ 2011 પછીના જે શિક્ષકો છે તેઓને ટેટ પાસ કરવી ફરજિયાત એ યોગ્ય છે, પરંતુ જે જૂના શિક્ષકો છે તેઓની ભરતી થઈ ત્યારે આ એક્ટ ન હતો. જેથી જુના શિક્ષકોને આ પરીક્ષા આપવાની આવે તે ખરેખર વ્યાજબી નથી. શિક્ષકોને જો અપડેટ કરવા હોય તો ટ્રેનિંગ આપીને અપડેટ કરવા જોઈએ. દેશભરમાં અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા 15 થી 30 જૂન દરમિયાન આંદોલન માટેનું એલાન આપ્યું છે. ગુજરાતના 22 જિલ્લાઓમાં આજની 17 મી તારીખ વિરોધ માટે પસંદ કરવામાં આવી છે. શિક્ષકોને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તેને લીધે શિક્ષણ પર અસર થાય છે. જે અંગે અમે રજૂઆતો કરી છે.
    Click here to Read More
    Previous Article
    આવાસોના ગેરકાયદે કબજા અંગે સભા ગાજશે:રાજકોટ મનપામાં 25 જૂને પ્રથમ જનરલ બોર્ડ, ભાજપના 33 તો કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નહીં!; સેક્રેટરી પદે રૂપારેલિયાની નિયુક્તિનો ઠરાવ થશે
    Next Article
    बिजनौर में एक बाइक पर बैठकर आये 4 लड़के, लाठी डंडो से लैस #Nabeel Akhtar News#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment