Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Tech: માત્ર ચાર્જિગ જ નહીં, USB Type-C પોર્ટ કરે છે કમાલનું કામ, જાણો 5 ફાયદા

    2 weeks ago

    મોટાભાગના લોકો ફોનના નીચે આવેલા નાનકડા Type-C પોર્ટને માત્ર બેટરી ચાર્જ કરવાનો ઉપાય માને છે. કેબલ લગાવી, ફોન ચાર્જ થયો અને પછી કાઢી લીધી.પણ વાત અહીં પૂરતી થતી નથી. હકીકતમાં, આ જ પોર્ટ ઘણા એવા કામ કરી શકે છે, જેમા પહેલાં અલગ-અલગ કેબલ, પોર્ટ અથવા વધારાના ડિવાઇસની જરૂર પડતી હતી. આ ફીચર્સ ન તો મોંઘા એક્સેસરીઝમાં છુપાયેલા છે અને ન તો કોઈ મુશ્કેલ સેટિંગ પાછળ, બસ જાણકારીના અભાવને કારણે લોકોની નજરથી દૂર રહી જાય છે. ચાલો આજે તમને ફોનના Type-C પોર્ટના 5 શ્રેષ્ઠ ફીચર્સ વિશે જણાવીએ. ફોન બની શકે છે પાવર બેંક આ સાંભળવામાં થોડી અજીબ વાત લાગી શકે, પરંતુ ઘણા આધુનિક સ્માર્ટફોન Type-C પોર્ટ દ્વારા રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. એટલે કે Type-C પોર્ટથી ફોન માત્ર ચાર્જ જ થતો નથી, પરંતુ જરૂર પડે ત્યારે બીજા ડિવાઇસને પણ ચાર્જ કરી શકે છે. Type-C to Type-C કેબલ વડે તમે વાયરલેસ ઇયરબડ્સ, ફિટનેસ બેન્ડ અથવા બીજા ફોનને ઈમરજન્સીમાં થોડા સમય માટે ચાર્જ કરી શકો છો. મુશ્કેલ સમયે આ ફીચર બહુ કામનું સાબિત થાય છે. ઇન્ટરનેટ વગર ઝડપી ડેટા ટ્રાન્સફર Quick Share અથવા AirDrop જેવા વાયરલેસ વિકલ્પો સુવિધાજનક છે, પરંતુ મોટા વીડિયો અથવા ફાઇલો ટ્રાન્સફર કરવામાં સમય લાગે છે. Type-C પોર્ટ દ્વારા બે ફોનને સીધા કેબલથી જોડીને ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. એક ફોન બીજા ફોનની સ્ટોરેજને એક્સેસ કરી શકે છે, જેના કારણે ફાઇલો ઝડપી અને વિશ્વસનીય રીતે કૉપી થાય છે. મોટા ડેટા માટે આ આજે પણ સૌથી ઝડપી રીતોમાંની એક છે. ફોનને બનાવી શકો છો મીની કમ્પ્યુટર Type-C પોર્ટની મદદથી ફોનમાં એક્સટર્નલ ડિવાઇસ જોડાઈ શકે છે. USB અથવા બ્લૂટૂથ ડોંગલ દ્વારા કીબોર્ડ અને માઉસ કનેક્ટ કરી શકાય છે. લાંબા ઈ-મેલ લખવા, ડોક્યુમેન્ટ એડિટ કરવા અથવા સ્ક્રીન ખરાબ થઈ ગઈ હોય ત્યારે માઉસથી ફોન ચલાવવા માટે આ સેટઅપ બહુ ઉપયોગી સાબિત થાય છે. કેટલાક સ્માર્ટફોન એક્સટર્નલ ડિસ્પ્લે સાથે જોડાતા જ ડેસ્કટોપ જેવો ઇન્ટરફેસ પણ આપે છે. મોટી સ્ક્રીન પર જુઓ ફિલ્મો અને સિરીઝ Type-C પોર્ટ વીડિયો આઉટપુટને પણ સપોર્ટ કરે છે. HDMI to Type-C કેબલ વડે ફોનને સીધા ટીવી અથવા મોનિટર સાથે જોડાઈ શકાય છે. આથી ફોનની સ્ક્રીન મિરર થઈ જાય છે અને ડાઉનલોડ કરેલી ફિલ્મો અથવા સિરીઝને કોઈ કાસ્ટિંગ અથવા એપ વિના મોટી સ્ક્રીન પર જોઈ શકાય છે. જ્યાં સ્માર્ટ ટીવી અથવા ઝડપી ઇન્ટરનેટ ન હોય ત્યાં આ ફીચર ખાસ કામ આવે છે. વાયર્ડ ઇયરબડ્સથી વધુ સારી ઓડિયો ગુણવત્તા ભલે હવે ફોનમાંથી 3.5mm હેડફોન જેક ગાયબ થતો જઈ રહ્યો હોય, પરંતુ વાયર્ડ ઓડિયો સંપૂર્ણપણે ખતમ થયો નથી. હવે તે Type-C પોર્ટ દ્વારા ઉપલબ્ધ છે. Type-C ઇયરબડ્સ અથવા Type-C to 3.5mm એડેપ્ટર વડે વાયર્ડ ઓડિયો સાંભળી શકાય છે. ઓછી લેટન્સી અને વધુ સારી સાઉન્ડ ક્વોલિટીના કારણે ગેમર્સ આજે પણ તેને પસંદ કરે છે. લોકો આ ફીચર્સને અવગણે છે.આ પણ વાંચોઃ જો કૂતરો દૂધ બગાડે અને કોઈ તેને પીવે તો શું હડકવાનો ખતરો રહે છે? જાણો
    Click here to Read More
    Previous Article
    Teck news: Gmail યૂઝર્સ માટે ખુશખબર! હવે નવું એકાઉન્ટ બનાવ્યા વગર જ બદલી શકાશે ઈમેઈલ એડ્રેસ
    Next Article
    Tech News : ભારત વિશ્વનું સૌથી મોટું AI ટેસ્ટબેડ કેવી રીતે બન્યું?

    Related Tech Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment