Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેપ્યુટી TDOએ NSUI કાર્યકર્તાની ગરદન પકડી હાથાપાઈ કરી, VIDEO:નવરંગપુરામાં ગેરકાયદે PGની અગાઉની રજૂઆતનો જવાબ માંગતા અસભ્ય વર્તન કર્યાંનો આક્ષેપ, બહાર મળશે તો જોઈ લઈશની ધમકી પણ આપી

    9 hours ago

    શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગેરકાયદે ચાલતા પીજી અંગે અગાઉની ફરિયાદનો જવાબ લેવા પહોંચેલા NSUI કાર્યકરો સાથે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી TDOએ અસભ્ય વર્તન અને હાથાપાઈ કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે NSUIએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. અગાઉ રજૂઆત બાદ પણ કાર્યવાહી ન કરી નવરંગપુરામાં ધાબા પર ગેરકાયદે છાપરા બાંધીને કોમર્શિયલ ધોરણે પીજી ચલાવવામાં આવી રહ્યા હોવાની સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ NSUIને રજૂઆત કરી હતી. આ અંગે NSUIના પ્રદેશ પ્રવક્તા હર્ષ સોની દ્વારા દોઢ મહિના પહેલા પશ્ચિમ ઝોન TDO કચેરીમાં ઘર અને ફ્લેટ નંબર સહિતના પુરાવા સાથે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. જો કે, લાંબો સમય વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. 'વિરોધ શરૂ કર્યો તો ગરદન પકડી હાથાપાઈ કરી' દોઢ મહિના પછી પણ કોઈ પગલાં ન લેવાતાં, 1 ઓક્ટોબરે NSUIના કાર્યકરો TDO કચેરીએ જવાબ માગવા પહોંચ્યા હતા. યોગ્ય જવાબ ન મળતાં કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાઈને ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડે કાર્યકરો સાથે અસભ્ય વર્તન અને હાથાપાઈ કરી હતી, તેમજ ‘બહાર મળશે તો જોઈ લઈશ’ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. NSUI કાર્યકર્તાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી શાંતિપૂર્ણ રજૂઆત દરમિયાન અધિકારી દ્વારા ગુંડા જેવું વર્તન કરાયાનું જણાવી NSUIએ સમગ્ર ઘટનાના વીડિયો પુરાવા સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આ મામલે ડેપ્યુટી TDO સામે કડક પગલાં લેવાની માગ સાથે NSUI આગામી સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરીનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    મુન્દ્રામાં કોંગ્રેસ આગેવાનોએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી:157મી જન્મજયંતિ પર તેમના જીવન અને આદર્શોને યાદ કરાયા
    Next Article
    વલસાડ-સુરત વચ્ચે નવી મેમુ ટ્રેન શરૂ:દૈનિક મુસાફરોને રાહત, સાંસદે વલસાડ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment