Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમિફાઈનલમાં પહોંચવું હોય તો ભારતે આજની મેચ જીતવી પડશે:વુમન્સ T20 વર્લ્ડ કપમાં IND vs BAN; ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા અજેય

    8 घंटे पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ગુરુવારે 2 મેચ રમાશે. પહેલી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માન્ચેસ્ટરમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. જ્યારે, બીજી મેચ સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે રાત્રે 11 વાગ્યાથી બ્રિસ્ટલમાં રમાશે. ભારત, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ગ્રુપ-Aમાં સામેલ ત્રણેય ટીમના 3 મેચમાં 4-4 પોઇન્ટ્સ છે. નેધરલેન્ડ્સ ટૉપ-4ની રેસમાંથી બહાર થઈ ગયું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બાંગ્લાદેશની ટીમ ભારતને ક્યારેય હરાવી શકી નથી. બંને અત્યાર સુધી 3 વખત આમને-સામને થઈ છે, ત્રણેય વખત ભારતીય ટીમને જીત મળી છે. ભારત-બાંગ્લાદેશ મેચનો પ્રિવ્યૂ વાંચો… બાંગ્લાદેશ સામે ભારતનું પલડું ભારે T20માં બંને ટીમ અત્યાર સુધી 23 વખત આમને-સામને થઈ છે. જેમાં ભારતે 20 મેચ જીતી છે. બાંગ્લાદેશ માત્ર 3 જ જીતી શકી છે. સ્મૃતિ અને શ્રી ચરણી ટૉપ પર્ફોર્મર્સ ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ આ વર્લ્ડકપમાં 3 મેચમાં 154.36ના સ્ટ્રાઈક રેટથી 159 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 74 રન રહ્યો છે. બોલિંગમાં શ્રી ચરણી ટુર્નામેન્ટની સૌથી સફળ બોલર રહી છે. તેણે 3 મેચમાં 10 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી માત્ર 5.33 રહી છે. એક ઇનિંગ્સમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 4 વિકેટ છે. આ બંને ઉપરાંત જેમિમાહ રોડ્રિગ્સ પર પણ નજર રહેશે. તે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં માત્ર 32 રન બનાવી શકી છે. રોડ્રિગ્સ બાંગ્લાદેશના સ્પિનરો સામે મહત્વની સાબિત થઈ શકે છે. 2025થી સ્પિનરો સામે T20માં તેની સરેરાશ 40.85 અને સ્ટ્રાઈક રેટ 143.71 રહ્યો છે. ભારત પ્લેઇંગ-11માં ફેરફાર કરી શકે છે. પ્રેમા રાવતની જગ્યાએ રાધા યાદવ આ મેચમાં રમી શકે છે. જુઆરિયા અને સંજીદા બાંગ્લાદેશની શ્રેષ્ઠ ખેલાડીઓ બાંગ્લાદેશ માટે જુઆરિયા ફિરદૌસે આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 3 મેચમાં 65 રન બનાવ્યા છે. 50 રન તેનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. બોલિંગમાં સંજીદા અખ્તર મેઘલા ટીમની સ્ટ્રેન્થ છે. તેણે 2 મેચમાં 4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી 6.25 રહી છે. માન્ચેસ્ટરમાં સ્પિનર્સનું પ્રભુત્વ આ વર્લ્ડકપ દરમિયાન માન્ચેસ્ટરમાં સ્પિન બોલરોનું પ્રદર્શન સારું રહ્યું છે. અહીં સ્પિનરોએ 22 વિકેટ લીધી છે, જ્યારે પેસરોને 19 વિકેટ મળી છે. સ્પિનરોની ઇકોનોમી પણ સારી રહી છે. બંને ટીમ વધારાના સ્પિનર ​​સાથે મેદાનમાં ઉતરી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા/ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ/અરુંધતિ રેડ્ડી, નંદની શર્મા અને શ્રી ચરણી. બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુઆરિયા ફિરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન), શોભના મોસ્તરી, રિતુ મોની, શૂર્ણા અખ્તર, રાબિયા ખાન, નાહિદા અખ્તર, મારુફા અખ્તર અને સંજીદા અખ્તર મેઘલા.
    Click here to Read More
    Previous Article
    PM Modi ने किया मुआवजे का एलान, जताया दुख | Kolkata Warehouse Roof Collapses | CM Suvendu Adhikari
    Next Article
    મેસ્સીના જન્મદિવસ પર સૌથી મોટો 85 ફૂટનો સ્ટેચ્યુ:70 ટન સ્ટીલ, 18 મહિનામાં તૈયાર થયું; વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment