Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતને ત્રીજી વિકેટ મળી:દીપ્તિ શર્માએ બેથ મૂનીને પેવેલિયન ભેગી કરી; AUSનો સ્કોર 109/3

    17 hours ago

    ભારતે વુમન્સ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને 171 રનનો ટાર્ગેટ આપ્યો. લોર્ડ્સમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમે 20 ઓવરમાં 4 વિકેટ પર 170 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 14 ઓવરમાં 109/3 છે. ટીમ તરફથી એલિસ પેરી અને એશ્લે ગાર્ડનર ક્રિઝ પર છે. ભારતને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 66 રન કર્યા. શેફાલી 34 રન અને સ્મૃતિ 38 રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદારી સંભાળી અને ફીફટી ફટકારી હતી. તેણે 27 બોલમાં 56 રન કર્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા. હરમને જેમિમા સાથે ત્રીજી વિકેટ માટે 64 રનની પાર્ટનરશીપ કરીને ટીમને 170 સુધી પહોંચાડી દીધી હતી. જેમિમા 34 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ હતી. ભારતીય ટીમ માટે આ મુકાબલો 'કરો યા મરો' સમાન છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. આ પહેલા દિવસની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવીને 5 મેચમાં 8 પોઇન્ટ મેળવી લીધા છે. ઓસ્ટ્રેલિયા પણ 8 પોઇન્ટ સાથે લગભગ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. ભારતના 4 મેચમાં 6 પોઇન્ટ છે અને સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે તેને આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    India vs Ireland Live Score, 2nd T20: Shivam Dube departs; IND are six down vs IRE at Belfast
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ:ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ, 53.26 સેકન્ડમાં 400 મીટર દોડ પૂર્ણ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment