Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને આજે પણ મેચમાં તક ના મળી:ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ લીધી; આજે વેસ્ટ ઇન્ડીઝ સામે ચોથી T20 મેચ

    19 hours ago

    ભારત વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે બે ફેરફાર કર્યા છે. સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. આ સ્થિતિમાં શ્રેયસ અય્યરની ટીમ આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઇચ્છશે. વળી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ જોરદાર ટક્કર આપવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં રમેલા અત્યાર સુધીના ત્રણેય T20 મુકાબલા જીત્યા છે. ટીમે આ જ મેદાન પર 2024માં બાંગ્લાદેશ સામે 297 રન બનાવ્યા હતા. આ T20 ઇન્ટરનેશનલમાં ભારતનો સૌથી મોટો સ્કોર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Owaisi Files Petition in SC Against SIR: SIR के खिलाफ ओवैसी ने की बड़ी मांग! SIR Row। CJP Protest
    Next Article
    ઇઝરાયલમાં પાકિસ્તાની પાઇલટો માટે નો-એન્ટ્રી:નેતન્યાહૂ સરકારે પ્રતિબંધ મૂક્યો; રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના ક્રૂ પર કડક કાર્યવાહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment