Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમસનને બહાર બેસાડીને શું વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળશે?:આજે ઇંગ્લેન્ડ સામે પહેલી T20 મેચ; 80% વરસાદની શક્યતા; મુકાબલો રાત્રે 10 વાગ્યે રમાશે

    19 hours ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની પહેલી મેચ આજે ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 9:30 વાગ્યે થશે. મેચ પર વરસાદનું વિઘ્ન નડી શકે છે. અહીં લગભગ 80% વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આયર્લેન્ડ સામે 2-0થી સિરીઝ ગુમાવ્યા બાદ શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીત સાથે નવા અભિયાનની શરૂઆત કરવા માંગશે. સિરીઝ પહેલા સૌથી વધુ ચર્ચા 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂને લઈને થઈ રહી છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે તેના ડેબ્યૂના સવાલ પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેણે કહ્યું, હાલમાં કંઈપણ કહેવું વહેલું ગણાશે. ટીમનું સંયોજન સંપૂર્ણપણે અંગત બાબત છે અને અમે અમારી રણનીતિ વિરોધી ટીમ સામે મૂકી શકતા નથી. વૈભવ અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે. જ્યારે પણ તેને તક મળશે, મને પૂરો વિશ્વાસ છે કે તે શાનદાર પ્રદર્શન કરશે. ભારતે 30માંથી 18 મેચ જીતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 30 T20 ઈન્ટરનેશનલ મુકાબલા રમાયા છે, જેમાં ભારતીય ટીમે 18 અને ઇંગ્લેન્ડે 12 મેચ જીતી છે. જોકે, ઇંગ્લેન્ડની ધરતી પર યજમાન ટીમનું પલડું થોડું ભારે રહ્યું છે. ત્યાં રમાયેલી 9 મેચમાં ભારતને 4 જીત, જ્યારે ઇંગ્લેન્ડને 5 જીત મળી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 9 T20 સિરીઝ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 5 સિરીઝ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડે 3 સિરીઝ પોતાના નામે કરી છે. એક સિરીઝ ડ્રો રહી. ભારતે છેલ્લી પાંચ સિરીઝ સતત જીતી. ઈશાન આ વર્ષે ટીમનો ટૉપ સ્કોરર ભારતીય ટીમના વિકેટકીપર બેટર ઈશાન કિશન આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેણે 2026માં અત્યાર સુધી કુલ 15 મેચમાં 545 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 199.63નો છે. અર્શદીપ સિંહ માટે પણ આ વર્ષ વિકેટોની દ્રષ્ટિએ શાનદાર રહ્યું છે. અર્શદીપે વર્ષ 2026માં અત્યાર સુધી 14 મેચ રમી છે અને કુલ 21 વિકેટ પોતાના નામે કરી છે. જોકે, તેનો ઇકોનોમી રેટ 8.98નો રહ્યો છે. જેકબ બેથેલ એક સદી ફટકારી ચૂક્યો છે યજમાન ઇંગ્લેન્ડના યુવા બેટર જેકબ બેથેલે આ વર્ષે તેની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. બેથેલે 2026માં અત્યાર સુધી 11 મેચ રમી છે અને 143.19ના સ્ટ્રાઈક રેટથી 305 રન બનાવ્યા છે. આ વર્ષે તેના નામે એક સદીની ઇનિંગ પણ નોંધાયેલી છે. ઇંગ્લેન્ડના અનુભવી લેગ સ્પિનર ​​આદિલ રશીદે વર્ષ 2026માં 11 મેચ રમી છે અને 18 વિકેટ ઝડપી છે. ભારતીય ટીમ અહીં પહેલીવાર રમશે ઇંગ્લેન્ડના ચેસ્ટર લી સ્ટ્રીટના રિવરસાઇડ સ્ટેડિયમની પીચ સંતુલિત માનવામાં આવે છે. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, પરંતુ ઝડપી બોલરોને પણ મદદ મળે છે. નવા બોલથી સ્વિંગ અને સીમ મૂવમેન્ટ જોવા મળી શકે છે, જેનો ફાયદો બોલરો ઉઠાવી શકે છે. અહીં અત્યાર સુધીમાં 5 T20 મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 3 અને ચેઝ કરનારી ટીમે 2 મેચ જીતી છે. ભારતીય ટીમ અહીં પહેલીવાર રમશે. સંભવિત પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડે મેચ પહેલા જ પોતાની પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે. જ્યારે, ટીમ ઈન્ડિયા પ્લેઇંગ-11ની જાહેરાત ટૉસ સમયે કરશે. ભારત (IND): સંજુ સેમસન/વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ/વરુણ ચક્રવર્તી. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, વિલ જેક્સ, સેમ કરન, લિયમ ડોસન, લ્યુક વુડ, સાકિબ મહમૂદ અને આદિલ રશીદ. મેચ ક્યાં જોઈ શકાશે? ભારતમાં મેચનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ એપ પર જોઈ શકાય છે. જ્યારે, મેચના લાઇવ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકશો.
    Click here to Read More
    Previous Article
    LPG price cut: Commercial cylinder to cost Rs 183 cheaper in Delhi, no change in domestic price
    Next Article
    PoKમાં પ્રદર્શન, લોકો બોલ્યા- અમે પાકિસ્તાનનો ભાગ નથી:₹1 કરોડનો ઇનામી શૌકત નવાઝની ધરપકડ; JAACના 600થી વધુ નેતા-કાર્યકરો અટકાયતમાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment