Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રીજી T20માં પણ ભારત પહેલી બેટિંગ કરશે:વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને બોલિંગ લીધી; ઇન્દોરમાં પણ હાઇ સ્કોરિંગ મેચની આશા

    20 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી T20 મેચ આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. શિવમ દુબે અને કુલદીપ યાદવના સ્થાને નીતિશ કુમાર રેડ્ડી અને પ્રિન્સ યાદવને તક મળી છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે પણ પોતાની પ્લેઇંગ-11માં બદલાવ કર્યો છે. 5 મેચોની સિરીઝ 1-1થી બરાબરી પર છે. આ પહેલાંની બંને મેચમાં 72.2 ઓવરની રમત રમાઈ હતી. તેમાં કુલ 844 રન બન્યા હતા. આવી સ્થિતિમાં ઈન્દોરમાં પણ મોટા સ્કોરની અપેક્ષા છે. ભારતે 2017માં શ્રીલંકા સામે આ જ મેદાન પર T20માં 260 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ T20માં વેસ્ટ ઇન્ડિઝના 172 રનના ટાર્ગેટને 14.4 ઓવરમાં ચેઝ કર્યો હતો. જ્યારે બીજા મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝે 250 રનનો ટાર્ગેટ 9 બોલ બાકી રહેતાં ચેઝ કરી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    अलसी का हेयर मास्क कैसे बनाएं? बालों में अलसी के जेल को कितनी देर लगाना चाहिए, ताक‍ि बाल हो जाएं स‍िल्‍की
    Next Article
    વૈદેહી ચૌધરીએ વુમન્સ સિંગલ્સમાં ત્રીજું ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું:મેન્સ સિંગલ્સમાં માન કેશરવાનીએ મેડન મેન્સ ક્રાઉનનો ખિતાબ મેળવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment